તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat's Cornered Software Engineer Underwent Treatment In ICU For 126 Out Of 128 Days, Finally Recovered And Returned Home

કોરોનાને મ્હાત:સુરતના કોરનાગ્રસ્ત સોફ્ટવેર એન્જિનિયરે 128માંથી 126 દિવસ ICUમાં સારવાર લીધી, આખરે સાજા થઈને ઘરે પરત ફર્યાં

સુરત19 દિવસ પહેલા
જીતેન્દ્ર ભલાણીએ કોરોનાને હરાવ્યો
  • કોરોના ઇન્ફેક્શનનો પ્રથમ રિપોર્ટ 20 ટકા બાદ 4 દિવસમાં 68 ટકા થઈ ગયો હતો.
  • 2 વાર CPR આપી,ફેફસાની બન્ને બાજુએ 2-2 ICD નાખી અને 100 દિવસ વેન્ટિલેટર પર રખાયાં.

કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ અને સુરતમાં સૌથી વધુ કેસ નોંધાતા હતાં. આ સમય ખૂબ જ કપરો હતો. જેમાં અનેક દર્દીઓ સાજા પણ થયા અને અનેક દર્દીઓના મોત પણ થયાં. ઘણાં એવા પણ દર્દીઓ હતાં જેઓ હોસ્પિટલામાં લાંબા સમય સુધી દાખલ રહ્યાં અને સારવાર બાદ અંતે સાજા થઈને ઘરે પરત ફર્યાં. ત્યારે સુરતના એક સોફ્ટવેર એન્જિનિયરે 128 દિવસમાંથી 126 દિવસ ICUમાં સારવાર લીધી અને કોરોનાને મ્હાત આપીને હવે ઘરે પરત ફર્યાં છે.

દર્દી જીતેન્દ્ર ભલાણી
દર્દી જીતેન્દ્ર ભલાણી

MCA પુરુ કરીને સોફ્ટવેર કંપની શરૂ કરી હતી
સુરતના સોફ્ટવેર એન્જિનિયર જીતેન્દ્ર ભલાણીને 98 ટકા ઇન્ફેક્શન હતું, 2 વાર CPR આપી,ફેફસાની બન્ને બાજુએ 2-2 ICD નાખી અને 100 દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતાં. તેમના પિતરાઈ ભાઈ મનોજ ભલાણીએ જણાવ્યું હતું કે, MCAનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જીતેન્દ્રએ સોફ્ટવેર એન્જિનિયરની કંપની શરૂ કરી હતી. 23 એપ્રિલ 2020ના રોજ ત્રણ પૈકી બે ભાગીદારોની તબિયત અચાનક બગડતાં બંનેને સુરત લાલ દરવાજા પાસેની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં પાંચ દિવસમાં જીતેન્દ્રની તબિયત વધારે લથડી હતી.

128 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર લીધી
128 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર લીધી

ચોથા CT સ્કેન રિપોર્ટમાં ઇન્ફેક્શન 98 ટકા આવ્યું
કોરોના ઇન્ફેક્શનનો પ્રથમ રિપોર્ટ 20 ટકા બાદ 4 દિવસમાં 68 ટકા થઈ ગયો હતો. ત્યારબાદ 15 દિવસમાં ચોથા CT સ્કેન રિપોર્ટમાં ઇન્ફેક્શન 98 ટકા આવતા ડોક્ટરો પણ મુંઝવણમાં મુકાઇ ગયા હતા. ઓક્સિજન લેવલ ઘટવાની સાથે તબિયત વધારે લથડી ગઈ હતી. બાયપેપ બાદ વેન્ટિલેટર પર મુક્યાં પછી પણ 4 વાર ઇમર્જન્સીમાં, 2 વાર CPR કરવાની ફરજ પડી હતી. એટલું જ નહીં પણ ફેફસાની બંને બાજુએ 2-2 ICD નાખી હવા બહાર કાઢવા રસ્તો બનાવવો પડ્યો હતો. કિડનીમાં પણ DJ સ્ટેન્ડ મૂકવું પડ્યું હતું. આવી હાલતમાં 100 દિવસ વેન્ટિલેટર પર બેભાન હાલતમાં સારવાર લઈ રહેતા જીતેન્દ્રભાઈ સજા થયા એ તો ભગવાનનો ચમત્કાર જ કહી શકાય છે.

ઘરમાં પધારતાં જ પરિવારે આરતી ઉતારીને પ્રવેશ આપ્યો
ઘરમાં પધારતાં જ પરિવારે આરતી ઉતારીને પ્રવેશ આપ્યો

જીતેન્દ્ર ભલાણીનો 36 સભ્યોનો પરિવાર છે
મનોજ ભલાણીએ કહ્યું કે અમે સયુંકત પરિવારમાં રહીએ છીએ, 36 સભ્યોનો પરિવાર છે. જીતેન્દ્રની જિંદગી માટે એક બાજુ નિષ્ણાત તબીબો મહેનત કરતા હતા તો બીજી બાજુ પરિવારના તમામ સભ્યો રાત-દિવસ પ્રાર્થના કરતા હતા. શુક્રવારે જીતેન્દ્રના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ડોક્ટરો સંપૂર્ણ સાજા થઈ ગયા હોવાનું કહી ઘરે લઈ જવાનું કહેતા પરિવારની ખુશીથી આંખ પણ છલકાય ગઈ હતી. બસ અમે તો એટલું જ કહીશુ કે તબીબોની મહેનત અને ભગવાનને કરેલી પ્રાર્થના બાદ જીતેન્દ્રને નવું જીવન મળ્યું છે.અમે તમામનો આભાર વ્યક્ત કરીએ છીએ.

કોરોનાના નવા 4 કેસ
શહેર-જિલ્લામાં શનિવારે કોરોનાના પોઝિટિવના નવા 4 કેસ સામે આવ્યા હતા.અત્યાર સુધીમાં શહેર અને જિલ્લામાં મળીને કુલ કોરોનાના પોઝિટિવ 143608 કેસ સામે આવી ચુક્યા છે.શનિવારે શહેર કે જિલ્લામાં કોઇ મોત નોંધાયું ન હતું.