આવાસ ન મળતાં રોષ:સુરતના વેસુમાં EWS લાભાર્થીઓના રૂપિયા ચૂકવાઈ બાદ પણ મકાન ન મળતાં આત્મવિલોપનની ચીમકી, મેયરનો ધનતેરસનો વાયદો ખોટો પડ્યો

સુરત10 મહિનો પહેલા
આવાસનો કબ્જો સોંપવામાં ન આવતા લાભાર્થીઓએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
  • મેયરે ધનતેરસ સુધીમાં કુંભઘડો મુકાવી દેવાનું વચન આપ્યું હતું પણ નિરર્થક રહ્યું-લાભાર્થીઓ

સુરતના વેસુ વિસ્તારની અંદર કોર્પોરેશન દ્વારા EWS આવાસ માટે 2017માં ડ્રો કર્યા હતા. લાભાર્થીએ 2018 સુધીમાં લોન લઇને તમામ ચુકવણી કોર્પોરેશનને કરી દીધા બાદ પણ આજ સુધી તેમને કબજો સોંપવામાં આવ્યો નથી. જેને લઇને લાભાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે. આવાસનો કબ્જો સોંપવામાં ન આવે તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા 660 જેટલા આવાસ બનાવવામાં આવ્યા છે.

મેયરે પોતે સ્થળ પર આવીને તપાસ કરી ત્યારબાદ જ્યારે વચન આપ્યું હતું
મેયરે પોતે સ્થળ પર આવીને તપાસ કરી ત્યારબાદ જ્યારે વચન આપ્યું હતું

મેયરે વચન આપ્યું હતું
થોડા દિવસો અગાઉ લાભાર્થીઓ વિરોધ નોંધાવતા શહેરના મેયર હેમાલી બોઘાવાલા પોતે લાભાર્થીઓને મળવા માટે પહોંચ્યા હતા. સ્થાનિકોને સાંભળ્યા બાદ તેમને વચન આપ્યું હતું કે, આગામી દિવાળીના તહેવાર દરમિયાન ધનતેરસના દિવસે આ બધાં જ કુંભઘડા તમારા પોતાના આવાસમાં મૂકી દેવા એ પ્રકારની વ્યવસ્થા થઈ જશે. પરંતુ, કોન્ટ્રાક્ટર દ્વારા હજી પણ કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી. કોર્પોરેશન દ્વારા અમને કબ્જો સોંપવામાં આવ્યો નથી. મેયરે પોતે સ્થળ પર આવીને તપાસ કરી ત્યારબાદ જ્યારે વચન આપ્યું હતું. તે પણ પૂરું કરવામાં આવ્યું નથી. જેને લઇને સ્થાનિકો આત્મવિલોપન સુધીની વાત કરી રહ્યા છે.

કોન્ટ્રાક્ટર દ્વારા હજી પણ કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી
કોન્ટ્રાક્ટર દ્વારા હજી પણ કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી

મેઈન્ટેનન્સ પણ અપાઈગયું છે-લાભાર્થી
લાભાર્થી કેતન રાઠોડે જણાવ્યું કે, અમારી આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે. એક તરફ આવાસ માટેની જે લોન લીધી છે. તેના પણ હપ્તા ભરવા પડી રહ્યા છે, અને બીજી તરફ જ્યારે કબજો અમને સોંપવામાં આવ્યો નથી.તેને કારણે ભાડેથી મકાન રાખીને તેનું ભાડું પણ ચૂકવવું પડી રહ્યું છે. આવાસના રૂપિયા ચૂકવતી વખતે 50000 રૂપિયા ફ્લેટ દીઠ મેન્ટેનન્સ આપ્યું હતું. તેના 3 કરોડ 30 લાખ રૂપિયા કોર્પોરેશન પાસે છે. તેનો પણ તેઓ અમને કોઈ પણ પ્રકારનો હિસાબ આપી રહ્યા નથી. તે ખૂબ જ દુઃખદ બાબત છે. મેયર પોતે પણ જો અમને આશ્વાસન આપી ગયા બાદ પણ આવા જ લાભાર્થીઓને અપાવી ન શકતા હોય તો અમારે કોની પાસે જવું તે સમજાતું નથી. ગરીબ અને મધ્યમ વર્ગને રાહત થાય તેના માટે આ પ્રકારે આવા જ બનાવવામાં આવતા હોય છે. પરંતુ અમે તો બન્ને તરફ એક સરખા પીસાઈ રહ્યા છે.