તસ્કરી:સુરતના વરાછા વિસ્તારમાં દુકાનના પાછળના ભાગે આવેલા સિમેન્ટના પતરા તોડીને ત્રાટકેલા તસ્કરોએ 7 લાખથી વધુની ચોરી કરી

સુરત2 વર્ષ પહેલા
વરાછા વિસ્તારમાં આવેલી દુકાનમાં ચોરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. - Divya Bhaskar
વરાછા વિસ્તારમાં આવેલી દુકાનમાં ચોરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
  • રાત્રિના સમયે થયેલી ચોરીની સવારે જાણ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી

વરાછા વિસ્તારમાં આવેલી અશોક ટ્રેડિંગ નામની સોપારી અને કરિયાણાની દુકાનમાં તસ્કરો ત્રાટકે છે. રાત્રિના સમયે દુકાનના પાછળના ભાગે આવેલા સિમેન્ટના પતરા તોડીને ત્રાટકેલા તસ્કરોએ સાત લાખથી વધુની ચોરી કરી છે. તસ્કરોએ દુકાનના ટેબલના ખાનામાં રાખેલી રોકડ રકમ ચોરીની નાસી જાય છે. તસ્કરોએ દુકાનમાં અન્ય કોઈ સામાનની ચોરી કરી નથી. સમગ્ર ઘટના અંગે સવારે પહોંચેલા દુકાનદારને જાણ થાય છે. નવ વાગ્યે પહોંચેલા દુકાનદાર દોષી જીતેન્દ્રભાઈ હરિલાલને જાણ થતાં પોલીસેને 100 નંબર પર જાણ કરી હોય છે. જેથી કાપોદ્રા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

દુકાનની પાછળના ભાગે આવેલા પતરાં તોડીને તસ્કરો ત્રાટક્યાં હતાં.
દુકાનની પાછળના ભાગે આવેલા પતરાં તોડીને તસ્કરો ત્રાટક્યાં હતાં.

દિવાળી નજીક આવતા ચોરીના બનાવમાં વધારો
દિવાળી નજીક આવતાં જ તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. દિવસે ને દિવસે ચોરીના બનાવો વધી રહ્યાં છે જેમાં કાપોદ્રા વિસ્તારમાં આવેલી અશોક ટ્રેડિંગ નામની દુકાનમાં ચોરીની ઘટના બની હતી. જેમાં તસ્કરોએ સાત લાખથી વધુની રોકડ ચોરીને નાસી ગયા હતાં. કાપોદ્રા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

રાત્રિના સમયે ચોરી થઈ
દોષી જીતેન્દ્ર હરિલાલએ કહ્યું કે, સોપારી, ખાંડ અને તેલ સહિતની વેચાણની દુકાન છે. રાત્રે સાડા આઠેથી ગયા હતા અને બાદમાં ચોરી થઈ હતી.ગલ્લામાં રહેલા રોકડા સાત લાખ ઉપરની ચોરી થઈ હતી. સવારે જાણ થતાં 100માં પોલીસને ફોન કરતાં પોલીસે આવીને તપાસ હાથ ધરી છે. રોકડ સિવાય કોઈ નૂકસાન ન થયું હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.