તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં ગત વર્ષ 2019માં અને 2020માં ઇન્દોર સતત બે વખત 5 સ્ટાર રેટિંગ મેળવતું આવ્યું છે. પરંતુ તેની સામે સુરત 2019માં 5 સ્ટાર મેળવી શક્યું ન હતું પરંતુ 2020માં 5 સ્ટાર સર્ટિફિકેટ મળવી શક્યું છે. તેથી રેટિંગમાં ઇન્દોર સુરતથી વધુ અનુભવી રહ્યું છે. હવે ગાર્બેજ ફ્રી સિટી માટેના 7 સ્ટાર અને ઓપન ડેફિકેશન ફ્રી, વોટર પ્લસ (ડ્રેનેજ નેટવર્ક- ટ્રીટ વોટર) માટે પણ સીધી સ્પર્ધા છે. જોકે, સુરત પાલિકા વોટર પ્લસ માટે અગાઉથી જ કામગીરી કરી રહ્યું છે ડ્રેનેજ નેટવર્ક અને તેના સુએઝના પાણીને ટ્રીટ કરી ઉદ્યોગોને વેચાણ કરી આવક મેળવી રહ્યું છે.
આ અંગે ઈન્દોર થોડું પાછળ રહ્યું છે ત્યાંની ગટર વ્યવસ્થાપનમાં વધુ કામગીરી કરવાની જરૂર છે. સુરત સમાન સુએઝ વોટર સ્ટ્રીટ અને તેમાંથી આવક અંગે ઇન્દોરે હજી કદમ માંડ્યા છે. જ્યારે ગાર્બેજ ફ્રી સિટી માટે એટલે કે સેવન સ્ટાર માટે ઇન્દોરનું પ્રદર્શન સારૂં છે. તો સુરત મહાપાલિકા પણ ગાર્બેજ ફ્રી સિટી માટે કામગીરી કરી રહ્યું છે.
કતારગામ કંતારેશ્વર મંદિર સામે સાંજ બાદ મુખ્ય રસ્તાની રોજ દુર્દશા થતી હોય છે. દુકાન, શાકવાળા લોકો ગંદકીના પોટલા વાહન પર આવી અહીં ફેંકી જાય છે. મહાપાલિકા જાહેરાતો કાર્યક્રમો થકી લોકોને માહિતગાર જાગૃતિ લાવવા પ્રયાસ કરે છે પરંતુ શહેરના ઘણા વિસ્તારોમાં આવી ઠેરઠેર કચરાના સામ્રાજ્ય જેવી સ્થિતિ થઈ જતી હોય પાલિકાની કામગીરી અપુરતી જ જણાઈ છે. હાલ સ્વચ્છતા સર્વેક્ષણ ચાલી રહ્યું છે તેમાં પાલિકાને સર્વેક્ષણના નૉમ્સ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. નહીં તો કપરા ચઢાણ આવી શકે છે.
43 દિવસમાં અમદાવાદ સૌથી આગળ
જાન્યુઆરીથી ફિડબૅક લેવાના શરૂ થઈ ગયા હતાં. જાન્યુઆરી અને ફેબ્રુઆરીના મળી વિતેલા 43 દિવસમાં અમદાવાદનો ફિડબૅક આંક 9,02,000 પર પહોંચી ગયો છે જે સૌથી આગળ છે. તો સુરતનો 3,76,000 છે ત્યારે ઇન્દોર ઘણું પાછળ હતું તેણે સ્પીડ પકડી છે અને શુક્રવારના આંકડા પ્રમાણે 3,62,000 ફિડબેકથી સુરત નજીક પહોંચી ચુક્યું છે. ફિડબેકમાં આગળ રહેતાં ઇન્દોર ચાર વખત સતત જીત મેળવી હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.