સુરત:વેડરોડ ગુરૂકુળ પરિસરમાં જ ભગવાન જગન્નાથની 10મી રથયાત્રા યોજાઈ,ભાવિકોએ ઓનલાઈન ઝાંખી કરી

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભગવાન જગન્નાથની વિશેષ પૂજા અર્ચના કરાઈ
  • સેફ ડિસ્ટન્સ સાથે યજ્ઞમાં આહુતિ આપવામાં આવી

વેડરોડ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ વેડરોડ આજે 10મી રથયાત્રા નીકળી હતી. ભગવાન જગન્નાથજીને રથમા આરૂઢ કરી મહંત સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીએ આરતી ઉતારી હતી. પ્રભુ સ્વામીએ શ્રીફળ વધેરી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.ગુરુકુલના પરિસરમાં જ આ યાત્રા એક કલાક સુધી ફરી હતી. યોગાનુયોગ આજના દિવસે સ્વામિનારાયણ ગુરુકુળની 72 વર્ષ પહેલા ગુજરાતમાં સ્થાપના કરનાર શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામીના 119માં જન્મદિવસની પણ સાથે ઉજવણી કરાઈ હતી.રથયાત્રાની ભાવિકોએ ઓનલાઈન ઝાંખી કરી હતી.

દિવસભર વિશેષ પૂજન અર્ચન થયા
રથયાત્રાના દિવસે સ્વામિનારાયણ ગુરુકુળ વેડરોડ સુરત ખાતે વિવિધ ભક્તિમય આયોજન કરવામાં આવ્યાં હતાં. ગુરુકુલના મહંત સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીના સાનિધ્યમાં થયેલ આયોજનની વાત કરતા પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે, આજની આ વૈશ્વિક કોરોનાની મહામારીના સમયે લોકોને શાંતિ વિશેષ સુખ પ્રાપ્ત થાય આ ઉપરાંત ધંધા-રોજગાર ખૂબ સારી રીતે ચાલતા થાય એવી પ્રાર્થના સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણનો આજના દિવસે પંચામૃતથી અભિષેક કરાયો હતો

યજ્ઞમાં આહુતિ અપાઈ
ઉપરાંત મહંત સ્વામીએ ભગવાન જગન્નાથજીની આરતી ઉતારી અને પૂજન કર્યું હતું.  ભગવાન જગન્નાથજીના સાનિધ્યમાં યજ્ઞનું પણ આયોજન થયેલું જેમાં સંતો અને ભક્તો આજના કોરોનાનાં સેફ ડિસ્ટન્સ જાળવી અને યજ્ઞ નારાયણની આહુતિ આપીને મંગળ કામના કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...