પરિણામ:સુરતની ડીંકી 99.80% સાથે દેશમાં બીજા, રાજ્યમાં પ્રથમ ક્રમે, સિલાઇ કરતી માતાના દીકરાને 95.60%

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
99.80% - Divya Bhaskar
99.80%
  • સીબીએસઇનું 10 અને 12નું પરિણામ જાહેર, ટોપ સ્કૂલનું પરિણામ 100 ટકા
  • ધોરણ-10ના 5382 અને ધોરણ-12ના 5221 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
  • ધોરણ-12માં 99.40 ટકા મેળવનારો હર્ષ જૈન કદી ટ્યૂશન ગયો નથી

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન બોર્ડે શુક્રવારે ધોરણ-10 સાથે ધો-12નું પરિણામ જાહેર કર્યું છે. જેમાં સુરત શહેરની ટોપ સ્કૂલોનું પરિણામ 100% આવ્યા હોવાનું જાણવામાં આવ્યું છે. આખા દેશની વાત કરીયે તો ધો. 10નું પરિણામ 94.40% અને ધો. 12નું પરિણામ 92.71% આવ્યું છે. સુરતની ટોપ સીબીએસઇ સ્કૂલોના પ્રિન્સિપાલ સૂત્રોથી જણાયું હતું કે સુરતમાં ધોરણ-10ની 62 અને ધોરણ-12ની 61 સ્કૂલો કાર્યરત છે. આ વખતની પરીક્ષામાં ધોરણ-10ના 5382 અને ધોરણ-12ના 5221 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

સુરતની સીબીએસઇ સ્કૂલોથી મળતી માહિતી મુજબ શહેરની ટોપ સ્કૂલોનું પરિણામ 100% સુધીનું રહ્યું છે. જેમાં જી.ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ, ડુમસ રોડની સ્કોલર ઇગ્લીંસ એકેડમી, એસ.ડી.જૈન, ડીપીએસ શ્રી રામકૃષ્ણ હરેકૃષ્ણ એકેડમી, દિપ દર્શન વગેરેનો સમાવેશ થાય છે.

સતત અભ્યાસથી સફળતા મળી, કોઈ ટેન્શન લેતી જ ન હતી : ડિન્કી
ધોરણ 12માં 99.80 ટકા સાથે પાસ થયેલી જી.ડી. ગોએન્કાની વિદ્યાર્થિની ડિન્કી અમદાવાદીએ જણાવ્યું હતું કે, આ સફળતા માટે 30થી વધુ પેપર સોલ્વ કરતી હતી. સતત અભ્યાસ ચાલુ રાખ્યો હતો. સાથે કોઇ પ્રકારનું ટેન્શન લીધુ ન હતું.

શોખ છોડ્યા, ગોલ સેટ કર્યો અને ધો. 10માં 98.40% મેળવ્યા: તિથી શાહ

98.40%
98.40%

ધોરણ 10માં 98.40 ટકા મેળવનાર તિથી શાહે ગોલ નક્કી કર્યો હતો. તિથીને પેન્ટિગ, રિડીંગ,ગીતો અને મુવીઝનો ભારે શોખ છે.પરંતુ પોતાનો ગોલ એચિવ કરવા માટે તેણે બે વર્ષથી શોખને બાજુએ મૂકી અભ્યાસ તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.

સ્કૂલમાં જે ભણાવતા તેનો ઘરે આવીને ફરીથી અભ્યાસ કરતો હતો: હર્ષ જૈન
ધોરણ 12માં 99.40 ટકા મેળવનાર એસડી જૈનના હર્ષ જૈને જણાવ્યું હતું કે તે કદી ટ્યુશન ગયો નથી. શાળામાં જે ભણાવે તેનો ઘરે આવીને અભ્યાસ કરી લેતા હતો. દરરોજનો ચાર કલાકનો અભ્યાસ કરતો હતો.

દરરોજ છ કલાકથી વધુ અભ્યાસ કરતો, નિયમિત લાઇબ્રેરી જતો : ધર્મેશ વઘાસિયા
​​​​​​

95.60%
95.60%

ધોરણ 12 કોમર્સમાં 95.60 ટકા સાથે પાસ થયેલો ધર્મેશ વધાસીયાનાં માતા હંસાબેને સિલાઇ કામ કરીને ગુજરાન ચલાવી રહ્યા છે. ધર્મેશ લાયબ્રેરીમાં જઇને અભ્યાસ કરતો હતો. દરરોજનું છથી વધુ કલાકનો અભ્યાસ કરતો હતો.

એલ .પી.સવાણી સ્કૂલના 9 વિદ્યાર્થીઓને 100માંથી 100

સીબીએસઈ દ્વારા શુક્રવારે ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. એલ.પી.સવાણી સ્કૂલના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ દેખાવ કરી શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. શાળાના ધોરણ 12ના 29 અને ધોરણ 10ના 50 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે ધોરણ 12ના 9 વિદ્યાર્થીઓએ એવા છે કે જેમને અલગ-અલગ વિષયોમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. આ ઉપરાંત ધોરણ 12ના 63 વિદ્યાર્થીઓએ એ-2 અને 67 વિદ્યાર્થીઓએ બી-1 ગ્રેડ મેળવ્યો છે. દક્ષ ભંડારીએ બીએસટી, એકાઉન્ટ્સ અને ગણિતમાં 100માંથી 100 માર્ક્સ, કરણદીપ ગિર, અરહમ જૈન અને મુકુંદ કનોડિયાએ બીએસટીમાં 100માંથી 100, મોહિત તિલવાનીએ અકાઉટ્સમાં 100માંથી 100, સ્નેહા રાઠી, પ્રિસા ગુપ્તા, મોહિત દિલવાલી અને આયુષી કોટેદેએ ગણિત અને ઇમ્પી વિષયમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. આ ઉપરાંત ધોરણ 10ના 97 વિદ્યાર્થીઓએ એ-2 ગ્રેડ, 108 વિદ્યાર્થીઓએ બી-1 ગ્રેડ અને 73 વિદ્યાર્થીઓએ બી-2 ગ્રેડ મેળવ્યો છે. વિદ્યાર્થીઓને શાળાના અધ્યક્ષ માવજીભાઈ સવાણી અને ઉપાધ્યક્ષ ધમેન્દ્રભાઈ સવાણીએ હાર્દિક અભિનંદન પાઠવવા સાથે જ ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

ક્યાં કોર્સની કેટલી બેઠક
કોર્સબેઠક
બીએસસી2690
બીએસસી કોમ્પ્યુટર સાયન્સ125
બીકોમ6686
બીકોમ હોર્નસ60
બીએ5063
બીબીએ855
બીસીએ1496
બીઆરએસ75
બીકોમ એલએલબી30
એમએસસી ઇન્ટીગ્રેટેડ બાયોટેક15
એમએસસી આઇટી60
ઇન્ટીગ્રેટેડ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ15
ફાઇન આર્ટ20
ઇન્ટીરયલ ડિઝાઇન18
બીએ માસ કોમ્યુનિકેશન8
અન્ય સમાચારો પણ છે...