તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરવ:સુરતની ફિલ્ઝાએ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ જીતી, પરિવારમાં ખુશીની લહેર, કહ્યું-'દીકરી આંતરરાષ્ટ્રીય મેડલ લાવે તેવી આશા'

સુરત21 દિવસ પહેલા
ગાંધીધામ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની સ્પર્ધામાં સફળતા મેળવી હતી.
  • 6 વર્ષથી ટેબલ ટેનિસ રમતી ફિલ્ઝાએ રાત-દિવસ પ્રેક્ટિસ કરે છે

સુરતની દીકરીએ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનીસ ટૂર્નામેન્ટમાં અંડર-૧૯ ચેમ્પીયનશીપ જીતીને ડંકો વગાડ્યો છે. જન્માષ્ટમીના રોજ ગાંધીધામ ખાતે આયોજિત ટેબલ ટેનિસ સ્પર્ધામાં રાજ્યના જુદાજુદા શહેરોમાંથી અનેક ખેલાડીઓએ ભાગ લીધો હતો. ફિલ્ઝા ફાતેમા કાદરી 6 વર્ષથી ટીટી રમે છે. 35 સ્ટેટ અને 10 નેશનલ સાથે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. આજે સુરત પરત ફરેલી ફિલ્ઝાનું ઘર નજીક ભવ્ય સ્વાગત કરાયું હતું.

પરિવારમાંથી પ્રથમ ખેલાડી
પરિવારે જણાવ્યું હતું કે,ટેબલ ટેનિસમાં ગુજરાત અને ભારતમાં સુરતનો દબદબો ચાલી રહ્યો છે. હરમીત દેસાઈ અને માનવ ઠક્કર ભારતીય ટીમનો મહત્ત્વના ખેલાડી છે. તો મહિલા ટીમની ખેલાડી ફિલ્ઝા ફાતેમા કાદરી અત્યંત પ્રતિભાશાળી ખેલાડી છે. 2020માં એનું યુથ ગર્લ પ્રથમ ક્રમાંક તો મહિલામાં બીજા ક્રમાંકનું રેન્કિંગ આવ્યું છે. હવે 18 વર્ષની થયેલી ફિલ્ઝા ફાતેમા કાદરી જુનિયરમાંથી યુથ ગર્લ્સ અને વુમનની સ્પર્ધામાં છે. સીધાસાદા પરિવારમાંથી આવતી ફિલ્ઝા ફાતેમા કાદરીના પિતા ઝહુર હુસૈન કાદરી 'એલઆઈસીમાંથી નિવૃત્ત થયા છે અને ગૃહિણી માતા મૈમુના બન્ને પરિવારમાંથી સ્પોર્ટ્સ સાથે દૂર સુધી કોઈ સંબંધ નથી, છતાં ફિલ્ઝાને રમતમાં આગળ વધવા માટે પરિવારે ભરપૂર મદદ અને પ્રોત્સાહન આપ્યા છે.

સતત પ્રેક્ટિસથી સફળતા
ઝહુર હુસૈન (પિતા) એ જણાવ્યું હતું કે, સુરતની વનિતા વિશ્રામ શાળામાં ટેબલ ટેનિસમાં સિલેક્શન ન થતાં નાનકડી ફિલ્ઝાએ ધુપલી સર પાસે સરિતા સાગરમાં તાલિમ લીધી હતી. કેંટિયામાંથી અચાનક જ એ ટેબલ ટેનિસમાં આવી ગઇ છે. અત્યાર સુધીમાં સુરતના જાણીતા અનેક ખેલાડી તૈયાર કરનારા વાહેદ મલ્લુભાઈવાળા નામના કોચ પાસે જ તાલીમ મેળવે રહી છે. લોકડાઉનમાં અને બહાર જવા ન મળ્યું તો ઘરમાં એક ટેબલ વસાવીને એણે એકલીએ જ પ્રેક્ટિસ શરૂ કરી હતી. પ્રથમ વનિતા વિશ્રામ શાળા અને હવે કેન્દ્રીય વિદ્યાલયમાં 12 મા ધોરણમાં અભ્યાસ પૂરો કરી હવે FY BA માં અભ્યાસ કરતી ફિલ્ઝા કાદરીને જાણનારા લોકો કહે છે કે, એ ખૂબ આગળ વધવાની છે. સુરતની ઐતિહાસિક ખ્વાજા દાના દશાહની બરાબર સામે રહેતી આ મુસ્લિમ પરિવારની દીકરીએ અહીં પહોંચતાં અગાઉ બહુ મહેનત કરી રહી છે.

ફિલ્ઝાને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સફળતા મેળવવાની આશા છે.
ફિલ્ઝાને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સફળતા મેળવવાની આશા છે.

આંતરરરાષ્ટ્રીય મેડલ જીતવાની આશા
ફિલ્ઝા કાદરીએ 2017માં ગર્લ સબ-જુનિયર ચૅમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારે એ ગુજરાતની પ્રથમ કન્યા બની જેણે નૅશનલમાં સિલ્વર મેડલ જીત્યો હોય. ફેબ્રુઆરી, 2018માં મસ્કત ખાતે બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય ટીમમાં પણ એ હતી. ફિલ્ઝા કાદરી હવે રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. ભારતના ટેબલ ટેનિસ ખેલાડીઓ માટે આદર્શ ગણાતા શરત કમલ સામેની મૅચ બાદ એણે ફિલ્ઝાની રમતના વખાણ કર્યા હતા. તેનું રમતમાં એટેક પર પ્રભુત્વ છે. ફિલ્ઝા પુરુષ વિભાગની મેચ જ જુએ છે. કારણ તેણીએ રમતની શૈલી એવી જ વિકસાવી છે. ફિલ્ઝા કાદરી કહે છે કે, મારે હવે ટૉપ રૅન્કિમાં જવું છે અને ભારતને આંતરરાષ્ટ્રીય મેડલ સમર્પિત કરવો છે.

રોજની આકરી પ્રેક્ટિસ ફિલ્ઝા કરે છે.
રોજની આકરી પ્રેક્ટિસ ફિલ્ઝા કરે છે.

શક્તિદૂત સ્કિમમાં પસંદ થઈ
સ્થાનિકોએ જણાવ્યું કે, ઘણા સંઘર્ષ કરીને ફિલ્ઝા મુકામ ઉપર પહોંચી છે. દેશનું ગૌરવ બને અને સમાજમાં માતા-પિતા નું નામ રોશન કરે તેવી હોનહાર છે.ફિલ્ઝા ગુજરાત રાજ્યની ચાલી રહેલી શક્તિદૂત સ્કિમમાં પણ પસંદગી પામી છે. સરકાર દ્વારા આ સ્કીમમાં પસંદગી પામનાર ખેલાડીઓને દર વર્ષે દોઢ લાખની સહાય કરાય છે.