• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat Udha Station To Be Redeveloped At A Cost Of Rs 1285 Crore 14 Developers Including Adani Showed Interest In Pre bid Meeting

એરપોર્ટ જેવી સુવિધા:સુરત-ઉધના સ્ટેશનને 1285 કરોડના ખર્ચે રિડેવલપ કરાશે પ્રી-બીડ મીટિંગમાં અદાણી સહિતના 14 ડેવલપરે રસ દાખવ્યો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેશનોમાં બેસ્ટ કનેક્ટિવિટી, મલ્ટિ-ટ્રાન્સપોર્ટ ઇન્ટિગ્રેશન જેવી સુવિધાઓ હશે

ઈન્ડિયન રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશને સુરત અને ઉધના સ્ટેશનને 1285 કરોડના ખર્ચે 4 વર્ષમાં રિડેવલપ કરીને પેસેન્જરોને ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવી સુવિધા આપવાની યોજના અમલમાં મૂકી છે. બુધવારે યોજાયેલી પ્રી-બીડ બેઠકમાં અદાણી સહિતના 14 ડેવલપર્સે બંને સ્ટેશનને રિડેવલપ કરવા તૈયારી દેખાડી છે. રેલવેના એમડી એસ.કે. લોહિયાએ કહ્યું કે બંને સ્ટેશનને ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવા બનાવી પેસેન્જરોને અત્યાધુનિક સુવિધા અપાશે. સ્ટેશનોમાં સારી કનેક્ટિવિટી, મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટ ઇન્ટિગ્રેશન, રિટેલ, રિયલ એસ્ટેટને વેગ આપવા સાથે રોજગારીની તકો પણ ઊભી થશે, જેનાથી સામાજિક-આર્થિક પરિવર્તનની પણ શરૂઆત થશે.

ઇન્ટરનેશનલ એરપોર્ટની જેમ બંને સ્ટેશન 4 વર્ષમાં વિકસાવવા ટાર્ગેટ
સુરત ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન ડેવેલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે (SITCO) સુરત મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટ હબ (MMTH) તરીકે વિકસાવાશે. જેમાં સરળ અને સુવિધાયુક્ત પ્રવેશ, વધુ સારી કનેક્ટિવિટી, વરાછા તરફના વિસ્તારોને જોડવા નવો પૂર્વ-પશ્ચિમ માર્ગ, પ્લેટફોર્મ, બસ ટર્મિનલ, પેસેન્જર ઇન્ટરચેન્જ પ્લાઝાના રૂપમાં સેન્ટ્રલ કોનકોર્સ અને વોક-વે બનાવાશે. મુસાફરો માટે બીઆરટીએસ/સિટી બસ ટર્મિનલ, મેટ્રો, પાર્કિંગ, મનોરંજન વિસ્તાર વગેરે સુવિધા હશે. સુરત માટે કુલ 3,40,131 ચોરસ મીટર અને ઉધના માટે 7,38,088 ચોરસ મીટર ઉપલબ્ધ છે, જેમાં સુરત MMTH રેલવે સ્ટેશનનો બિલ્ટ અપ એરિયા (બીયુએ) આશરે 4,65,000 ચોરસ મીટર અને ઉધના રેલવે સ્ટેશનનો બિલ્ટ અપ એરિયા માટે 37,175 ચોરસ મીટર હશે.

પ્રી-બીડ મીટિંગમાં આ 14 ડેવલપર્સ જોડાયા

  • અદાણી ગ્રુપ
  • કલ્પતરૂ ગ્રુપ
  • ક્યુબ કન્સ્ટ્રક્શન્સ
  • જેકેબી ઈન્ફ્રા
  • જીએમઆર
  • એમબીએલ ઈન્ફ્રા
  • મોન્ટે કાર્લો
  • જી.આર. ઈન્ફ્રા
  • થોર્ટ ઈન્ફ્રા
  • પીએસપી પ્રોજેક્ટ્સ
  • વર્ચ્યુસ રિટેલ સાઉથ એશિયા
  • સિક્કા એસોસિએટ્સ
  • એગીસ ઇન્ડિયા
  • એડ્રોઇટ ફાઇનાન્સિયલ.
અન્ય સમાચારો પણ છે...