તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મજાક ભારે પડી:મુખ્યમંત્રી વિજય રૂપાણીના વીડિયોને એડિટ કરી છબિ બગાડવાનો પ્રયત્ન કરનાર કિશન રૂપાણી નીકળ્યો

સુરતએક મહિનો પહેલા
મુખ્યમંત્રી રૂપાણીનો વીડિયો એડિટ કરનાર સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
  • સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ કરનારને પોલીસે ઝડપી લીધો

શહેરમાં હાલ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં મૃતદેહોના આંક હોય કે પછી લોકડાઉન અંગેની ચર્ચા હોય ઘણી બધી અફવાઓ સતત ફેલાઈ રહી છે. સુરતના કિશન રૂપાણી દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીનો વીડિયો એડિટ કરીને તેમની છબી બગાડવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ કરાયો તેમજ લોકોમાં ગભરાટ ફેલાય તેવું કૃત્ય કરતા યુવકને ઝડપી પાડ્યો છે.

રૂપાણીની છબી બગાડવાના ગુનામાં પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે.
રૂપાણીની છબી બગાડવાના ગુનામાં પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે.

વીડિયો એડિટ કરી વાઈરલ કરેલો
સુરતના સિંગણપોર વિસ્તારમાં 402 માનસી ફ્લેટમાં રહેતા કિશન અરવિંદ રૂપાણીએ સોશિયલ મીડિયામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના એડિટ કરેલો વીડિયો વાયરલ કર્યો હતો. કિશન રૂપાણી સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ છે. કિશન ઇન્સ્ટાગ્રામ પર gujju_smilly આઈ ડી યુઝર છે. અંદાજે પાંચ લાખ લોકો તેની સાથે જોડાયેલા છે. મુખ્યમંત્રીની છબી ખરડાઈ તે માટે ઇરાદાપૂર્વકથી વીડિયો એડીટીંગ કરીને સોશિયલ મીડિયામાં મૂક્યો હોવાનો ક્રાઇમ બ્રાન્ચની ટીમને ધ્યાનમાં આવ્યું હતું.ક્રાઈમ બ્રાન્ચ ટેકનિકલ ટીમ સોશિયલ મીડિયા મોનીટરીંગ કરીને ઇન્સ્ટાગ્રામ પર એપ્લિકેશન યુઝ કરનાર કિસન રૂપાણી નામના 28 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી.

યુવકને પોલીસે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.
યુવકને પોલીસે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાંચે કાર્યવાહી કરી
કિશન રૂપાણી જેવા યુવાનો સોશિયલ મીડિયા ઉપર ખોટી માહિતી અથવા તો બદઇરાદે કોઈની છબી ખરડાય તે માટેના પ્રયાસોના ભાગરૂપે આ પ્રકારના વીડિયો વાઈરલ કરીને લોકોને ગેરમાર્ગે દોરતા હોય છે.અફવા ફેલાવનાર વ્યક્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. આવા યુવાનો કે જે સોશિયલ મીડિયાના દુરુપયોગ કરે છે. તેમને અંકુશમાં લાવવા ખૂબ જરૂરી છે. કારણકે આજે મહદ અંશે લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે.સોશિયલ મીડિયામાં આવતા મોટાભાગના સમાચારો ઉપર લોકો વિશ્વાસ કરીને ગેરમાર્ગે દોરવાઈ જતા હોય છે.આ પ્રકારનું કૃત્ય ન થાય તેના માટે પોલીસે અલાયદો સેલ બનાવીને ક્રાઈમ બ્રાન્ચ સોશિયલ મીડિયા ઉપર બાજ નજર રાખી રહી છે.

નોંધઃ DivyaBhaskar કોઈપણ વ્યક્તિની છબિ બગાડનાર લોકોના કૃત્યને વખોડી કાઢે છે. આ પ્રકારની ચેષ્ટા સ્વીકાર્ય નથી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો