તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતનું સેલિબ્રેશન પણ અનોખું:સુરતીઓએ બર્થડે, એનિવર્સરી સેલિબ્રેશન, પ્રપોઝ કરવા આઠ મહિનામાં 62 ફ્લાઇટ બુક કરી

સુરતએક મહિનો પહેલાલેખક: મિલન માંજરાવાલા
  • કૉપી લિંક
વિમાનમાં જન્મદિવસની ઉજવણી કરતો પરિવાર. - Divya Bhaskar
વિમાનમાં જન્મદિવસની ઉજવણી કરતો પરિવાર.
  • પ્રસંગ ઉજવી નહીં શક્યાનો વસવસો 4 હજાર ફૂટ ઊંચે ઉજવણી કરીને દૂર કર્યો

સુરતના જમણની સાથે સુરતનું સેલિબ્રેશન પણ અનોખું હોય છે. સુરતીઓએ જન્મદિવસ, લગ્નની વર્ષગાંઠ જેવા પ્રસંગો ઉજવવા માટે છેલ્લા 8 મહિનામાં 62 વખત ચાર્ટર્ડ પ્લેન ભાડે રાખ્યા હતાં. એટલું જ નહીં પ્રપોઝ કરવા માટે પણ 4 હજાર ફૂટની ઊંચાઈએ આકાશમાં ઉડનારા સુરતીઓ છે.

સુરતની વેન્ચુરા એર કનેક્ટ એરલાઇન્સના સીએફઓ મયંક મહેતાએ જણાવ્યું હતું કે, લૉકડાઉન પછીની નાની મોટી છૂટછાટમાં સુરતીઓ બર્થ ડે, મેરેજ એનિવર્સરી જેવા સેલિબ્રેશન યોગ્ય રીતે કરી શકતા ન હતા. પણ અનલૉક થયા બાદ સુરતમાં જોયરાઇડનો ક્રેઝ વધતો જોવા મળ્યો છે. સુરતમાં મધ્યમ વર્ગ પણ જોયરાઇડ સેવાનો લાભ લેતો થયો છે. ઓગસ્ટ-2020થી માર્ચ-2021 દરમિયાન અમારી 62 ફ્લાઇટ જોયરાઇડ માટે બુક થઈ હતી. જેમાં દર વર્ષની જેમ આ વખતે પણ ડિસેમ્બર અને ફેબ્રુઆરી મહિનામાં સૌથી વધારે બુક થઈ હતી. મહેતાએ જણાવ્યું હતું કે જોયરાઇડમાં અમે ફ્લાઇટને ચાર હજાર ફૂટ સુધી ઉડાવીએ છીએ. 30 મિનિટના અમે 30 હજાર રૂપિયા ચાર્જ લીયે છે અને તેમાં 9 પેસેન્જરો બેસી શકે છે.

સુરતીઓ હવે જોયરાઈડને પ્રાથમિકતા આપી હવામાં બર્થડે અને એનવર્સરી ઉજવી રહ્યા છે.
સુરતીઓ હવે જોયરાઈડને પ્રાથમિકતા આપી હવામાં બર્થડે અને એનવર્સરી ઉજવી રહ્યા છે.

ફ્લાઇટ બુક કરનારાઓમાં મધ્યમવર્ગના પરિવારો પણ સામેલ
જે લોકોએ ઉજવણી માટે ફ્લાઇટ બુક કરી હતી તેમાં માત્ર ધનિક વર્ગના લોકો નહીં મધ્યમ વર્ગના પરિવારો પણ સામેલ હતા. વેન્ચુરા એર કનેક્ટના સીએફઓ મયંક મહેતાએ કહ્યું હતું કે સુરત દર્શન માટે શરૂ કરવામાં આવેલી ફ્લાઇટનો ઘણા લોકોએ લાભ લીધો હતો.

‘દીકરીને જીવનભર યાદ રહે તેવું સરપ્રાઈઝ આપવું હતું’
સુરતના કાપડ વેપારી જગદીશ ગજેરાએ જણાવ્યું હતું કે, મારી દીકરી રૂદ્રાનો બર્થ ડે અલગ રીતે મનાવવો હતો. દર વખતે હોટલમાં સેલિબ્રેશન થતા હોય છે. પરંતુ દીકરીને જિંદગીભર યાદ રહે તે માટે બર્થ ડે જોયરાઇડમાં મનાવવાનો નિર્ણય કર્યો હતો. મારી દીકરી સાથે તેની બહેનપણી પણ આવી હતી અને તે આ સરપ્રાઇઝ જોઇ ચોંકી ગઇ હતી. ફ્લાઇટ અમારા ઘરની ઉપરથી બે વખત ગઈ હતી.

ગાઈડ સાથે સુરત દર્શન સેવા પણ હવે શરૂ થઈ
વેન્ચુરા એર કનેક્ટના સીએફઓ મયંક મહેતાથી એવું પણ જણાવ્યું છે કે, સુરત દર્શન સેવા પણ શરૂ કરી છે. જેમાં ફ્લાઇટમાં પાયલોટ સાથે અમારો એક ગાઇડ બેસે છે અને પછી ચાર હજાર ફૂટ સુધીની ઉંચાઇએ લઇ જઇ સુરતના કિલ્લા સહિતની જાણીતી જગ્યાના પેસેન્જરોને દર્શન કરાવીયે છીએ. જો કે, સુરત દર્શનની ફ્લાઇટ 9 પેસેન્જર થાય તો જ ટેકઓફ કરીએ છીએ.

સુરતમાં કોરોનામાં ટેકઓફ ફ્લાઇટ

ઓગસ્ટ -20203
સપ્ટેમ્બર - 20204
ઓક્ટોબર-20208
નવેમ્બર.-20209
ડિસેમ્બર.-202011
જાન્યુઆરી-20218
ફેબ્રુઆરી-202112
માર્ચ-20217

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો