તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:સૌ પ્રથમવાર ચીનને બદલે ડિફેન્સ ફેબ્રિક્સનું કામ સુરતને અપાયું, કાપડમાંથી આર્મી બેગ, યુનિફોર્મ-બુલેટપ્રૂફ જેકેટ બનાવશે

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર
  • દિવાળી પૂર્વે ટેસ્ટિંગ માટે કાપડ મોકલી અપાયું, હવે 2 માસમાં જ મળેલો કુલ ઓર્ડર પૂરો કરી દેવાશે

કોરોનાની સ્થિતિમાં લોકડાઉન સર્જી દેવાતાં ધંધા-ઉદ્યોગો ઘણી વિકટ પરિસ્થિતિ હેઠળ આવી જતાં કેન્દ્ર સરકારે આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સેવ્યુ હતું. જેને સાકાર કરવાના પગલાં રૂપ દેશની મેન મેઈડ ફાઈબરની જરૂરિયાતનું 65 ટકા કાપડ ઉત્પાદન કરતાં શહેર સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગકારોને સંરક્ષણ સેક્ટરમાં યુનિફોર્મ, બેગ, બુલેટ પ્રુફ જેકેટ વગેરે જેવી વસ્તુઓ બનાવી શકાય તે માટે 10 લાખ મિટર ડિફેન્સ ફેબ્રિક્સ કાપડ તૈયાર કરવાનો ઓર્ડર આપ્યો છે. અત્યાર સુધી સંરક્ષણ ક્ષેત્રમાં વપરાતું ફેબ્રિક્સ ચાઈના, તાઈવાન અને કોરિયાથી આયાત થતું હતું. આઝાદી પછી પ્રથમ વખત સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગકારોને આ જવાબદારી સોંપવામાં આવી છે.

કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી(સીઆઈઆઈ)ના દક્ષિણ ગુજરાત ચેપ્ટરના પદાધિકારીઓ અને આગેવાન ઉદ્યોગકારો સાથે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન(ડીઆરડીઓ)ના અધિકારીઓએ મિટીંગ કરી હતી. જેમાં સુરતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી વાયુ, ભૂમિ અને નૌકા દળ સહિતના વિવિધ સંરક્ષણ દળની જરૂરિયાત અનુસાર ફેબ્રિક્સ બનાવે તે માટે અનુરોધ કર્યો હતો.

હાઈટેનાસિટી યાર્નથી બનતું કાપડ હાથથી ન ફાટે
આ કાપડ તૈયાર કરવાની જવાબદારી લઈ રહેલા ઉદ્યોગકારોએ જણાવ્યું કે, સંરક્ષણ સેક્ટર માટે બનતું કાપડ હાઈટેનાસિટી યાર્નમાંથી તૈયાર થાય છે. હાઈટેનાસિટી કાપડ એટલું મજબૂત હોઈ છે કે તેને સરળતાથી હાથથી ફાડી પણ નહીં શકાય.

કાપડ પર પ્રોસેસિંગ કરી થિકનેસ વધારવામાં આવશે
સુરતને જે ઓર્ડર મળ્યો છે તે 2 માસમાં પુરો થશે પછી પંજાબ અને હરિયાણાની ગાર્મેન્ટીંગ કંપનીઓને મોકલાશે જેના પર પ્રોસેસની સાથો-સાથ કાપડનું ડેનિયર એટલે કે તેની ગુણવત્તા-થીકનેશ વધારીને બુટ, પેરાશુટ, યુનિફોર્મ, બુલેટ પ્રૂફ જેકેટ તૈયાર કરાશે.

સુરત ડિફેન્સ માટે ગ્લાસ ફેબ્રિક્સ પણ તૈયાર કરે છે
સ્થાનિક ઉત્પાદકો જણાવે છે કે, આઈપીએલ માટે પણ આ વખતે સુરતથી જ કાપડ એક્સપોર્ટ થયું છે. ત્યારે ડિફેન્સ સેક્ટરમાં હેલમેટ, ગ્લવઝ તથા પ્લેન લેન્ડિંગ માટેનું બેઈઝ્ડ તૈયાર કરવા માટે વપરાતું મજબૂત ગ્લાસ ફેબ્રિક્સ પણ કાર્બન યાર્નના ઉપયોગથી સુરત તૈયાર કરી રહ્યું છે.

ફેબ્રિક્સ તૈયાર કરવાની ચેલેન્જ હતી
કાપડ તૈયાર કરવા માટે ડીઆરડીઓની ગાઈડલાઈન હતી, તે પ્રમાણે અમે લેબોરેટરીની વ્યવસ્થા કરી ઉપરાંત સ્કીલ્ડ લેબર્સને સ્પેશિયલ સુપરવિઝનમાં આ ફેબ્રિક્સ તૈયાર કરાવ્યું છે. અમારા માટે આ ફેબ્રિક્સ તૈયાર કરવા માટે સૌથી મોટી ચેલેન્જ હતી કે, કાપડની હાઈટેન્સિટી ઓછી નહીં થાય તે રીતે અમારે હાઈટેનાસિટી યાર્નમાંથી અમારે ફેબ્રિક્સ તૈયાર કરવાનું હતું.

શરૂઆતમાં અમે 2000 મીટર જેટલા ફેબ્રિક્સના નાના-નાના રોલ બીમ પર ચઢાવીને પ્રોડક્શન કર્યુ હતુ. જેમ-જેમ કાપડ ગુણવત્તા અને ડિમાન્ડ અનુરૂપ બનતું ગયું તેમ અમે મોટા જથ્થામાં પ્રોડક્શન શરૂ કરી દીધું છે. સુરતના અંદાજે 5 થી 7 મોટા ઉત્પાદકો અંદાજે 10 લાખ મીટરથી વધુની ફેબ્રિક્સ આવનારા 2 માસમાં તૈયાર કરીને પંજાબ-હરિયાણાંની ગાર્મેન્ટીંગ યુનિટ્સમાં મોકલશે. > સંજય સરાવગી, એમડી, લક્ષ્મિપતિ ગ્રુપ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો