અવનવા પતંગો સાથેનો પતંગોત્સવ:સુરતના કાઈટ ફેસ્ટિવલનું વિદેશી પતંગ બાજોએ આકર્ષણ જમાવ્યું, અલગ અલગ કરતબોથી લોકોનું મન મોહ્યું

સુરત19 દિવસ પહેલા
તાપી રીવર ફ્રન્ટ ઉપર આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે.

રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહ્યું છે. કોરોના સંક્રમણને કારણે છેલ્લા બે ત્રણ વર્ષથી આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ ઉજવવામાં આવતો નહોતો. પરંતુ આ વખતે કોરોના સંક્રમણ નિયંત્રણ હેઠળ હોવાને કારણે ફરી એક વખત આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

વિદેશી પતંગબાજો ગરબાના તાલે રમતા જોવા મળ્યાં હતાં.
વિદેશી પતંગબાજો ગરબાના તાલે રમતા જોવા મળ્યાં હતાં.

વિદેશના અવનવા પતંગો આકાશમાં ઉડતા દેખાયા
સુરત મહાનગરપાલિકા જિલ્લા ક્લેકટર તેમજ પ્રવાસન નિગમ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની ઉજવણી સુરત ખાતે કરવામાં આવી છે. તાપી રિવરફ્રન્ટ ઉપર આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવમાં વિદેશોથી પતંગ બાજો આવ્યા હતા. વિવિધ આકારના વિશાળ પતંગોએ આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનો માહોલ બનાવી દીધો હતો. સામાન્ય જે પતંગોનો રંગ આકાર અને કદ જોવા મળતો હોય છે. તેના કરતાં વિદેશથી આવેલા આ પતંગો ખૂબ જ મોટા અને ખૂબ જ આકર્ષક લાગે એ પ્રકારના તૈયાર કરવામાં આવ્યા હતા. દર વર્ષે વિદેશથી આવતા પતંગ બાજુ તેમની સાથે જે પતંગો લઈને આવે છે. તેને જોવા માટે અહીં મોટી સંખ્યામાં આવતા હોય છે.

અન્ય રાજ્યો અને અન્ય દેશમાંથી પણ પતંગબાજો સુરત આવ્યા
આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલની અંદર અલગ અલગ દેશોના પતંગ બાજો આવતા હોય છે. આ વખતે આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલારુસ, કોલંબિયા, ડેનમાર્ક, ફ્રાન્સ સહિતના 17 દર્શથી વધુના પતંગબાજો સુરત આવ્યા હતા. જેમણે સુરતીઓ સાથે પતંગ ઉડાડવાની મજા માણી હતી. કેટલાક વિદેશી પતંગ બાજો સુરતીઓ સાથે ડીજેના તાલે ઝૂમતા પણ નજરે ચડ્યા હતા. પતંગ ઉડાડવાની સાથે ગુજરાતી ગરબા ઉપર અને ગીતો ઉપર ડાન્સ કર્યો હતો.

વિદેશી પતંગબાજોએ અવનવા પતંગોથી કરતબો કર્યા હતા.
વિદેશી પતંગબાજોએ અવનવા પતંગોથી કરતબો કર્યા હતા.

તાપી રિવરફ્રન્ટ ઉપર વિદેશી મહેમાનો સાથે ઉજવણી કરી:મેયર
મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું કે, અલગ અલગ દેશ અને રાજ્યભરમાંથી પતંગ રસિયાઓ અહીં આવ્યા હતા. પ્રવાસન વિભાગ અને વહીવટી તંત્ર સાથે સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદેશી દર વર્ષે ખૂબ સારી રીતે માહોલ બનાવી દેતા હોય છે. સુરતી લોકોએ પણ મહેમાનોની આગતા સ્વાગતા કર્યા બાદ પતંગ ઉડાડી અને કાઈટ ફેસ્ટિવલનો આનંદ માણ્યો હતો. સુરતના પતંગ રસિયાઓ ખૂબ મોટી સંખ્યામાં પતંગ નિહાળવા અને ઉડાડવા માટે આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...