તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat's Kavita Patel Is Working To Send Those Who Died From Corona To The Funeral With Honor And To Save Their Relatives

મૃતદેહો વચ્ચે જીવતી ‘કવિતા’:સુરતની કવિતા પટેલ કોરોનાથી મૃત્યુ પામેલાઓને સન્માન સહિત અંતિમવિધિ માટે મોકલવાનું અને તેમના સ્વજનોને સાચવવાનું કામ કરી રહી છે

સુરત3 મહિનો પહેલાલેખક: ખ્યાતિ માણિક
  • કૉપી લિંક
30 વર્ષીય યુવતી કવિતા છેલ્લા 6 મહિનાથી રાત-દિવસ મૃતદેહોને મેનેજ કરે છે - Divya Bhaskar
30 વર્ષીય યુવતી કવિતા છેલ્લા 6 મહિનાથી રાત-દિવસ મૃતદેહોને મેનેજ કરે છે
  • 30 વર્ષીય યુવતી છેલ્લા 6 મહિનાથી રાત-દિવસ મૃતદેહોને મેનેજ કરે છે
  • પરિવારજનોને સ્વજનના મૃત્યુની જાણ કરવી સૌથી મોટો પડકાર

કોરોનાકાળમાં ડોક્ટર, નર્સ, પોલીસ કર્મચારી, સફાઈ કર્મચારી દરેકનું કામ પડકારજનક હોય છે. આવું જ પડકારજનક કામ કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોને સન્માન સહિત અંતિમવિધિ માટે મોકલવાનું તથા એમના પરિવારજનોને મૃત્યુની જાણ કરવાનું હોય છે. સુરતની કવિતા પટેલ નામની 30 વર્ષીય યુવતી છેલ્લા 6 મહિનાથી સિવિલ હોસ્પિટલમાં મૃતદેહોને મેનેજ કરવાનું કામ કરે છે. ડોક્ટરોના અથાક પ્રયાસો પછી પણ જે દર્દી બચી નથી શકતા તેઓ મૃત્યુ પામે પછી તેમને કોવિડ પ્રોટોકોલના પાલન સાથે અંતિમવિધિ માટે મોકવવામાં આવે છે. કવિતા પટેલ સિવિલ હોસ્પિટલમાં કોરોનામાં મૃત્યુ પામેલ દર્દીઓના મૃતદેહની તેમના પરિવાર સાથે અંતિમ દર્શન કરાવી અંતિમવિધિ માટે મોકલવાનું કામ કરે છે. તેઓ 1 વર્ષ પહેલા સિવિલમાં કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે જોડાયા હતા. કોરોનાના કેસ વધતા છેલ્લા 6 મહિનાથી કવિતા પટેલ કોરોના હેલ્પ ડેસ્ક પર સુપર વિઝન તરીકેનું કામ કરી રહ્યાં છે.

કવિતા જણાવે છે કે શરુઆતમાં મૂંઝવણ થતી પણ હવે મને આદત પડી ગઈ છે કોઈ ડર નથી લાગતો. પરિસ્થિતિએ મને મજબૂત બનાવી દીધી છે. મારા ઘરના સભ્યો અને મારા મિત્રો મારા આ કાર્ય બદલ મને હંમેશા હિંમત આપતા રહે છે. તેમજ હવે મને આ ડયુટીમાં કામ કરવું સારું લાગે છે કોઈ દુઃખમાં હોય તો અને આપણે તેને થોડી સહાનુભૂતિ આપીએ તો તેમનું મન પણ થોડું હલકું થાય. મને ખુશી છે કે મને આ કામ કરવાની તક મળી કે હું કોઈના દુ:ખમાં તેની ભાગીદાર બની તેમના આંસુ લૂછી શકું.

‘એક તબક્કે રોજ 40-50 મૃતદેહો આવતા’
કવિતા પટેલે જણાવ્યું હતું કે શરૂઆતમાં મને મૃતદેહો વચ્ચે થોડો ડર લાગતો હતો. મારે કોવિડને કારણે મૃત્યુ પામેલ દર્દીનું રજીસ્ટ્રેશન કરી મૃતદેહની ઓળખ કરી તેમના પરિવારને મૃતદેહ બતાવી તેને કોવિડ ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ માટે મોકલવાનું કાર્ય કરવાનું હોય છે. રોજ આશરે 40 થી 50 મૃતદેહ આવતા હતા. શરૂઆતમાં થયું કે કોઈ પરિવારજનોને તેમના સભ્યની મૃત્યુની જાણ કઈ રીતે કરવી. રોજ આક્રંદ કરતા પરિવારનો સામનો કરવો મુશ્કેલ હતો. હું હંમેશા દરેક પરિવારને શાંતિથી અને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કરું છું.

‘મૃત્યુની જાણ થતાં પરિવારજનો ગુસ્સો કરે, ગમે તેમ બોલે છતાં મન શાંત રાખવું પડે’
કવિતા જણાવે છે કે ઘણીવાર સ્વજનના મૃત્યુ સમાચાર સાંભળીને પરિવારજનો આક્રોશ વ્યક્ત કરતા. કેટલાક લોકો ગુસ્સામાં ગમે તેમ પણ બોલતા. અને મૃતદેહ ઘરે લઈ જવાની જીદ કરતા. આ સ્થિતિમાં તેમને સમજાવવા, સાચવવા અત્યંત મુશ્કેલ રહેતું પણ હું મન શાંત રાખીને તેમને મનાવવા પ્રયાસ કરતી. તેમને હું કોરોના વાયરસના જોખમની જાણ કરું જેથી તેઓ સમજે. કોઈ પરિવારજન ત્યાંને ત્યાંજ બેભાન થઈ જતું. કયારેક પરિવારજનોને રડતા જોઈને હું પણ ઢીલી પડી જતી અને રડી પડતી. પણ કઠોર થઈને તેમને આશ્વાસન આપું છું.

અન્ય સમાચારો પણ છે...