શિક્ષણ બોર્ડે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કર્યું છે. એમાં હોશિયાર અને મહેનતુ સુરતીઓ ફરી એ-1 ગ્રેડમાં રાજ્યમાં પહેલા નંબરે આવ્યા છે. એટલું જ નહીં, એ-2થી ડી ગ્રેડમાં પણ રાજ્યમાં સુરતીઓ પહેલા નંબરે જ છે.
આ વખતે સુરતમાંથી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની મુખ્ય જાહેર પરીક્ષા અપાવવા માટે 12,157 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને તેમાંથી 12,145 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એમાંથી 2,741 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જ્યારે 42 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડમાં, 636 વિદ્યાર્થી એ-2 ગ્રેડમાં, 1,468 વિદ્યાર્થીઓ બી-1 ગ્રેડમાં, 1,930 વિદ્યાર્થીઓ બી-2 ગ્રેડમાં, 2,389 વિદ્યાર્થીઓ સી-1 ગ્રેડમાં, 2370 વિદ્યાર્થીઓ સી-2 ગ્રેડમાં અને 577 વિદ્યાર્થીઓ ડી ગ્રેડમાં આવ્યા છે.
જ્યારે 4 વિદ્યાર્થી ઇ-1 ગ્રેડમાં એટલે કે ગ્રેસિંગથી પાસ થયા છે એમ કહેવાશે. તજજ્ઞો કહે છે કે, કોરોના વાયરસની મહામારીને જોતા ઓનલાઇન એજ્યુકેશન વિદ્યાર્થીઓને અપાયું હતું. જેની સીધી જ અસર રિઝલ્ટ પર જોવા મળી છે. અહીં દિવ્ય ભાસ્કરે એ-1 ગ્રેડ લાવનારા વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં જણાયું હતું કે, એ-1 ગ્રેડ લાવનારા તમામ વિદ્યાર્થીઓને એમના માતા-પિતા તરફથી કોઇ પણ પ્રકારની સુવિધા મળી નથી. એટલું જ નહીં, એ-1 ગ્રેડ લવાનારા ઘણા ખરા વિદ્યાર્થીઓના પિતા ભરતકામ, દરજીકામ સહિતના છૂટક કામો કરીને ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. ઉપરાંત વિદ્યાર્થીઓ ગરીબ અને મધ્યમ વર્ગના જ છે.
3 વર્ષમાં A-2થી C-2 ઘટ્યાં
A-1 | A-2 | B-1 | B-2 | C-1 | C-2 | D | E-1 | |
2020 | 19 | 648 | 1771 | 2250 | 3079 | 2766 | 457 | 2 |
2021 | 546 | 2547 | 3628 | 3416 | 2387 | 1053 | 144 | 11 |
2022 | 42 | 636 | 1448 | 1930 | 2389 | 2370 | 577 | 4 |
વૈભવી ગુજકેટમાં 120માંથી 120 લાવીને રાજ્યમાં પ્રથમ
આશાદીપ સ્કૂલની મકવાણા વૈભવીના ગુજકેટમાં 120માંથી 120 માર્ક્સ સાથે રાજ્યમાં પ્રથમ હોવાનો સ્કૂલનો દાવો છે. વૈભવીના 90.46% અને 99.44 પર્સન્ટાઇલ તથા એ-2 ગ્રેડ આવ્યો છે. તેણીના પિતા હીરા સાથે સંકળાયેલા છે. વૈભવીએ કહ્યું કે છેલ્લા સમયે સ્કૂલમાં પેપર પ્રેક્ટિસ કરાવાતાં ખૂબ જ ફાયદો થયો છે. તે રોજે રોજ સ્કૂલમાં જે ભણાવે તે ઘરે આવીને રિવિઝન કરતી હતી. આ ઉપરાંત કાશ્વી ભંડારીએ કહ્યું કે માતા પિતા રત્નકલાકાર છે. લોકડાઉનમાં કારખાના બંધ હોવા છતાં મને પપ્પા હંમેશાં કહેતા કે તું માત્ર ભણવા પર ધ્યાન આપ, બાકીની બધી વ્યવસ્થા હું કરી દઈશ અને આખરે સફળ થઈ.
