તસ્કરી:સુરતના ઉધના વિસ્તારમાં ઈલેક્ટ્રીક મોટર રિપેરીંગની દુકાનમાં તસ્કરોએ કરેલી ચોરી CCTVમાં કેદ

સુરતએક વર્ષ પહેલા
દુકાનનું શટ્ટર ઊંચુ કરીને તસ્કરોએ ચોરી કરી હતી. - Divya Bhaskar
દુકાનનું શટ્ટર ઊંચુ કરીને તસ્કરોએ ચોરી કરી હતી.
  • 50 હજારની કિંમતની ઈલેક્ટ્રિક મોટરની ચોરી કરાઈ

ઉધના વિસ્તારમાં આવેલી મોટર રિપેરીંગની દુકાનમાં ચોરીની ઘટના બની છે. અજાણ્યા ઈસમો દુકાનનું શટર તોડી દુકાનમાંથી અંદાજીત 50 હજારની મોટર ચોરી કરી ફરાર થઇ ગયા છે. ચોરીની આ ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ જવા પામી છે.જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મોટરની ચોરી થઈ
સુરતના ઉધના વિસ્તારમાં રહેતા પરેશભાઈ ઉધના ગામ પાસે મોટર રિપેરીંગની દુકાન ધરાવે છે. તેઓની દુકાનમાં ચોરીની ઘટના બની છે. અજાણ્યા ઈસમો દુકાનનું શટર તોડી દુકાનમાં પ્રવેશ્યા હોય છે અને દુકાનમાંથી અંદાજીત 40 થી 50 મોટરો કે જેની કિંમત અંદાજીત 50 હજાર જેટલી થાય છે તે ચોરી કરી ફરાર થઇ ગયા હોય છે.

CCTVમાં તસ્કરો કેદ થયા
બીજા દિવસે દુકાન માલિકને ચોરીની જાણ થતા તેઓએ આસપાસ લાગેલા CCTV કેમેરા તપાસ્યા હતાં. જેમાં અજાણ્યા ઇસમો ચોરી કરતા નજરે ચડ્યા હતા આ ઘટના બાદ દુકાન માલિકે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.