સુરત:ફાયનાન્સની લોનના બાકી હપ્તાની ઉઘરાણી કરવા ગયેલા એજન્ટ પર પર હુમલો કરાયો

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. - Divya Bhaskar
ઉમરા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
  • લાકડાના ફટકા વડે હુમલો કરી ઈજા પહોંચાડાતા ફરિયાદ દાખલ કરાઈ

બજાજ ફાઇનાન્સમાંથી લીધેલી લોનના બાકી હપ્તાની ઉધરાણી કરવા ગયેલા એજન્ટ પર લોન લેનારે લાકડાના ફટકા વડે હુમલો કરી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ ઉમરા પોલીસમાં નોંધાઈ છે.જેના આધારે પોલીસે વધુ તપાસ આદરી છે.

લોનના ત્રણ હપ્તા ભર્યા નહોતા
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મગદલ્લા વીઆર મોલ સામે આવેલા ઇ.ડબ્લ્યુ.એસ આવાસમાં રહેતા મુકેશ પવનલુત તિવારી બજાજા ફાઇનાન્સ કંપનીમાં એજન્ટ તરીકે નોકરી કરે છે. તેમની કામગીરી લોનના બાકી હપ્તા વસુલ કરવાની છે. વેસુ એલપી સવાણી સ્કૂલ પાસે આવેલી મુક્તાનંદ સોસાયટીમાં રહેતા નિધિષ સોલંકીઅ બજાજા ફાઇનાન્સમાંથી લોન લીધી હતી. બાદમાં ત્રણ જેટલા હપ્તા ભર્યા નહોતા.

ઉધરાણી માટે જતા હુમલો કરાયો
આ નાણાની ઉધરાણી કરવાનું કામ કંપનીએ મુકેશને આપ્યું હતું. શુક્રવારે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં મુકેશ પોતાના મિત્ર સૌરભ સાથે નિધિષના ઘરે ઉધરાણી માટે ગયો હતો. પરંતુ તે ઘરે ન હોવાથી પરત આવતો હતો ત્યારે નિધિષે ફોન કરીને હિસાબ કરી જવા માટે કહેતા મુકેશ અને તેનો મિત્ર ફરીવાર તેના ઘરે નિધિષે આ બંને પર લાકડાના ફટકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે ઉમરા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.