તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવાઈ યાત્રાનો રોમાંચ:ઓલિમ્પિક-પેરા ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓના પ્રદર્શનનું ફળ અનાથોને મળ્યું, સુરતી ઉદ્યોગપતિઓએ અનાથાશ્રમના બાળકોને હવાઈ સફર કરાવી

સુરત14 દિવસ પહેલા
  • સુરતના કતારગામ અનાથ આશ્રમના બાળકોએ ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓ પ્રત્યે અલગ રીતે ગર્વ અનુભવ્યું
  • અનાથ બાળકોને પાયલોટ બનવા કઈ રીતે આગળ વધી શકાય તેની માહિતી પણ આપવામાં આવી

સુરતના ઉદ્યોગપતિઓએ ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિકમાં ખેલાડીઓએ કરેલા ઉત્કૃષ્ઠ પ્રદર્શનને બિરદાવવા માટે અનાથાશ્રમમાં રહેતા અને શિક્ષણ તેમજ રમત-ગમતમાં આગળ હોય તેવા બાળકોને આજે રવિવારે હવાઈ યાત્રા કરાવી છે. સુરતના સૌથી જૂના અનાથાશ્રમના બાળકોને ખબર પડી કે ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓના કારણે તેમને આ હવાઇ યાત્રા કરવાની તક મળી છે. ત્યારે તેઓ પણ આનંદિત થઈ ગયા હતા અને બાદમાં હવાઈ યાત્રાનો રોમાંચ માણ્યો હતો.

ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શનથી બાળકોને પ્રોત્સાહિતનો હેતુ
એરલાઈન્સ કંપનીના CEO મનુ સોજીંત્રાએ જણાવ્યું હતું કે, કતારગામ અનાથ આશ્રમ ખાતે રહેતા આવા વિદ્યાર્થીઓ કે જે શિક્ષણ અને રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા હોય છે, તેવા બાળકોને હવાઈ યાત્રા કરાવી છે. આવા બાળકો છે કે જેઓએ ક્યારે એરપોર્ટ જોયું નથી. 20 મિનિટ સુધી તેઓએ હવાઈ યાત્રા કરી અને ખૂબ જ આનંદિત થઈ ગયા હતા. બાળકો રમતગમતથી પ્રેરાઇ અને ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓ પ્રત્યે ગર્વ અનુભવે તે હેતુથી આ યાત્રા શહેરના ઉદ્યોગપતિઓ દ્વારા કરાવવામાં આવી છે.

અનાથાશ્રમની 4 દીકરી અને 4 દીકરાએ વિમાની સફર માણી
અનાથાશ્રમની 4 દીકરી અને 4 દીકરાએ વિમાની સફર માણી

વેન્ચુરા એરક્રાફ્ટ ત્રણ ઉદ્યોગપતિનું એલાયન્સ છે
મનુ સોજીંત્રાએ જણાવ્યું હતું કે, સુરતના લોકો સૌરાષ્ટ્ર પહોંચી રહે આ માટે સુરતના ત્રણ ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, સવજી ધોળકિયા અને લવજી બાદશાહ દ્વારા વેન્ચુરા એરક્રાફ્ટની શરૂઆત કરવામાં આવી હતી. છેલ્લા 7 વર્ષથી સુરતમાં એકમાત્ર સેવાકીય ઉદ્દેશ્ય સાથે ચલાવવામાં આવી રહી છે. ઓલિમ્પિક અને પહેલા ઓલિમ્પિકમાં ખેલાડીઓના શાનદાર પ્રદર્શનથી આ ત્રણેય ઉદ્યોગપતિ એટલી હદે પ્રભાવિત થયા કે તેની ઉજવણી કરવા માટે તેઓએ અનાથ આશ્રમમાં ભણતા બાળકોને હવાઈ યાત્રા કરાવવાનો નિર્ણય કર્યો હતો.

ત્રણેય પોતાના ક્ષેત્રમાં જાણીતા
ગોવિંદ ધોળકિયા અને સવજી ધોળકિયા વિશ્વના ડાયમંડ મર્ચન્ટ તરીકે ઓળખાય છે. જ્યારે લવજી બાદશાહ બિલ્ડરની સાથોસાથ ખૂબ મોટું નામ ધરાવે છે. લવજી બાદશાહ દ્વારા દીકરીઓ માટે કરવામાં આવતી યોજનાની સરાહના વડાપ્રધાન મોદી અને રાજ્ય સરકારે પણ કરી છે. આ ત્રણેય દ્વારા શહેરની સેવા માટે કોઈક નવી રીતે આયોજન કરવામાં આવતું હોય છે.

તમામ બાળકોને સેનિટાઈઝર સહિત કોરોના ગાઈડલાયન્સ મુજબ વિમાનમાં બેસાડ્યા
તમામ બાળકોને સેનિટાઈઝર સહિત કોરોના ગાઈડલાયન્સ મુજબ વિમાનમાં બેસાડ્યા

બાળકોનો ઉત્સાહ વધારાયો અને વિશિષ્ટ ઈનામથી નવાજાયા

સવજી ધોળકીયાએ હાલમાં જ મહિલા હોકી ટીમ માટે ઇનામની જાહેરાત પણ કરી હતી. અનાથ બાળકોને હવાઈ યાત્રા કરાવી તેમના શિક્ષણક્ષેત્રે કારકિર્દી ઉજ્જવળ બને અને સમાજથી વિખૂટા ન પડે તે માટે પ્રોત્સાહન આપવા માટે સૌપ્રથમ વિમાન વિશેની સમજણ આપવામાં આવી હતી. ત્યારબાદ પાયલોટ બનવું હોય તો કઈ રીતે આગળ વધી શકાય તે સમજાવીને બાળકોને હવાઈ યાત્રાનો આનંદ આપવામાં આવ્યો હતો. આ સાથે બાળકોના ઉત્સાહ વધારવા માટે એક વિશિષ્ટ પ્રોગ્રામ આપીને બાળકોને વિશિષ્ટ ઈનામથી નવાજવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...