તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat's Daughter Teaches Children From Poor Families; More Than 10 Thousand Children Of Halpati Samaj Have Been Educated

શિક્ષક પિતાની પ્રેરણા:સુરતની દીકરી ગરીબ ઘરનાં બાળકોને ભણાવે છે; હળપતિ સમાજનાં 10 હજારથી વધુ બાળકો ભણી ચૂક્યાં છે

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરતના બીના રાવ હળપતિ સમાજના બાળકોને વિનામૂલ્યે ભણાવે છે. - Divya Bhaskar
સુરતના બીના રાવ હળપતિ સમાજના બાળકોને વિનામૂલ્યે ભણાવે છે.
  • બીના રાવે ફરતી પ્રયોગશાળા, પુસ્તકાલય પણ શરૂ કર્યા

સુરતના બીના રાવ હળપતિ સમાજના બાળકોને વિનામૂલ્યે ભણાવે છે. તેઓ અત્યાર સુધી 10 હજારથી વધુ બાળકોને શિક્ષણ આપી ચૂક્યા છે. બીના રાવે પિતા યોગેશ બારોટ પાસેથી પ્રેરણા લીધી છે. જેઓ ફ્રી સમયમાં અંધ બાળકોને સંગીત શીખવતા હતા. જેથી તેમણે પહેલા સમાજસેવાને લગતા નાના નાના કાર્યો શરૂ કર્યા હતા. એ પછી સમગ્ર જીવન હળપતિ સમાજ માટે અર્પણ કરવાનું નક્કી કરી લીધું. બાળકોને ભણાવવા માટે હરતી-ફરતી પ્રયોગશાળા અને ઝોલા પુસ્તકાલય શરૂ કર્યું. રોજ તેમની સંસ્થા દ્વારા 800 ગરીબ બાળકોને ફ્રી શિક્ષણ મળે છે.

‘બાળકોને રસ મુજબના ક્ષેત્રમાં જોડાવા પણ મદદ થાય છે’
‘મારા પિતા શિક્ષક હતા તેથી મારે પણ આ જ ક્ષેત્રમાં જોડાવું હતું. સાથે મને સમાજસેવા કરવાની પહેલેથી ઈચ્છા હતી. તેથી મેં પહેલા 2006માં સુરતની વિવિધ જગ્યાએ જઈ હળપતિ સમાજના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. હું અને મારા પતિ રોજ વિવિધ ગામોમાં નીકળી જતા હતા. હરતી-ફરતી પ્રયોગશાળા દ્વારા વિદ્યાર્થીઓ પાસે પ્રયોગો કરાવું છું. ધીરે ધીરે મારી સાથે શિક્ષકોની ટીમ ઊભી કરી. કોરોનામાં દરેક બાળકોને ભેગા કરી ભણાવવું શક્ય ન હતું તેથી થોડા થોડા બાળકોને ઘરે જઈને ભણાવ્યું. થોડા થોડા સમયે જઈને તેમનો અભ્યાસ ચેક કરતી. - બીના રાવ

અન્ય સમાચારો પણ છે...