કહીં ખુશી કહીં ગમ:​​​​​​​સુરતની ઉધના, કામરેજના ઉમેદવારો બદલાયાં, ઝાલાવડિયાને લોકોનો રોષ તો પાનસેરિયાની સેવાની નોંધ લેવાઈ

​​​​​​​સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડાબે પ્રફુલ પાનસેરિયા અને જમણે વી ડી ઝાલાવડિયા (ફાઈલ તસવીર) - Divya Bhaskar
ડાબે પ્રફુલ પાનસેરિયા અને જમણે વી ડી ઝાલાવડિયા (ફાઈલ તસવીર)

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભાજપે 182માંથી 160 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. બીજી તરફ કોંગ્રેસની બીજી યાદીની રાહ જોવાઈ રહી છે. ત્યારે આજે ભાજપે જાહેર કરેલી યાદીમાં સુરતના 11 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં છે. જેમાંથી 9 ચહેરાઓને રિપીટ કરવામાં આવ્યાં છે. જ્યારે માત્રે બે જ બેઠકના એટલે કે ઉધના અને કામરેજના ઉમેદવારોને બદલવામાં આવ્યાં છે. ઉધના બેઠકના વિવેક પટેલ અને કામરેજથી ઝાલાવડિયાની જગ્યાએ મનુ પટેલ અને પ્રફુલ પાનસેરિયાને ટિકિટ ભાજપે આપી છે.

ઝાલાવડિયા પ્રત્યેની કાર્યકરોની નારાજગીથી ટિકિટ કપાઈ હોવાનું કહેવાઈ રહ્યું છે.
ઝાલાવડિયા પ્રત્યેની કાર્યકરોની નારાજગીથી ટિકિટ કપાઈ હોવાનું કહેવાઈ રહ્યું છે.

ઝાલાવડિયા સામે રોષ હતો
સુરતની કામરેજ બેઠક પરથી ભાજપે વી ડી ઝાલાવડિયાની ટિકિટ કાપી છે. વી વી ઝાલાવડિયા સતત વિવાદોમાં રહ્યાં હતાં. રેતી ખનનમાં પિતા-પુત્રના અવારનવાર નામ ચગ્યાં હતાં. સાથે જ કોરોના કાળ દરમિયાન તેમની કામગીરી પણ યોગ્ય રહી નહોતી. જેથી લોકોમાં સતત ઝાલાવડિયા સામે રોષ જોવા મળતો હતો. આ રોષને પારખીને ભાજપ દ્વારા તેની ટિકિટ કાપવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ કાર્યકરોમાં પણ છૂપો રોષ ફેલાયો હતો.

વિવેક પટેલને ઉધનાથી રિપીટ કરાયા નથી.
વિવેક પટેલને ઉધનાથી રિપીટ કરાયા નથી.

વિવેકનો કોઈ વિવાદ નહોતો
ઉધના બેઠક પરથી ગત ટર્મમાં જીતેલા વિવેક પટેલની ટિકિટ ભાજપે રિપીટ કરી નથી. વિવેક પટેલનો કાર્યકાળ એકદમ પારદર્શી રહ્યો છે. કોરોનાકાળ દરમિયાન પણ તેમની સારી કામગીરી રહી હતી. સતત લોકોની સાથે રહીને કામ કરનાર વિવેક પટેલ સોશિયલ મીડિયામાં જોઈએ તેટલા એક્ટિવ નહોતા. જેની પણ કદાચ ભાજપના મોવડી મંડળે ગંભીર નોધ લીધી હોય અને ટિકિટ કાપી હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

ભાજપના પક્ષ પ્રમુખ પાટીલે પાનસેરિયાના વખાણ કરતાં ટ્વિટ કર્યું હતું.
ભાજપના પક્ષ પ્રમુખ પાટીલે પાનસેરિયાના વખાણ કરતાં ટ્વિટ કર્યું હતું.

સન્નિષ્ઠ કાર્યકર તરિકેની નોંધ ફળી
કામરેજ બેઠક પરથી પાટીદાર આંદોલનના કારણે પ્રફુલ પાનસેરિયાને ટિકિટ નહોતી મળી. પરંતુ પાનસેરિયાએ તેનું માઠું લગાવ્યા વગર સતત પાંચ વર્ષ સુધી કામગીરી કરી હતી. કોરોનાકાળ દરમિયાન પણ તેની કામગીરીની નોધ લેવાઈ હતી. તો ગ્રીષ્મા હત્યા કેસ વખતે પણ તે સતત પરિવારની સાથે રહ્યાં હતાં. વળી છેલ્લે ટિકિટ માગતી વખતે પણ જે શાલિનતા પ્રફુલ પાનસેરિયાએ દાખવી તેની નોધ પક્ષ પ્રમુખ પાટીલે પણ લીધી હતી. ટ્વિટર કરીને કાર્યકરોને શાનમાં સમજાવવા સાથે વખાણ પણ કર્યા હતાં.

ઉધનામાં મનુ પટેલને ટિકિટ
ઉધના બેઠક પર ફોગવાની સ્થાપના કરનાર મનુ પટેલને ભાજપે ટિકિટ આપી છે. કડવા પાટીદાર આગેવાન એવા મનુ પટેલ એસ એસ સી પાસ છે. 1994થી તેઓ ભાજપના સક્રિય કાર્યકર છે. સાથે જ 2005થી 10 સુધી પાલિકાના કાઉન્સિલર પણ રહી ચૂક્યા છે. સાથે જ વોર્ડ 23 અને 11ના પ્રભારી પણ રહી ચૂક્યા છે. 2022થી શહેર ભાજપના ઉપપ્રમુખ તરિકેની જવાબદારી પણ નિભાવી રહ્યાં છે.ઉમિયા ધામ ભાઠેના અને વરાછાના મેનેજીંગ કમિટીમાં પણ છે. તથા ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ એસોસિએશનના સ્થાપણ પણ છે.

મનુ પટેલ અગાઉ કોર્પોરેટર હતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સુરતની ઉધના મતવિસ્તારમાં ભાજપે જે ઉમેદવાર જાહેર કર્યા છે તે ઉમેદવાર ભાજપ સામે પાલિકાની ચૂંટણી જીતી ચૂક્યા છે. આટલું જ નહીં ભાજપ માટે તેમની ટિકિટ મળી ત્યારે તેઓ હારી પણ ચૂક્યા છે. ભાજપ સામે આંદોલન કરનાર ટિકિટ આપી છે.ભાજપે જે ઉમેદવાર જાહેર કર્યા છે તે મનુ ફોગવા 2005 થી 2010 વચ્ચે આંજણા કોંગ્રેસના કોર્પોરેટર રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓએ ભાજપ સરકાર સામે ફોગવાનું આંદોલન કર્યું હતું. ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા હતા અને ભાજપમાંથી પાલિકાની ટિકિટ પણ મળી હતી પરંતુ તે ભાજપમાંથી હારી ગયા હતા.જેને હાલ ભાજપે ઉધના વિધાનસભાના ઉમેદવાર જાહેર કરતા કાર્યકરોમાં અનેક ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...