તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CCTV:સુરતનો મોંઘી અને સ્પોર્ટ્સ સાઇકલનો શોખિન ચોર, એક જ સોસાયટીમાંથી 3 સાઇકલની ચોરી કરી

સુરત11 દિવસ પહેલા
મોંઘી અને સ્પોર્ટ્સ સાઇકલની ચોરી કરતો ચોર સીસીટીવીમાં કેદ.
  • સ્થાનિક લોકોએ હજી સુધી પોલીસમાં આ અંગેની ફરિયાદ નોંધાવી નથી
  • એપાર્ટમેન્ટમાં લાગેલા સીસીટીવી જોતા સમગ્ર ઘટના બહાર આવી

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં લોકોને આશ્ચર્ય પમાડે તેવી ઘટના પ્રકાશમાં આવી રહી છે. શિક્ષાપત્રી એપાર્ટમેન્ટમાં છેલ્લા બે દિવસમાં ત્રણ જેટલી મોંઘી અને સ્પોર્ટ્સ સાઇકલોની ચોરી થઇ છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. અજાણ્યો યુવક અપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવે છે અને બીજી કોઈ વસ્તુની ચોરી નથી કરતો માત્ર સ્પોર્ટ્સ સાઇકલની જ ચોરી કરીને જતો રહે છે.

ચોરને માત્ર સ્પોર્ટ્સ સાઇકલ ચોરી કરવામાં રસ
હાલ સાઇકલ લિંગનો ક્રેઝ યુવા વર્ગમાં જોવા મળી રહ્યો છે ત્યારે આ શખ્સ દ્વારા સ્પોર્ટ્સ સાઇકલોની ચોરી કરવામાં જ રસ હોય તેઓ સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સ્થાનિક લોકોએ હજી સુધી પોલીસમાં આ અંગેની ફરિયાદ નોંધાવી નથી. પરંતુ જ્યારે ચોરીના સતત કિસ્સાઓ સામે આવી રહ્યા હતા, ત્યારે પોતાના એપાર્ટમેન્ટમાં લાગેલા સીસીટીવી જોતા સમગ્ર ઘટના બહાર આવી છે.

ચોર અન્ય એક સાઇકલ પર બેસી ટ્રાય કરે છે પણ તે સ્પોર્ટ્સ ન હોવાથી ચોરી કરતો નથી.
ચોર અન્ય એક સાઇકલ પર બેસી ટ્રાય કરે છે પણ તે સ્પોર્ટ્સ ન હોવાથી ચોરી કરતો નથી.

બે દિવસમાં જ ત્રણ સાઇકલની ચોરીથી રહિશો સાવધ
પોતાની ઓળખ છતી ન થાય તે માટે ચોરી કરનાર યુવકે પોતાના ચહેરા ઉપર રૂમાલ બાંધ્યો હતો. પરંતુ શિક્ષાપત્રી એપાર્ટમેન્ટના લોકોનું માનવું છે કે કોઈ જાણભેદુ વ્યક્તિ જ આ પ્રકારે મોંઘી સાઇકલોની ચોરી કરી રહ્યો છે, માત્ર બે દિવસમાં જ ત્રણ જેટલી મોંઘી સ્પોર્ટ્સ સાઇકલ ચોરી થતા એપાર્ટમેન્ટના રહીશો સાવધ થઈ ગયા છે.

સ્પોર્ટ્સ સાઇકલની ચોરી કરી જતો ચોર સીસીટીવીમાં કેદ.
સ્પોર્ટ્સ સાઇકલની ચોરી કરી જતો ચોર સીસીટીવીમાં કેદ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો