તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત વોર્ડ નંબર 7નો ગ્રાઉન્ડ રિપોર્ટ:વેડ વિસ્તારમાં ગંદકી અને રખડતા ઢોરથી પ્રજા ત્રસ્ત, પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ

સુરતએક મહિનો પહેલાલેખક: દેવેન ચિત્તે
  • પ્રજા દ્વારા રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ નહી
  • ગંદકી અને રખડતા ઢોરના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

સ્થાનિક સ્વરાજ ચૂંટણી નજીક આવતા જ હવે ફરી એકવાર કોણ બનશે નગર સેવકને લઈ લોકોમાં ખાટી-મીઠી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. સુરત શહેરના વોર્ડ નંબર 7 કતારગામ-વેડમાં નારાયણ નગર, ધનમોરા, આંબા તલાવડી, લલિતા ચોકડી, નાની વેડ- મોટી વેડ આ મુખ્ય વિસ્તારો છે. જેમાં લોકોને અનેક સમસ્યાઓ છે. આ કેટલાક વિસ્તારોમાં લોકોને પ્રાથમિક સુવિધાને લઈને ઘણો અસંતોષ જોવા મળ્યો હતો. વિશેષ કરીને પ્રેશરથી પાણી ન મળવું, ગંદકી અને રખડતા ઢોરના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વારંવાર સ્થાનિક કોર્પોરેટરને તેમજ અધિકારીઓ અને પ્રજા દ્વારા રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.

સ્થાનિક કોર્પોરેટરના ઉદાસીન વલણને કારણે લોકોની સમસ્યામાં વધારો
કતારગામ વેડ રોડ વિસ્તારની અંદર વસ્તીનું સતત ભારણ વધી રહ્યું છે. તેને કારણે વહીવટી તંત્ર પ્રાથમિક સુવિધા આપવાનો મોટો પ્રશ્ન છે. બજેટમાં જે પ્રમાણે વિવિધ યોજનાઓ માટે ફંડ ફાળવવામાં આવે છે. તે ફંડનો યોગ્ય રીતે ઉપયોગ ન થતો હોવાનો આ વિસ્તાર જોતા લાગી રહ્યું છે. સ્થાનિક કોર્પોરેટરના ઉદાસીન વલણને કારણે લોકોની સમસ્યા સતત વધી રહી છે.

ગંદકીથી લોકો પરેશાન
પુનમબેન સોજીત્રા પોતે ગ્રુહિણી છે. તેમના કહેવા મુજબ તેમના વિસ્તારમાં જે પ્રકારની સ્વચ્છતા હોવી જોઈએ તે સ્વચ્છતા રાખવામાં આવતી નથી. ડોર ટુ ડોર ગાર્બેજ સિસ્ટમનું કઈક અંશે યોગ્ય રીતે પાલન કરવામાં આવે છે. પરંતુ જે વિસ્તારોમાં પાથરણા પાથરીને શાકભાજી વેંચતા વેપારીઓ બેસે તેઓ ખૂબ ગંદકી ફેલાવી રહ્યા છે. તેના કારણે માર્કેટ આસપાસના વિસ્તારોમાં ભારે દુર્ગંધ ફેલાય છે અને તેના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ ખૂબ જ જોવા મળી રહ્યો છે.

રખડતા ઢોર થી થતા અકસ્માત
મોહન સાવલિયાએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારની અંદર રખડતા ઢોરના કારણે વાહનચાલકોને ભારે હાલાકી થઈ રહી છે. એક તરફ રસ્તાની સ્થિતિ સારી નથી બીજી તરફ આ રખડતાં ઢોરોના કારણે સતત અકસ્માતો થઈ રહ્યા છે વાહનચાલકોને ઈચ્છા થઈ રહી છે. ઘણી વખત તો રખડતા ઢોરો અંદરો અંદર બખડતા હોય છે તેને કારણે રાહદારીઓને પણ મુશ્કેલી થતી હોય છે. રસ્તા પરથી પસાર થતા વડીલો અને બાળકો માટે પણ તે ખૂબ જ જોખમી છે.

દૂષિત પાણી અને મચ્છરોનો ત્રાસ
સરલાબેન પટેલ પટેલે જણાવ્યું કે, અમારા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલને લઈને પણ યોગ્ય વ્યવસ્થા નથી. ચોમાસા દરમિયાન પાણીનો ભરાવો ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે અને તેને કારણે મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ જોવા મળે છે. બીજી તરફ ડ્રેનેજનું પાણી અને પીવાના પાણીનું પણ મિશ્રણ થઈ જતો હોય છે. તેના કારણે પાણીજન્ય રોગોથી પણ બાળકો ખૂબ જ અસરગ્રસ્ત થતા હોય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો