તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાંડો ફૂટ્યો:સુરતની પરિણીતાએ પતિનો મોબાઈલ વોટ્સઅપ વેબથી કનેક્ટ કરતા જાણ થઈ કે પતિ 'ગે' છે

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લગ્નના 3 વર્ષમાં પતિએ પત્ની સાથે એકવાર પણ શારીરિક સંબંધ ન બાંધ્યા
  • પરિણીતાએ પતિ સહિત સાસરીયા સામે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

સુરતના ગોપીપુરા વિસ્તારની પરિણીતાએ પતિના મોબાઈલને વોટ્સઅપ વેબથી કનેક્ટ કરતા પતિ 'ગે' હોવાની જાણ થઈ હતી. પતિ લગ્નના ત્રણ વર્ષ દરમિયાન શારીરિક સંબંધ નહીં નિભાવતા અને માતા સાથે સૂઈ જતો હોવા છતાં સાસરીયાઓ તેને જ બાળક નહીં થવા માટે જવાબદાર ઠેરવી ત્રાસ ગુજારતા હતા. છેવટે પરિણીતાએ પતિ સહિત સાસરીયાઓ વિરુદ્ધ મહિધરપુરા પાલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

લગ્નના બીજા દિવસથી ત્રાસ આપવાનું શરૂ કર્યું
પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, સુરત શહેરના ગોપીપુરા વિસ્તારમાં રહેતી કિંજલ(નામ બદલ્યું છે)ના લગ્ન 2017માં નવાપુરા વિસ્તારમાં રહેતા યુવાન સાથે થયા હતા. લગ્ન સમયે કિંજલના પિતાઓ વાસણો અને ડ્રાયફ્રૂટ આપ્યા હતા. લગ્નના બીજા જ દિવસે કિંજલને સાસુ-સસરાએ સંભળાવ્યું હતું કે, તેનાથી શું થશે. જેથી કિંજલના પિતાએ વેવાઈના કહેવા પ્રમાણે 15 હજારની એફડી કરાવી આપી હતી. જોકે, સાસુ-સસરા અને બંને નણંદ અને નણદોઈ કિંજલને વિના કારણે ભૂલો કાઢી એલફેલ બોલાતા હતા. કિંજલ આ અંગે પતિને જાણ કરતી તો પતિ મારઝૂડ કરતો હતો.

પરિણીતા ઘરસંસાર બગડે નહીં તે માટે સહન કરતી હતી
લગ્ન બાદ ક્યારેય શારીરિક સંબંધ નહી બાંધનાર અને રાત્રે માતા સાથે સૂતા પતિને ટકોર કરી હતી. પતિ જણાવતો હતો કે, માતા બીમાર હોવાથી તેની સાથે સૂવું પડશે. પતિનો મેડિકલ રિપોર્ટ સારો ન હોવાથી પ્રેગનન્સી ન રહેતી હોવા છતા સાસુ-સસરા કિંજલને જવાબદાર છેરવી મહેણા-ટોણાં મારતા હતા. ઘરસંસાર બગડે નહીં તે માટે સહન કરતી કિંજલનો નવેમ્બર 2019માં સાસુએ ચાંદલો ઉખાડી ફેંકી દેતા લાગી આવ્યું હતું.

પરિણીતાને જાણ થઈ હતી કે, પતિ પુરૂષો સાથે સંબંધ રાખે છે
સાસરીયાઓના ત્રાસથી કંટાળેલી કિંજલે પિતાને ફોન કરી બોલાવ્યા હતા અને તેની સાથે પિયર આવી ગઈ હતી. ત્યારબાદ પતિનો મોબાઈલ વોટ્સઅપ વેબથી કનેક્ટ કરેલો હોય તેમાં આવતા મેસેજ વાંચ્યા હતા. પરિણીતાને જાણ થઈ હતી કે, પતિ પુરૂષો સાથે સંબંધ રાખે છે. જેથી છેવટે પરિણીતાએ પતિ સહિત સાસરીયાઓ વિરુદ્ધ મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો