માનવતાને લાંછન:સુરતની પ્રિયા હોસ્પિટલે મૃતદેહ રસ્તા પર રઝળતો મૂકતા ઉડિયા સમાજ અમાનવીય કૃત્યની તપાસની માગ કરી

સુરત7 મહિનો પહેલા
રાત્રિના એક વાગ્યા આસપાસ ચાર વ્યક્તિ દ્વારા મૃતદેહને રસ્તા વચ્ચે મૂકી દેવાયાનું CCTVમાં સામે આવ્યું છે.
  • ચાર લોકોએ રાત્રે રસ્તા પર મૂકેલા મૃતદેહના સીસીટીવી સામે આવ્યા

સુરતમાં કોરોના કાળ અને કરુણ કિસ્સાઓ સામે આવ્યા છે સુરતને પ્રિયા હોસ્પિટલમાં મૃતકના પરિવારજનોએ બિલ ન ચૂકવતા મોડી રાતે મૃતદેહ રસ્તા પર મૂકી અમાનવીય કૃત્ય કર્યાની ઘટના સામે આવી છે. આ અંગેનો સીસીટીવી પણ સમાજના આગેવાનોએ જાહેર કર્યો છે. જેમાં ચાર વ્યક્તિ રાત્રે મૃતદેહને હોસ્પિટલની સામે રસ્તા પર મૂકીને જતા રહે છે. જેથી આ માનવતાને લાંછન લગાવતી ઘટનાની ઉડિયા સમાજ દ્વારા તપાસની માગ કરવામાં આવી છે.

પરિવારને રૂપિયા જમા કરાવવામાં મોડું થયેલું
પાંડેસરા વિસ્તારમાં આવેલી પ્રિયા જનરલ હોસ્પિટલમાં બમરોલી વિસ્તારમાં રહેતા ઉડિયા સમાજના ભગવાનભાઈ નાયક 24 એપ્રિલના દિવસ તેમની તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતાં. તેમનો ટેસ્ટ કરાવતા કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.ભગવાન નાયકના પરિવારે ડિપોઝિટ પેટે 20,000 રૂપિયા ચૂકવ્યા હતાં. ત્યાર બાદ સારવાર શરૂ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. પ્રિયા જનરલ હોસ્પિટલ દ્વારા તેમને દવાનો ખર્ચ 50000 રૂપિયા થયો હોવાથી તે ચૂકવવા માટે જણાવ્યું હતું. પરિવારના સભ્યોએ 30 એપ્રિલના દિવસે દર્દીનું મોત થતાં રૂપિયા 50 હજારની રકમ એકત્રિત કરવા માટે થોડો સમય માંગ્યો હતો.

ઉડિયા સમાજ દ્વારા લેખિતમાં તપાસની માગ કરવામાં આવી છે.
ઉડિયા સમાજ દ્વારા લેખિતમાં તપાસની માગ કરવામાં આવી છે.

મૃતદેહ આપવાની ના પાડી હતી
મૃતકના પરિવારજનોને પ્રિયા જનરલ હોસ્પિટલના સંચાલકોએ કહ્યું કે, જ્યાં સુધી બિલ ચૂકવવામાં નહિં આવે ત્યાં સુધી મૃતદેહ તેમને આપવામાં આવશે નહીં. મોડી રાત સુધી પરિવારજનોને બિલ ન ચૂકવતા હોસ્પિટલના સંચાલકોએ મૃતદેહને હોસ્પિટલની બહાર રસ્તા ઉપર રઝળતો મૂકી દીધો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી હોસ્પિટલના સંચાલકોએ અમાનવીય રીતે મૃતદેહ હોસ્પિટલની બહાર મૂકી દીધો હતો. સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાઈ આવતું હતું કે, કોવિડ પોઝિટિવ મૃતદેહ હોવા છતાં કેવી સ્થિતિમાં તેને બહાર મુકવામાં આવ્યો હતો.

હોસ્પિટલ દ્વારા અમાનવિય કૃત્યની તપાસ કરવાની માગ કરાઈ છે.
હોસ્પિટલ દ્વારા અમાનવિય કૃત્યની તપાસ કરવાની માગ કરાઈ છે.

પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી
બમરોલીમાં રહેતા ઉડીયા સમાજના ભગવાન નાયક સાથે થયેલા અમાનવીય આ કૃત્યને તેમના સમાજના અગ્રણી દ્વારા કાઢવામાં આવ્યું હતું હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા વર્તનથી મૃતકના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો ત્યારબાદ આજે પોલીસ કમિશનર ને લેખિતમાં પ્રિયા જનરલ હોસ્પિટલની સામે કાયદાકીય પગલાં લેવા માટે માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...