તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વચ્છતા સર્વેક્ષણ:ગંદા પાણીમાંથી પણ નાણાં ઊભા કરનારા સુરતને ‘વોટર પ્લસ’નું બિરુદ, રાજ્યનું પ્રથમ શહેર બન્યું

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ODF ડબલ પ્લસ બાદ વોટર પ્લસ સર્ટી મળતા 700 માર્કસ મળશે

સ્વચ્છતા સર્વેક્ષણ 2021 હેઠળ કેન્દ્ર સરકારે સુરતને વોટર પ્લસ શહેર જાહેર કર્યુ છે. દેશના 4 વોટર પ્લસ શહેરમાં સુરતને ગુજરાતનું પ્રથમ શહેર જાહેર કરવામાં આવ્યું છે. સુરત દેશનું એક માત્ર શહેર છે જ્યાં ગંદા પાણીના પ્રોસેસીંગ માટે 11 એસટીપી છે. ટ્રીટેડ વોટર રીયુઝ કરવા 3 ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. જેના થકી પાલિકાને વાર્ષિક 140 કરોડની આવક થાય છે. સ્વચ્છ સર્વેક્ષણ 2021માં કુલ 6 હજાર માર્કસમાં સર્વિસ લેવલ પ્રોગ્રેસના 2400, સિટીઝન વોઇસના 1800 અને સર્ટિફિકેશનના 1800 માર્કસ છે.

1800 પૈકી 1100 માર્કસ ગાર્બેજ ફ્રી સિટી સ્ટાર રેટીંગના જ્યારે ઓડીએફ પ્લસ, ઓડીઓફ ડબલ પ્લસ અને વોટર પ્લસ સર્ટિફેકશનના 700 માર્કસ છે. પાલિકા પાસે ઓડીએફ પ્લસ અને ડબલ પ્લસનું સર્ટિફિકેશન છે. વોટર પ્લસનું સર્ટિફેકશનથી 700 માર્કસ મળશે. ગાર્બેજ ફ્રી સિટીમાં સુરતે 7 સ્ટાર રેટીંગ માટે એપ્લાય કર્યું છે. 7 સ્ટાર રેટીંગ મળે તો તેના 1100 માર્કસ મળી શકે એમ છે. જેથી સ્વચ્છતામાં સુરતને અવ્વલ આવવામાં સરળતા રહેશે. 2020માં સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતે બીજો નંબર મેળવ્યો હતો.

94 લોકેશન પર થર્ડ પાર્ટી ઇન્સપેકશન
થર્ડ પાર્ટી ફિલ્ડ ઇન્સ્પેકશન અને ડોક્યુમેન્ટેશનના આધારે વોટર પ્લસ સર્ટીફિકેશન અપાય છે. શહેરમાં 12 ખુલ્લા વિસ્તાર, 40 શૌચાલય, 12 રસ્તા, 12 સ્ટેન્ડઅલોન યુરીનલ, 16 વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આમ કુલ 92 લોકેશનનું ઇન્સપેકશન કરાયું હતું. સુરત મનપા દ્વારા વોટર પ્લસ માર્ગદર્શિકા મુજબ કોરોનામાં કામગીરી થઇ હતી અને ડોક્યુમેન્ટસ સબમીશન કરાયા હતા. જેનું થર્ડ પાર્ટી દ્વારા નિરીક્ષણ કર્યા બાદ શહેરને વોટર પ્લસ જાહેર કરાયું છે.

ગંદા પાણીના પ્રોસેસ માટે પાલિકા પાસે શું છે વ્યવસ્થા
સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (11)

  • કેપીસીટી 1273એમએલડી
  • સરેરાશ સુએઝ ક્લેક્ટ એન્ડ ટ્રીટેડ 962 એમએલડી

ટર્શરી ટ્રીટમેન્ટ (5)

  • ટર્શરી ટ્રીટેડ સુએઝ વોટર 116 એમએલડી
  • કુલ રિસાઇકલ સેકેન્ડરી ટ્રીટેડ સુએઝ વોટર 33.25 ટકા
  • સેપ્ટીક ટેન્ક 72609
  • ડ્રેનેજ નેટવર્ક 1957 કિ.મી
અન્ય સમાચારો પણ છે...