રોષ ભભૂક્યો:કાશ્મીરમાં બિનમુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવતાં સુરતમાં આક્રોશ, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આતંકવાદીઓના પૂતળાં દહન

સુરત4 મહિનો પહેલા
આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાને લઈને ભારે આક્રોશ વ્યક્ત કરાયો
  • બોમ્બે માર્કેટ ખાતે વીએચપી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું

જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર શાંતિનો માહોલ ભંગ થતો હોય તેવું લાગી રહ્યું છે. 370ની કલમ હટાવી દીધા બાદ થોડા સમય માટે કાશ્મીર ખૂબ જ શાંત થઈ ગયું હતું. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં આ ઘટનાક્રમ જોઈએ તો ફરી એકવાર આતંકવાદીઓના જમ્મુ કાશ્મીરમાં સક્રિય થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. સંગમ ઇદગાહ ખાતે આવેલી સરકારી કુમાર શાળામાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાને લઈને દેશભરમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.જેની સાથે સુરતમાં પણ વીએચપી દ્વારા આતંકવાદીઓના પૂતળાંઓનું દહન કરાયું હતું.

ઝડપથી નક્કર પગલાં લેવા જોઈએ અને આતંકવાદીઓને સબક શીખવાડવા માટે એક્શન લેવા માગ
ઝડપથી નક્કર પગલાં લેવા જોઈએ અને આતંકવાદીઓને સબક શીખવાડવા માટે એક્શન લેવા માગ

કાશ્મીરમાં હુમલા વધ્યાં
આતંકવાદીઓએ શાળામાં કરેલા ફાયરિંગના કારણે શિક્ષકનું મોત થયું હતું. તાજેતરમાં જ શ્રીનગરના જાણીતા કેમિસ્ટ મખ્ખનલાલ બિંદુર ની હત્યા કરવામાં આવી હતી. શ્રીનગરના લાલ ચોકમાં ફળોના વિક્રેતા વિરેન્દ્રની પણ આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. આવા અનેક કિસ્સાઓ સામે આવતાની સાથે જ ફરી એકવાર આતંકવાદીઓ સામે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે.

સુરતમાં વીએચપી દ્વારા આતંકવાદીઓના પૂતળાંઓનું દહન કરાયું
સુરતમાં વીએચપી દ્વારા આતંકવાદીઓના પૂતળાંઓનું દહન કરાયું

આતંકવાદીઓને તેની ભાષામાં જવાબ આપો-VHP
વિશ્વ હિન્દુ પરિષદ સુરત એકમ દ્વારા આજે પુણા વિસ્તારમાં આવેલી બોમ્બે માર્કેટ નજીક આતંકવાદીના પૂતળાનું દહન કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં હાલ બિન મુસ્લિમ લોકોને નિશા ને લઈને હત્યા કરવાનો સિલસિલો સતત વધી રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ માગણી કરી છે કે, આતંકવાદીઓ સામે કાશ્મીરની પ્રજા સુરક્ષિત રહે તે માટે કેન્દ્ર સરકારે ઝડપથી નક્કર પગલાં લેવા જોઈએ અને આતંકવાદીઓને સબક શીખવાડવા માટે એક્શન લેવા જોઈએ. આ આતંકવાદીઓ અને સબક શીખવાડવા ખૂબ જ જરૂરી છે તેમને તેમની જ ભાષામાં જવાબ આપવો જોઈએ.