તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાહનપ્રેમ:સુરતીઓએ કોરોનાકાળમાં પણ 70,852 વાહનો ખરીદ્યા

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 50 હજારથી વધુ બાઇક લીધી
 • 2019-20માં કોરોનાની ગેરહાજરીમાં 1,70,852 વાહનો સુરત આરટીઓમાં રજીસ્ટર થયા હતા

દેશભરમાં કોરોનાની એન્ટ્રી બાદ લાગુ પડેલા લોકડાઉનમાં ભલે શહેરમાં ટુ વહીલર અને ફોર વહીલરની ખરીદી પર બ્રેક લાગી ગઈ હતી.જોકે લોકડાઉન ખુલતા જ સુરતીઓએ ફરી વાહન ખરીદી શરુ કરી દીધી હતી.એપ્રિલ 2020થી અત્યાર સુધીમાં 70,852 વાહનો નવા નોંધાયા હતા.એપ્રિલ બાદ સતત 2 મહિના સુધી કોરોનાને લીધે ઓટો ઇન્ડસ્ટ્રીની હાલત પાટે ચડી ન હતી.જોકે જુલાઈ બાદ સુરતીઓએ વાહનોની ખરીદી શરુ કરી દીધી હતી અને 70 હજારથી વધુ વાહનો આરટીઓમાં રજીસ્ટર્ડ થયા હતા.

વર્ષ 2019-20માં કુલ 1,70,102 વાહનો નોંધાયા હતા જયારે વર્ષ 2020-21માં કોરોનાની હાજરી અને લોકડાઉન વચ્ચે પણ સુરતીઓએ 70,852 વાહનો આરટીઓમાં રજીસ્ટર કરાવ્યા હતા.ટુ વહીલરની વાત કરીએ તો વર્ષ 2019-20માં કુલ 1,33,357 ટુ વહીલર રજીસ્ટર થયા હતા જયારે વર્ષ 2020-21માં કુલ 52,690 ટુ વહીલર રજીસ્ટર થઇ હતી.આવી જ રીતે વર્ષ 2019-20માં 23,377 કાર રજીસ્ટર થઇ

કોરોના પહેલાં અને બાદની સરખામણી

પ્રકારકોરોના પહેલાંકોરોના બાદ
બાઈક1,33,35752,690
રિક્ષા3063180
જીપ859940
પ્રાઇવેટ રિક્ષા-6-3
મોટરકાર2337714574
ટેક્ષી કેબ1258-28
મેક્ષી કેબ429-1
સ્ટેટ કેરેજ840
પેસેન્જર બસ1641
સ્કૂલબસ144-6
પોલીસવાન-21-2
પ્રાઇવેટ સર્વિસ વ્હી.10
ગુડ્સ ટ્રક45978
ટેન્કર10
અન્ય લાઈટ
વ્હીકલ60481768
ટ્રેલર18874
ટ્રેકટર475446
એમ્બ્યુલન્સ3526
અન્ય187115
કુલ17010270852

શહેરમાં છે હાલ 35 લાખથી વધુ વાહનો

​​​​​​​સુરત શહેરમાં અત્યારે 35,39,833 વાહનો આરટીઓમાં રજીસ્ટર છે.આરટીઓમાંથી પ્રાપ્ત થયેલા આંકડાઓ પ્રમાણે શહેરમાં 24,23,846 મોટરસાઇકલ છે જયારે 3,25,976 મોપેડ અને 48,62,33 કાર છે. આ ઉપરાંત 22,453 જીપ,1607 સ્કૂલ બસ,2415 પેસેન્જર બસ અને 6,849 ટેક્સી છે.વર્ષ 2020-21માં 70,852 વાહનોના ઉમેરા બાદ કુલ વાહનોની સંખ્યા 35,39,833 પર પહોંચી ગઈ છે.

સુરતીઓની માંગ પ્રમાણે સ્ટોક નથી
કોરોનાકાળ બાદ પણ સુરતીઓની વાહન ખરીદી ઓછી થઇ નથી.કોરોનાની ગાઇડલાઇનથી પ્રોડક્શન ધીમું થતાં કારમાં લાંબુ વેઇટિંગ છે. રોજની ઈન્વાયરીમાં સામાન્ય દિવસોની સરખામણીમાં કોઈ ફરક નથી. > જપન દવે,કિરણ મોટર્સ

​​​​​​​2000 વાહનો હજી રજીસ્ટ્રેશન હેઠળ
શહેરમાં વર્ષ 2020-21માં નોંધાયેલા કુલ 70,852 વાહન સાથે નવા ખરીદાયેલા 2000 વાહન રજીસ્ટ્રેશન હેઠળ હોવાથી ગણતરીમાં લેવાયા નથી.રજીસ્ટ્રેશન બાદ આ વાહનો પણ ચોપડે ચડી જશે.
> ડી.કે.ચાવડા,આરટીઓ,સુરત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો