પાકિસ્તાની જાસુસી સંસ્થા ISIના એજન્ટ સાથે સંપર્ક ધરાવનાર અને દેશવિરોધી પ્રવૃત્તિ કરી દેશની માહિતી પહોંચાડનાર સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતો દિપક સાળુંકેની સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી હતી. આરોપીના રિમાન્ડ મેળવવા માટે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો ત્યારે આજે પોલીસે 12 જેટલા જુદા જુદા મુદ્દાઓના ગ્રાઉન્ડ રજૂ કરીને આરોપીના 14 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટ દ્વારા મંગળવાર સુધીના છ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
આઈએસઆઈ સાથે સંપર્ક ધરાવનારને કોર્ટમાં રજૂ કરાયો
પાકિસ્તાની જાસુસી સંસ્થા આઈએસઆઈના એજન્ટ સાથે સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતો દીપક સાળુંકે નામનો વ્યક્તિ સંપર્કમાં રહી દેશ વિરોધી પ્રવૃત્તિ કરતો હોવાની માહિતી સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. જેને આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે શહેરના ડીંડોલી વિસ્તારમાંથી દિપક સાળુંકેની ધરપકડ કરી હતી. ત્યારે દિપક સાળંગેની વધુ પુષ્પરાજ અને દેશ વિરોધી પ્રવૃત્તિ માટે કઈ રીતની કામગીરી કરાઈ રહી હતી જેને લઇ સુરત કોર્ટમાં આજે રિમાન્ડ મેળવવા રજૂ કરાયો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આઈએસઆઈ સંસ્થા સાથે સંપર્ક ધરાવનાર સુરતના દીપક સાળંગે એના વધુ તપાસ અને પૂછપરછ માટે કોર્ટમાંથી 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. ત્યારે સુરત સેશન કોર્ટ દ્વારા આરોપીના મંગળવાર સુધીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
પોલીસે રિમાન્ડ મેળવવા બાર મુદ્દાના ગ્રાઉન્ડ રજૂ કર્યા
સુરતના ડીંડોલી વિસ્તારમાંથી દેશ વિરોધી પ્રવૃત્તિ કરવાના ગુનામાં ધરપકડ કરેલ દિપક સાળુંકેની ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કર્યા બાદ તેના રિમાન્ડ મેળવવા માટે આજે કોર્ટમાં રજૂ કર્યો હતો. આ દરમિયાન આરોપીના પોલીસે 14 દિવસના રિમાન્ડ મેળવવા માટે જુદા જુદા 12 મુદ્દાઓના ગ્રાઉન્ડ કોર્ટમાં રજૂ કર્યા હતા. પકડાયેલ આરોપી પાકિસ્તાનના આઈએસઆઈ એજન્ટની ઓળખ આપનાર હમીદ નામના વ્યક્તિ સાથે સોશિયલ મીડિયાથી સંપર્કમાં હતો. ત્યારબાદ આરોપી બે જુદાજુદા મોબાઈલ નંબર થી તેની સાથે વોટ્સએપ પર અને ફેસબુક મારફતેથી દેશની ભારતીય સેના અંગેની કેટલીક અતિગુપ્ત સંવેદનશીલ માહિતીઓ આપવામાં આવી હતી. જેમાં દેશની સુરક્ષા અને સલામતી માટે ખૂબ જ અગત્યની હોય તેવી ભારતીય સેનાની રાજસ્થાન પોખરણ ખાતેના આર્મીના મુમેન્ટ માટે આર્મી ટેન્ક તથા ટ્રક વગેરેના ફોટો પાડોશી દુશ્મન દેશના આઈએસઆઈ એજન્ટને મોકલવામાં આવ્યા હતા. ત્યારે આ માહિતી ક્યાંથી અને કેવી રીતે મેળવેલ છે તે અંગે રીમાન્ડની માંગ કરી હતી.
ફોનમાં કેટલીક મહત્વની ચેટ ડિલીટ કરી નાખી છે
આરોપીએ મોબાઈલ ફોનમાં કેટલીક મહત્વની ચેટ ડિલીટ કરી નાખી છે તે તેની હાજરીમાં ફરી રિકવર કરવાની પણ જરૂરિયાત છે. પકડાયેલ આરોપી દિપક દુશ્મન દેશના આઈએસઆઈ એજન્ટને સીમકાર્ડ આપવાની વાત હતી, આ સીમકાર્ડ તેને આપ્યા છે કે નહીં, આપ્યા હોય તો કોના નામ પર આપ્યા છે તે અંગે તપાસ માટે આરોપીની જરૂર છે. દિપક સાળુંકે આપેલ માહિતી અને સીમ કાર્ડ માટે દુશ્મન દેશમાંથી તેના ખાતામાં 75,000થી વધુ રૂપિયા પણ ટ્રાન્સફર થયા છે. આ રૂપિયા ક્યાંથી અને કઈ રીતે આવ્યા. આમાં કોની કોની સંડોવણી છે તે માટે આરોપી જરૂરિયાત હોવાથી રિમાન્ડની માગ કરી હતી.
સોશિયલ મીડિયામાં હવાલાના ગ્રુપોમાં પણ આરોપીની હાજરી
પોલીસે રિમાન્ડ રજૂ કરતા મહત્વના મુદ્દા રજૂ કરતા તેમાં જાણવા મળ્યું હતું કે પકડેલ દિપક સાળુંકે ફેસબુકના જુદા જુદા હવાલા ગ્રુપોમાં સામેલ છે. ફેસબુક પર જુદા જુદા દેશોમાં મની ટ્રાન્સફરના બનાવેલા હવાલા ગ્રુપમાં તેની હાજરી સામે આવી છે. આ ગ્રુપોમાં આઈએસઆઈ એજન્ટ હમીદની પણ હાજરી સામે આવી છે અને તેમાં તેની વાતચીત પણ મળી આવી છે. જેથી હવાલા મારફતે વિદેશથી કોની કોની પાસેથી કેટલી રકમ અને કઈ રીતે મેળવેલ છે તેની ઊંડાણપૂર્વક તપાસ માટે પણ આરોપીની હાજરી જરૂરી પોલીસે માની છે.
વાતોની કોલ ડીટેલ મેળવવી ખૂબ જરૂરી છે
પકડાયેલ આરોપી બે અલગ અલગ નંબરથી વોટ્સએપનો ઉપયોગ કરતો હતો અને બંનેમાં ખોટા નામથી તે આઈએસઆઈ એજન્ટ હમીદ સાથે સંપર્કમાં હતો. જેમાં તેણે કરેલી તમામ ચેટ ડીલીટ કરી નાખી છે તે પાછી મેળવવા માટે પણ આરોપીની હાજરી જરૂરી છે. તે ઉપરાંત પકડાયેલ આરોપીના બંને મોબાઈલ નંબર પરથી પાકિસ્તાનના કરાચીમાં રહેતા આઈએસઆઈ એજન્ટ હમીદના ફોન નંબર સાથે કરેલી વાતોની કોલ ડીટેલ મેળવવી ખૂબ જરૂરી છે. આવા જુદા જુદા 12 પ્રકારના મુદ્દાઓ રાખીને આરોપીના 14 દિવસના રિમાન્ડની પોલીસે માંગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.