ત્રાસ:દહેજ ભુખ્યા સાસરિયાએ પરણિતાના નામે લોન લઈને હપ્તા ભરાવ્યા બાદ 23 લાખ માંગ્યા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ રહેતા સાસરિયા સામે પરણિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે(પ્રતિકાત્મક ફાઈલ તસવીર) - Divya Bhaskar
મુંબઈ રહેતા સાસરિયા સામે પરણિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે(પ્રતિકાત્મક ફાઈલ તસવીર)
  • પરણિતાના નામે લીધેલી લોનના હપ્તા પણ સાસરિયાએ ભર્યા નહી

શહેરની એક પરણિતા સાથે તેના સાસરિયાએ દહેજના મુદ્દે ભારે જુલ્મ કર્યો છે. પરણિતાના નામે દહેજ ભુખ્યા સાસરિયાએ લોને લીધા બાદ હપ્તા ભર્યા નહીં પરંતુ પરિણીતા પાસે લોનના હપ્તા ભરાવીને શારિરીક તથા માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જેથી પરણિતાએ પોલીસ મથકમાં સાસરિયા વિરૂધ ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મુંબઈમાં લગ્ન થયા હતા
શહેરની યુવતીના મુંબઈમાં લગ્ન થયાં હતાં.ઉમરા પોલીસમાં પરણિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેના લગ્ન મુંબઈ મરિન લાઈન્સ રોડ પર આવેલા જસવીલ એપોર્ટમેન્ટમાં રહેતા ભાવશ વસંતલાલ ગજજર સાથે થયા હતાં. તેમના લગ્ન થયા બાદ થોડા સમયમાં જ સાસરિયાઓએ પોત પ્રકાશ્યું હતું.દહેજમાં કંઈ લાવી નથી તેમ કહીને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.

પરણિતાના નામે સાસરિયાએ લોન લીધી
લગ્ન બાદ પતિ તથા સસરા વસંતલાલ ગજ્જર તથા સાસુ પ્રતિમાબેન ગજ્જરે દહેજમાં 23 લાખ રૂપિયાની માંગ કરી હતી. શારીરિક માનસિક ત્રાસ આપવામાં પરણિતા પર કોઈ કસર બાકી રાખી નહોતી. આ ઉપરાંત તેના નામ પર 5.50 લાખ રૂપિયાની લોન લઈને તેના હપ્તા પરણિતા પાસે ભરાવતા હતાં. ઉમરા પોલીસમાં પરણિતાની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.