રાજસ્થાનની ભવ્યતાને પણ ભૂલાવી દે તેવો કિલ્લો જોવા ગુજરાતભરમાંથી લોકો સુરત પધારશે. કિલ્લાની ભવ્યતા જોવા માટે હવે રાજસ્થાન જવાની જરૂર નહીં રહે. સુરતના કિલ્લામાં જ રાજપૂતાના આન-બાન-શાન જોવા મળશે. આ સાથે સાથે બ્રિટિશકાળ, ડચકાળ પણ ઝાંખી થશે. કિલ્લીની અંદર અધ્યતન કેફેટેરિયા, વેડિંગ ફોટોશૂટ સહિતની સુવિધાઓ ઉભી કરી છે. આ કિલ્લાના રિનોવેશનનું 95% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને ટૂંક સમયમાં કિલ્લાને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે.
સુરતના ચોક વિસ્તારને હેરિટેજ સ્ક્વેર તરીકે ઉભુ કરવા તરફની દિશામાં કોર્પોરેશન દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે સુરતની ઓળખ સમાન ચોકના કિલ્લાની કાયાકલ્પ કરવામાં આવી છે. કિલ્લાના રિસ્ટોરેશન માટે રૂપિયા 50 કરોડ કરતા વધારે ખર્ચ કરવામાં આવ્યોછે. કિલ્લાના રિસ્ટોરેશનની કામગીરી લગભગ પૂર્ણતાના આરે આવી છે. ત્યારે આગામી દિવસોમાં મુલાકાતીઓ માટે તેને ખુલ્લો મુકવામાં આવશે. શહેરના યુવા પેઢીને સુરતના ભવ્ય ઇતિહાસની તમામ વિગતો મળી રહે અને જિલ્લાના ઐતિહાસિક વારસા અંગેની માહિતી મળી રહે તે ઉદ્દેશથી કામ કરવામાં આવી રહ્યું છે. સુરત માટે દેશનું જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ કેટલું મહત્વનું હતું તે અહીં દર્શાવેલી વિગતો પરથી સમજી શકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.