ભાસ્કર ઓરિજિનલ:‘પહેલો સગો પાડોશી’ કહેવત ખોટી ઠરી; સુરતમાં 1 વર્ષમાં બાળકી-સગીરા પર દુષ્કર્મના 41માંથી 24 કેસમાં પાડોશી-સંબંધીઓ જ

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એક વર્ષમાં બળાત્કારના 97 ગુના, 41 બાળકીઓ-સગીરા ભોગ બની, રેપ વીથ મર્ડરના 3 કેસમાં ફાંસી થઈ, વધુ એક કેસમાં સજાનો ચુકાદો 29મીએ
  • શહેરમાં સૌથી વધુ અમરોલીમાં 14, લિંબાયતમાં 8, વરાછા-સરથાણામાં 7-7 બળાત્કારના ગુના નોંધાયા
  • મે-જૂન માસમાં બાળકીઓ પર રેપના કેસ વધુ નોંધાયા
  • સ્કૂલોમાં શરૂ કરાયેલા ગુડ ટચ બેડ ટચ કાર્યક્રમમાં બાળકીઓએ આપવીતી વર્ણવી

શહેરમાં છેલ્લા 1 વર્ષમાં જ નાની બાળકીઓથી લઈ કિશોરીઓ પર રેપના 41 ગુનાઓમાંથી 24 કેસમાં હવસખોરો પાડોશી જ છે. બાકી અમુક ગુનાઓમાં આરોપી તરીકે સગા બાપ કે સંબંધી માસા, ફુવાનો ભાઈ કારખાનેદાર, પ્રેમી તેમજ માજી કોર્પોરેટરનો ભત્રીજો છે. કેટલાક કેસમાં તો બાળકીને ગર્ભવતી પણ બનાવી દેવામાં આવી છે, જ્યારે અમુક કેસોમાં નોકરી અપાવવાના નામે કિશોરીઓનું શોષણ કરાતું હોવાનું પણ સામે આવ્યું છે.

નાની બાળકી પર થયેલા બળાત્કારના એક કેસમાં પાડોશી યુવક એકલો રહે છે અને બાળકી એકલી હોય તેવા સમયે તેને ચોકલેટ બિસ્કિટ, પૈસા જેવી લાલચ આપી શિકાર બનાવી હતી. પાંડેસરા અને હજીરામાં બે કિસ્સાઓમાં તો નરાધમે નાની બાળકીને પીંખી નાખી કરપીણ હત્યા પણ કરી છે. આવા કેસોમાં સુરતની કોર્ટે ફાંસીની પણ સજા ફટકારી છે.

  • 24 પાડોશી જ આરોપી
  • 8 લગ્નની લાલચે
  • 9 પિતા અને અન્ય સંબંધી
  • 56 અન્ય કિસ્સા
ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

મે-જૂન માસમાં બાળકીઓ પર રેપના કેસ વધુ નોંધાયા

2021સગીરપુખ્યટોટલછેડતી
જાન્યુઆરી4152
ફેબુઆરી19103
માર્ચ48125
એપ્રિલ38118
મે639-
જુન66122
જુલાઇ5492
ઓગસ્ટ4363
સપ્ટેમ્બર1344
ઓકટોબર3364
નવેમ્બર5591
ડિસેમ્બર1323

ગુડ ટચ બેડ ટચના અભિયાન બાદ પણ શહેરમાં ઘણા ગુના નોંધાયા
ગુડ ટચ બેડ ટચના અભિયાન બાદ પણ શહેરમાં ઘણા ગુના નોંધાયા છે. ખાસ કરીને માસૂમ બાળકીઓ પર થતા બળાત્કાર અને ત્યાર બાદ તેમની હત્યા કરવાના કિસ્સા વધી રહ્યા છે. આવા નરાધમોને બોધપાઠ ભણાવવા માટે સ્થાનિક કોર્ટ પણ ઝડપી ચુકાદા આપી રહી છે, જે એક સારું પાસું છે. જો કે, પોલીસના ચોંપડે નોંધાયેલા આંકડા જ દર્શાવી રહ્યા છે કે, બાળકી કે તરૂણીઓ પર થતાં બળાત્કારના કિસ્સાઓમાં મોટા ભાગે સગાસંબંધી કે પરિચિત વ્યક્તિ જ આરોપી હોય છે.

છેલ્લા એક વર્ષમાં શહેરના 29 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બળાત્કારના ગુના

પો. સ્ટે.રેપ કેસ
અમરોલી14
લિંબાયત8
વરાછા7
સરથાણા7
પાંડેસરા6
અડાજણ6
કતારગામ5
ડિંડોલી5
ચોકબજાર4
પુણા4
ખટોદરા4
સચીન GIDC3
ઉધના1
સચીન1
લાલગેટ2
મહિલા પોલીસ1
સલાબતપુરા3
મહીધરપુરા1
કાપોદ્રા2
ડુમસ2
ગોડાદરા2
અઠવા2
હજીરા1
જહાંગીરપુરા2
સીગણપોર1
રાંદેર3

કામદારોના વિસ્તારમાં સૌથી વધુ કેસ

વિસ્તારબાળકીની ઉમંરચાર્જશીટનો સમયગાળોપોલીસ સંખ્યા
પાંડેસરાઅઢી વર્ષ (રેપ-મર્ડર)7 દિવસ10
પાંડેસરા10 વર્ષ (રેપ-મર્ડર)10 દિવસ10
સચીન GIDC4 વર્ષ (રેપ)13 દિવસ6
સચીન GIDC5 વર્ષ (રેપ)15 દિવસ4
સચીન GIDC4 વર્ષ (રેપ)20 દિવસ4

​​​​​ખાસ કરીને શ્રમજીવીઓના વિસ્તારોમાં નાની બાળકીઓને નરાધમો સરળતાથી નિશાન બનાવી લેતા જોવા મળી રહ્યા છે, કારણ કે, અહીં માતા-પિતા મોટા ભાગે મજૂરી કામે ગયા હોવાથી તેમજ બાળકીઓ ઘરની બહાર રમતી હોવાથી તેમની દેખરેખ માટે આસપાસ ભાગ્યે જ કોઈ રહેતું હોય છે. આથી નરાધમો બાળકીઓનું અપહરણ કરી બળાત્કાર ગુજારી હત્યા કરતા પણ અચકાતા નથી. કેટલાક ગુનાઓમાં તો તરુણીને ગર્ભવતી પણ બનાવી દેવાઈ છે.