કોરોના કાળની 1 લાખથી વધુ નોટિસનો વિવાદ:સુરતીઓ IT ઇન્ક્વાયરીની તૈયારી રાખે ગાડી, ઘર, સોનુ વગેરેની ખરીદી સામે ખુલાસા મંગાશે

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનેક કરદાતાઓએ નોટિસને કોર્ટમાં પડકારી હતી

જુના કાયદા હેઠળ કોરોના કાળની રિઓપનની નોટિસો મામલે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા બાદ સ્થિતિ ક્લિયર થતાં હવે લોકોએ ITની નોટિસોનો જવાબ આપવા તૈયારી રાખવી પડશે એ સ્પષ્ટ થઈ ગયુ છે. રાજયમાં જુના કાયદા હેઠળ 1 લાખથી વધુ નોટિસો ઇશ્યુ કરાઇ હતી. અનેક કરદાતાઓને મકાન, રો-હાઉસ, સોનુ-ચાંદી ખરીદી, ટ્રાન્ઝેકશન અને અન્ય ખર્ચાઓના કેસ રિઓપન કરવામાં આવ્યા હતા.

વિવાદ શું હતો અને શા માટે સર્જાયો?
CA તિનિશ મોદી કહે છે 1લી એપ્રિલ 2021થી 148-Aનો નવો કાયદો આવનાર હતો. કોરોનાને લીધે જુના કાયદાની નોટિસોનો સમય 3 માસ વધારતા અનેકને જુના અને અનેકને નવા કાયદા હેઠળ નોટિસો અપાઇ. કરદાતા કોર્ટમાં જતાં અનેક અદાલતના ચુકાદા કરદાતાની ફેવરમાં આવ્યા હતા. 1લી એપ્રિલ બાદ જુના કાયદાની નોટિસોને અમાન્ય ગણાવી દેવાઇ હતી. જેની સામે IT સુપ્રીમ કોર્ટમાં ગયુ હતુ.

એક્સપર્ટ પાસે સમજો સ્થિતિ, હવે 2014-15ના જવાબ પણ આપવાના
સી.એ. ડેનિશ ચોકસી કહે છે કે 1લી એપ્રિલ બાદ જે નોટિસો ઇશ્યુ થઈ તેનાથી જુનો અને નવો કાયદો પેરેરલ ચાલ્યો. વિવાદ આ જ હતો. જુના કાયદામાં 2014-15ની નોટિસો પણ ઇશ્યુ થઈ હતી. જુનો કાયદો રદ થાય તો આ નોટિસ પણ રદ થાય પરંતુ સુપ્રીમના ચુકાદા બાદ હવે કરદાતાઓએ આ વર્ષના હિસાબોનો જવાબ પણ આપવા પડશે.

સુપ્રીમના ચુકાદાની કરદાતા પર અસર
સુપ્રીમના ચુકાદા મુજબ 1લી એપ્રિલ બાદથી જુના કાયદાની જે નોટિસો ઇશ્યુ થઈ છે જેમાં સુરતના 12 હજારથી વધુ કેસ છે તે તમામ નોટિસો નવા કાયદા હેઠળ આવરી લેવાશે. જો કે, જે નોટિસો ઇશ્યુ થઇ છે તેમાં કરદાતાનો જવાબ લેવાશે, સંતોષજનક હોય તો કેસ પડતો મૂકાશે.

અન્ય સમાચારો પણ છે...