પિતા 5 ચોપડી, માતા નિરક્ષર અને દીકરી રાજ્યમાં ટોચ પર
રાજ્યમાં હિન્દી મીડિયમાં 2 જ વિદ્યાર્થી એ-1 ગ્રેડમાં છે. જેમાંની એક ગોડાદરાની જ્ઞાનજ્યોતની વિદ્યાર્થિની રેખા સ્વામી છે. સ્કૂલે દાવો કર્યો છે કે રેખા રાજ્યમાં પહેલા નંબરે છે. રેખાએ કહ્યું કે, મારા પિતા 5 ચોપડી જ ભણ્યા છે અને ભરતકામ કરે છે. જ્યારે માતા નિરક્ષર છે. ઓફલાઇન એજ્યુકેશન શરૂ થતા ખૂબ જ ફાયદો થયો હતો. સ્કૂલમાં વિકલી ટેસ્ટ સાથે ત્રણથી ચાર વખત તમામ વિષયમાં રિવિઝન કરવાતા જ હું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 92% સાથે 650માંથી 598 માર્ક્સ લાવી શકી છું.
સ્કૂલ પ્રમાણે A-1 ગ્રેડમાં આશાદીપે બાજી મારી
સ્કૂલ | A-1 |
આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ્સ | 16 |
P.P સવાણી સ્કૂલ ઓફ ગ્રુપ | 9 |
I.N. ટેકરાવાલા | 3 |
કૌશલ વિદ્યાભવન | 2 |
તપોવન વિદ્યાલય | 2 |
મૌની ઇન્ટરનેશનલ | 2 |
ધી રેડિએન્ટ ઇન્ટરનેશનલ | 1 |
એલ.પી. સવાણી સ્કૂલ | 1 |
માધવબાગ વિદ્યાભવન | 1 |
શ્રી ગાયત્રી વિદ્યાલય | 1 |
રિવરડેલ એકેડેમિક | 1 |
બી.એચ. કલસરીયા વિદ્યાલય | 1 |
જ્ઞાનજ્યોત વિદ્યાલય | 1 |
જીવનભારતી વિદ્યાલય | 1 |
કેન્દ્ર મુજબ પરિણામ
સેન્ટર | રજિસ્ટર્ડ | પરીક્ષાર્થી | પાસ | નાપાસ | રિઝલ્ટ |
વરાછા | 3807 | 3807 | 3340 | 467 | 87.73% |
રાંદેર | 1503 | 1502 | 1233 | 270 | 82.09% |
સુરત | 1119 | 1118 | 912 | 207 | 81.57% |
નાનપુરા | 1634 | 1633 | 1219 | 415 | 74.65% |
ઉધના | 1400 | 1393 | 869 | 531 | 62.38% |
કોઈના પિતા દરજી છે તો કોઈ ભાડાના ઘરમાં રહે છે છતાં સફળ
હવે શું? , નર્મદ યુનિવર્સિટીમાં રજિસ્ટ્રેશન શરૂ કરાયું
નર્મદ યુનિવર્સિટીએ 12 સાયન્સ પછીના કોર્સનું રજિસ્ટ્રેશન શરૂ કરી દીધું છે. હાલમાં વિદ્યાર્થીઓએ ધોરણ-10ની શિક્ષણ બોર્ડની મુખ્ય જાહેર પરીક્ષાના રિઝલ્ટના આધાર પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
યુનિવર્સિટીમાં જુદા જુદા કોર્સ પ્રમાણે બેઠક સંખ્યા
પ્રોગ્રામ | બેઠક |
બીએસસી | 13,450 |
M.Sc આઇટી | 300 |
B.Sc નર્સિંગ | 500 |
બીસીએ | 7480 |
ઈજનેરી | 8000 |
એમબીબીએસ | 950 |
ફિઝિયોથેરાપી | 600 |
હોમિયોપેથિક | 400 |
ઓપ્ટોમેટ્રી | 80 |
B.Sc કોમ્પ્યુ. સાયન્સ | 625 |
M.Sc ઇન્ડિગ્રેટેડ બાયોટેક | 75 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.