સુરત એરપોર્ટ માટે ખુડાના ડેવલપમેન્ટ પ્લાનમાં વિશાળ જમીન સંપાદન લેવા સામે ખેડૂતોની નારાજગી સામે આવી છે. 1989,1999 અને હવે 2022માં ફરી આભવા જમીન સંપાદન લેવા સામે ખેડૂતોમાં રોષ સામે આવ્યો છે. આ મામલે કલેકટરને આવેદન આપી રજૂઆત કરાઈ છે
રજૂઆત કરાઈ
ચોર્યાસી તાલુકાના આભવા ગામના ખેડૂતોની ફળદ્રુપ જમીન વારંવાર જુદા જુદા હેતુ માટે સંપાદનમાં લેવાની પ્રક્રિયાથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે. અગાઉ 1989,1999 અને હવે 2022માં ફરી આભવા ગામની જમીન સંપાદનમાં લેવા સામે ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. આ અંગે આભવા ગામના ખેડૂત અગ્રણીઓની બેઠક યોજાઈ હતી. જેમાં ખેડૂત આગેવાનોએ આ વખતે એરપોર્ટના હેતુ માટે બિન જરૂરી રીતે 700 એકર જમીન સંપાદન હેતલ મુકવાની દરખાસ્ત ખુડાના ડીપીમાં સામેલ કરી સરકારની મંજુરી માટે મોકલવામાં આવી છે તેનો વિરોધ ઓન્ધાવવા અસરગ્રસ્ત આભવાના 300 ખેડૂતો સહીત 4 હજાર પરિવારો વતી ખેડૂતો આગેવાનોએ કલેકટર અને ખુડાના મુખ્ય અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. કલેકટર કચેરી બહાર સુત્રોચાર અને વિવિધ બેનરો સાથે વિરોધ પણ નોધાવવામાં આવ્યો હતો
આંદોલનની ચીમકી
હિરેન દેસાઈએ જણાવ્યું હતું કે, સરકાર જમીન સંપાદન કરવા જઈ રહી છે. તેનાથી 300થી વધુ ખેડૂતો છે અને 4 હજાર પરિવારને અસર થશે. સર્વે કર્યા વિના આ નિણર્ય લેવાયો છે. અમારી માંગ છે કે રીઝર્વેશન ડ્રાફ્ટ સંપૂર્ણ પણે હટાવી લેવામાં આવે. અમે જે પ્રકારની માંગ કરી રહ્યા છે. તે મુજબ જો કાર્યવાહી નહી કરવામાં આવે તો અમે આગામી દિવસોમાં વધુ યોગ્ય રીતે આંદોલન કરીશું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.