ફરી સગીરા પીંખાઈ:સુરતમાં બે દિવસમાં બીજી બાળકી સાથે દુષ્કર્મ, શૌચાલય પાસે ઊભેલી 12 વર્ષની માસૂમને ચોકલેટની લાલચ આપી નરાધમે પીંખી

સુરત2 મહિનો પહેલા
સગીરા સાથે હેવાનિયતભર્યું કૃત્ય કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો હતો.
  • આરોપીને ઝડપી લઈ પોલીસે દુષ્કર્મ અને પોક્સો અંતર્ગત ગુનો દાખલ કર્યો

બાળકીઓ સાથેના અત્યાચારોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતમાં બે દિવસમાં બીજી બાળકી હેવાનિયતનો શિકાર બની છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા બરોડા પ્રિસ્ટેજ નજીક 12 વર્ષની સગીરા રાત્રિના સમયે શૌચાલય પાસે ઊભી હતી. એ દરમિયાન આરોપી સંતોષ ચૌહાણે સગીરાને ચોકલેટની લાલચ આપીને પકડી લીધી હતી. બાદમાં દુષ્કર્મની કલમ 376 મુંજબ ફરિયાદ નોંધાવાઈ છે. સગીરાની માતાની ફરિયાદના આધારે વરાછા પોલીસે ગુનો દાખલ કરીને આરોપી સંતોષ ચૌહાણને ઝડપી લઈને પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સગીરા સાથે જબરદસ્તી
બરોડા પ્રિસ્ટેજ પાસે જાહેર શૌચાલય પાસે સગીરા ઊભી હતી. સંતોષ નામનો ઇસમ એ સમયે ત્યાં ઊભો હતો અને તેની નજર આ માસૂમ સગીરા પર પડી હતી. સગીરાને જોતાંની સાથે જ તેને પોતાની હવસનો શિકાર બનાવવા માટે પ્રયાસ કર્યો હતો. સગીરાને નજીક જઈને ચોકલેટ બતાવી તેને લલચાવી હતી. સગીરા તેની નજીક આવતાંની સાથે જ તેણે પોતાની તરફ ખેંચી લીધી હતી. ત્યાર બાદ સંતોષ દ્વારા તેની સાથે શારીરિક છેડછાડ સાથે બળજબરી કરી હતી. બાદમાં સગીરાની માતાએ દુષ્કર્મની ફરિયાદ વરાછા પોલીસમાં નોધાવી હતી.

આરોપીને ગણતરીના સમયમાં ઝડપી લઈ કોરોના ટેસ્ટ કરી ધરપકડ કરાઈ હતી.
આરોપીને ગણતરીના સમયમાં ઝડપી લઈ કોરોના ટેસ્ટ કરી ધરપકડ કરાઈ હતી.

સગીરાએ જાણ કરતાં પરિવાર ચોંક્યો
સગીરાએ પોતાની સાથે બનેલી ઘટના અંગે પરિવારજનોને જાણ કરતાં તેઓ પણ ચોંકી ઊઠ્યા હતા. ઘટના અંગેની ફરિયાદ નોંધાવવા માટે પરિવારજનો પોલીસ સ્ટેશને પહોંચ્યાં હતાં. પોતાની બાળકી સાથે થયેલી ઘટનાને લઈને માતાએ વરાછા પોલીસ સ્ટેશનમાં હકીકત જણાવી ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતા જોતાં પોલીસે પણ 376 તેમજ પોક્સો કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.

પોલીસે આરોપી સામે પોક્સો સહિત દુષ્કર્મની પણ ફરિયાદ દાખલ કરી છે.
પોલીસે આરોપી સામે પોક્સો સહિત દુષ્કર્મની પણ ફરિયાદ દાખલ કરી છે.

આરોપીને ઝડપી લેવાયો
વરાછા એસીપી સી.કે.પટેલે જણાવ્યું કે, રાત્રિના સમય દરમિયાન જાહેર શૌચાલય પાસે 12 વર્ષીય સગીરાને બદ ઈરાદે પોતાની તરફ ચોકલેટ બતાવીને ખેંચી લીધા બાદ શારીરિક અડપલાં કર્યાં હોવાની ફરિયાદ આવી હતી, જેને ધ્યાનમાં રાખીને તપાસ કરતાં આરોપી સંતોષ ચૌહાણની ધરપકડ કરી લેવામાં આવી છે તેમજ કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. સગીરા હોવાને કારણે આરોપી સામે પોક્સોની કલમ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...