વિરોધ:સુરત યૂથ કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારે પસાર કરેલા કિસાન બિલની સામે મશાલ સળગાવી પ્રદર્શન કરતાં 25ની અટકાયત

સુરતએક વર્ષ પહેલા
ચોક બજાર ખાતે આવેલી ગાંધી પ્રતિમા સામે યૂથ કોંગ્રેસના કાર્યકરોએ મશાલ સાથે દેખાવો કર્યા હતાં. - Divya Bhaskar
ચોક બજાર ખાતે આવેલી ગાંધી પ્રતિમા સામે યૂથ કોંગ્રેસના કાર્યકરોએ મશાલ સાથે દેખાવો કર્યા હતાં.
  • ચોકબજાર ગાંધી પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

યૂથ કોંગ્રેસ દ્વારા કિસાન બિલની વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું છે. ચોકબજાર સ્થિત ગાંધી પ્રતિમા સામે યૂથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા મશાલ સળગાવીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. યૂથ કોંગ્રેસ દ્વારા દેશભરમાં યોજાયેલા કાર્યક્રમના ભાગરૂપે ચોકબજાર ખાતે દેખાવો યોજવામાં આવ્યાં છે. યૂથ કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારે પસાર કરેલા બિલને પરત ખેંચવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. બિલ પરત નહીં ખેંચવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. યૂથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા ધરણા પ્રદર્શનને લઈને પોલીસ દ્વારા 25 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારે પાસ કરેલા કિસાન બિલ પરત ખેંચવાની માંગ કરવામાં આવી હતી.
કેન્દ્ર સરકારે પાસ કરેલા કિસાન બિલ પરત ખેંચવાની માંગ કરવામાં આવી હતી.

ક્લેક્ટર કચેરીએ તાળાબંધીની ચીમકી અપાઈ
જયેશ દેસાઈ યૂથ કોંગ્રેસ સુરત પ્રમુખે જણાવ્યું હતું કે, સરકારે જે બિલ પસાર કર્યું છે. તેનાથી ખેડૂતો પાયમાલ થઈ જવાના છે. જેથી યૂથ કોંગ્રેસ દ્વારા દેશભરમાં બિલના વિરોધમાં દેખાવો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે યૂથ કોંગ્રેસ દ્વારા ગાંધીજીની પ્રતિમા સામે મશાલ સાથે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. હજુ પણ આ અંગે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો ક્લેક્ટર કચેરીને તાળા બંધી સહિતના કાર્યક્રમો આપવામાં આવશે.

પોલીસ દ્વારા દેખાવ કરી રહેલા 25 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા દેખાવ કરી રહેલા 25 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

વગર મંજૂરીએ કાર્યક્રમ થતા અટકાયત
યૂથ કોંગ્રેસ દ્વારા મશાલ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વગર મંજૂરીએ કરવામાં આવ્યો હોવાથી પોલીસ દ્વારા 25 જેટલા કાર્યકરોની અટકાયત કરીને તેમને પોલીસ મથકે લઈ જવામાં આવ્યાં હતાં.