ગ્રાઉન્ડ રિપોર્ટ:સુરતનો અઠવા ઝોન કોરોનાનું એપી સેન્ટર બન્યો, છતાં બજારોમાં ટોળા એકત્ર થાય છે, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

સુરત10 દિવસ પહેલા
  • સુરતના અઠવા ઝોનમાં ગઇકાલે કોરોનાના 600થી વધુ કેસ નોંધાયા હતા
  • અઠવા ઝોનમાં લોકોમાં કોરોના ગાઇડલાઇન અંગે બેફિકરાઇ જોવા મળી

સુરતમાં કોરોના વાઇરસના કેસો સતત કેસો વધી રહ્યા છે. શહેરમાં હવે હજાર જેટલા કેસો નોંધાઈ રહ્યા છે, ત્યારે લોકોએ સતર્ક થવાની જરૂર છે, પરંતુ, જ્યારે દિવ્યભાસ્કરની ટીમ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં જઈને હાલની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. સૌથી પહેલા અઠવા ઝોન કે જ્યાં સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે, ત્યાંની સ્થિતિ પણ ચિંતાજનક જોવા મળી હતી. અહીં બજારોમાં ટોળા એકત્ર થયા હતા અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. સાથોસાથ અન્ય જીવનમાં પણ લોકો જે રીતે નજરે પડ્યા તે પરથી એવું લાગે છે કે, સુરત શહેરમાં ત્રીજી લહેરમાં સંક્રમણ વધુ ભયાનક બની રહેશે.વ

કોર્ટની બહાર લોકોના ટોળા જોવા મળ્યા
અઠવા ઝોન વિસ્તારની જિલ્લા ન્યાયાલય, વિવિધ મોલ, શોપિંગ કોમ્પ્લેક્ષ, મલ્ટીપ્લેક્સ થિયેટરો, વિવિધ કોલેજ કેમ્પસ આવેલા છે. ચિંતાજનક બાબત એ છે કે, અઠવા ઝોનમાં 600 કરતા પણ વધારે કેસ એક જ ઝોનમાં નોંધાયા, ત્યારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અહીં સવિશેષ લોકોએ ધ્યાન આપવાની જરૂર છે, પરંતુ, દિવ્યભાસ્કરની ટીમ દ્વારા જ્યારે જિલ્લા ન્યાયાલયના ગેટ અને તેની આસપાસના વિસ્તારોમાં જોયું તો અનેક લોકો ટોળા વળીને ઊભા રહેલા જોવા મળ્યા હતા. વકીલો જ્યાં બેસે છે, ત્યાં પણ કોરોના નિયમોનું યોગ્ય રીતે પાલન ન થતું હોવાનું જોવા મળ્યું. અહીં રોજના હજારોની સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે.

અઠવા ઝોનમાં લોકોમાં કોરોના ગાઇડલાઇન અંગે બેફિકરાઇ જોવા મળી
અઠવા ઝોનમાં લોકોમાં કોરોના ગાઇડલાઇન અંગે બેફિકરાઇ જોવા મળી

ચાની કીટલી અને નાસ્તાની લારીઓ પર ટોળા ઉમટ્યા
ત્યારબાદ એસવીએનઆઇટી કોલેજના ગેટની આસપાસ પણ એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી. લોકો ચાની કીટલી અને નાસ્તાની લારીઓ ઉપર ટોળે વળેલા જોવા મળ્યા હતા. વિવિધ મોલ અને શોપિંગ કોમ્પ્લેકસમાં પણ યોગ્ય રીતે તપાસ કરવામાં આવતી ન હોવાનું જોવા મળ્યું. મહત્વની બાબત એ છે કે લોકો જે રીતે કોરોના નિયમનું પાલન નથી કરી રહ્યા, તેના કારણે કોરનાના કેસો સતત વધી રહ્યા છે.

લોકો ચાની કીટલી અને નાસ્તાની લારીઓ ઉપર ટોળે વળેલા જોવા મળ્યા હતા
લોકો ચાની કીટલી અને નાસ્તાની લારીઓ ઉપર ટોળે વળેલા જોવા મળ્યા હતા

લોકો ખરીદી કરવા માટે નીકળી રહ્યા છે
અઠવા ઝોન સિવાય પણ અન્ય ઝોનમાં પણ જે રીતે લોકો ખરીદી કરવા માટે નીકળી રહ્યા છે. બજારો ભરાઈ રહ્યા છે અને લોકોની સંખ્યા જોતા ખરેખર ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા હતા. બજારોની અંદર જે દ્રશ્યો નજર સમક્ષ આવ્યા તેનાથી સ્પષ્ટ લાગતું હતું કે, ત્રીજી લહેરમાંથી સુરત શહેરની બહાર આવતા ઘણો સમય લાગી શકે છે. ડભોલી વિસ્તારમાં બજાર હાટમાં જેટલા લોકો આવ્યા હતા તે પૈકી 60 % લોકોના ચહેરા ઉપર માસ્ક યોગ્ય રીતે પહેરેલું જોવા મળ્યું ન હતું. માત્ર 10% લોકોએ જ યોગ્ય રીતે માસ્ક પહેરેલું હતું. બજારમાં જે વિક્રેતાઓ હતા તેમના ચહેરા ઉપર તો લગભગ માર્ગ દેખાયો ન હતું જે કોરોના સંક્રમણને આમંત્રણ આપે છે.

બજારો અને નાસ્તાની લારીઓ પર લોકોની ભીડ ઉમટી
બજારો અને નાસ્તાની લારીઓ પર લોકોની ભીડ ઉમટી

કોરોના SOPનું પાલન કરવું અનિવાર્ય છે
શહેરભરમાં વિવિધ ઝોનમાં આ પ્રકારના દ્રશ્યોને કારણે બીજી લહેરમાં વધુ સંકટ ઊભું થાય તેવું દેખાઈ રહ્યું છે. જો લોકો પોતાની રીતે સ્વયંશિસ્ત નહીં રાખે તો આગામી દિવસોમાં કોરોનાનો કહેર વધુ મોટા પ્રમાણમાં વર્તાઈ શકે છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. અઠવા ઝોનમાં સૌથી વધારે કોરાણા પોઝિટિવ કેસો આવી રહ્યા છે, ત્યારે અહીંના તમામ જાહેર સ્થળો ઉપર પણ ચેકિંગ માટે પૂરતી તકેદારી રાખવી જરૂરી છે. જો કે, વહીવટી તંત્રની સાથે લોકોએ પણ પોતાની રીતે કોરોના SOPનું પાલન કરવું અનિવાર્ય છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અને જિલ્લા કલેક્ટર દ્વારા તમામ નિયમોનું યોગ્ય રીતે પાલન થાય તે માટેના પ્રયાસો થઇ રહ્યા છે. લોકોએ પણ માસ્ક અને સોશિયલ ડિન્ટન્સના નિયમોનું પાલન કરવુ જરૂરી બની જાય છે.

60% લોકોએ માસ્ક યોગ્ય રીતે નહોતા પહેર્યાં
60% લોકોએ માસ્ક યોગ્ય રીતે નહોતા પહેર્યાં
અન્ય સમાચારો પણ છે...