સુરત જિલ્લાનું ધોરણ 12 સાયન્સનું 77.53 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ A1 અને A2 ગ્રેડ સુરતના વિદ્યાર્થીઓએ મેળવ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓએ તેમની સફળતાનો મંત્ર જણાવ્યો હતો.
સ્કૂલ અને માતા-પિતાના સપોર્ટથી સફળતા
A1 ગ્રેડ મેળવનાર જહાન્વી રામાણીએ જણાવ્યું હતું કે, ધોરણ 12 સાયન્સમાં 94.40% અને 99.93 PR મેળવ્યા છે. કોરોનામાં શરૂઆતમાં ઓનલાઈન અભ્યાસ ચાલતો હતો. જેથી લખાણની પ્રેક્ટિસ થતી ન હતી. એમસીક્યૂએ બધુ સરળતાથી કરી લેતા હતા. પરીક્ષા પહેલાં છેલ્લા બે મહિના સ્કૂલમાં ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી. એક દિવસ નહીં ને એક દિવસે પરીક્ષા લેવામાં આવતી હતી. જેટલી અમે મહેનત કરી છે તેટલી સ્કૂલ અને માતા-પિતાએ પણ કરી છે.
છેલ્લા દિવસોમાં લેખિત પરીક્ષાના કારણે સફળતા
રામાણી પૂજાએ જણાવ્યું હતું કે, 98%થી વધુ PR મેળવ્યા છે. મારા માટે સારામાં સારુ રિઝલ્ટ આવ્યું છે. કમ્પ્યુટર વિષય થોડો ટફ લાગ્યો હતો. બાકી બધા વિષયની પરીક્ષા સરળ રહી હતી. કોરોનાકાળમાં ઓનલાઈન અભ્યાસને કારણે થોડી તકલીફ પડી હતી. શિક્ષકોએ પરીક્ષાઓ લઈને સારામાં સારું પરિણામ મેળવ્યું છે. છેલ્લા દિવસોમાં લેખિત પરીક્ષાના કારણે સફળતા મળી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.