સખત કાર્યવાહીની માગ:બોયફ્રેન્ડ અને તેની ગર્લફ્રેન્ડ પર હુમલો કરનારા સુરતના મિલ માલિકના દીકરા, પિતા સહિત સિક્યુરિટી સામે એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવા માગ

સુરત5 મહિનો પહેલા
પીડિતાએ પોતાના સંબંધો વિષે તથા હુમલાથી થયેલી ઈજાઓ દર્શાવી હતી.
  • પીડિતા શિડ્યુઅલ કાસ્ટની હોવાથી એટ્રોસિટીની ફરિયાદ નોધવા માગ કરવામાં આવી
  • ફરિયાદમાં કૃણાલ એક જ આરોપી જ્યારે તેના પિતા સામે પણ ફરિયાદ નોધો-વકીલ

સુરતના વેસુ વિસ્તારમાં મિલ માલિકના બંગલામાં થોડા દિવસો અગાઉ પોતાની ફરિયાદ કરવા બોયફ્રેન્ડ સાથે આવેલી યુવતીને કૃણાલ કબૂતરવાલાએ બચકાં ભરી હુમલો કર્યો હતો. આ કેસમાં પોલીસે ફરિયાદ નોધી આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે આ કેસમાં પોલીસે ફરિયાદ માત્ર કૃણાલ સામે જ નોધી હોવાથી પીડિતાએ તેના વકીલે આ કેસમાં આરોપી કૃણાલની સાથે તેના પિતા મહેશભાઈ કબૂતરવાલા અને સિક્યુરિટી ગાર્ડના પાંચ જવાનોને પણ આરોપી બનાવી તમામ સામે એટ્રોસિટી સહિતના ગુના દાખલ કરવાની અરજી કરવાની સાથે સખત કાર્યવાહીની માગ કરવામાં આવી છે.

પીડિતાએ તેણીના વકીલ ધવલ રાણા મારફતે એટ્રોસિટી સહિતના ગુના દાખલ કરવાની પોલીસ સામે માગ કરી છે.
પીડિતાએ તેણીના વકીલ ધવલ રાણા મારફતે એટ્રોસિટી સહિતના ગુના દાખલ કરવાની પોલીસ સામે માગ કરી છે.

યુવતીએ કહ્યું અમે રિલેશનમાં હતા
યુવતીએ કહ્યું કે, હું અને કૃણાલ રિલેશનમાં હતાં.પરંતુ ત્યારબાદ તે વિદેશ અભ્યાસ અર્થે જતો રહ્યો હતો.કોઈ જ સંપર્ક રાખતો નહોતો. બાદમાં થોડા સમય પહેલાં તે સુરત આવ્યો ત્યારે તેને મારા નવા રિલેશન વિષે ખબર પડી હોય કે કેમ પરંતુ મને ત્યારબાદ હેરાન કરતો. મારી સાથે રિલેશન રાખવા ધમકી આપતો હતો. મને ગન સાથેનો ફોટો મોકલીને ધમકી આપી હતી. આ અંગે જ અમે તેના પિતાને ફરિયાદ કરવા ગયા હતાં. તેણે મને ખૂબ હેરાન કરી છે. જેથી હું માત્ર ન્યાયની માગ કરું છું.

પીડિતાએ કહ્યું કે, તેણીને કૃણાલ દ્વારા ધમકીઓ આપવામાં આવતી હતી.
પીડિતાએ કહ્યું કે, તેણીને કૃણાલ દ્વારા ધમકીઓ આપવામાં આવતી હતી.

બંગલોમાં હુમલો થયેલો
અડાજણ વિસ્તારમાં રહેતો અને લેબર કન્સલ્ટન્સીના કામ સાથે સંકળાયેલો સુજિત (નામ બદલ્યું છે) રવિવારે રાત્રે સાડા અગિયાર વાગ્યાના અરસામાં ઘોડદોડ રોડ પર રહેતી તેની ગર્લફ્રેન્ડ સાથે કૃણાલ કબૂતરવાલાના વેસુ જેનીલ એન્ટરપ્રાઇઝ બંગલોમાં ગયો હતો. આ યુવતીને કૃણાલ છેલ્લા કેટલાક વખતથી હેરાન કરી રહ્યો હોવાથી તેણે તેના બોયફ્રેન્ડને ફરિયાદ કરી હતી. સુજિત સાથે સંબંધમાં આવેલી નોર્થ-ઇસ્ટની આ યુવતીને કરાતી હેરાનગતિની ફરિયાદ કૃણાલના પિતાને પણ કરવામાં આવી હતી.

આરોપીના પિતા સહિત સિક્યુરિટી ગાર્ડસ સામે પણ ફરિયાદ નોધવા માગ કરાઈ છે.
આરોપીના પિતા સહિત સિક્યુરિટી ગાર્ડસ સામે પણ ફરિયાદ નોધવા માગ કરાઈ છે.

બચકાં પણ ભરી લીધાં
બંગલાના કંપાઉન્ડમાં જ બંનેનો ભેટો કૃણાલ સાથે થતાં તે ઉશ્કેરાયો હતો અને તેણે આ યુવાનને બહાર ખદેડી ડંડો મારી માથું ફોડી નાખવાની સાથે આ યુવતી સાથે ખરાબ વર્તણૂક કરી હતી. બેફામ બનેલા આ કૃણાલએ યુવતીને માર મારવાની સાથે શરીર ઉપર બચકાં પણ ભર્યાં હતાં, જેનો વીડિયો પણ સામે આવ્યો હતો. એમાં યુવતી ચીસો પાડી રહી હોવા છતાં પણ ક્રૂર રીતે તેને બચકાં ભરવામાં આવ્યાં હતાં. ઘટનાની જાણ થતાં જ ઉમરા પોલીસનો કાફલો ત્યાં દોડી ગયો હતો. ક્રૂરતાનો ભોગ બનેલાં આ યુવક-યુવતીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. સુજિતની ફરિયાદને આધારે કૃણાલ કબૂતરવાલા વિરુદ્ધ છેડતી અને મારામારીની કલમો અંતર્ગત ગુનો નોંધ્યો હતો. જોકે ગુનો નોંધાતાં જ આ કૃણાલ ફરાર થઇ છે.