આસામમાં મેખલા સાડી પર પ્રતિબંધ:સુરતના વેપારીઓ મુશ્કેલીમાં, ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ દિલ્હી સુધી રજૂઆત કરવા જશે

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક
મેખલા સાડી ઉપર મુકાયેલા પ્રતિબંધને લઈને ટેક્સટાઇલ ઉદ્યોગકારોને આર્થિક નુકસાન. - Divya Bhaskar
મેખલા સાડી ઉપર મુકાયેલા પ્રતિબંધને લઈને ટેક્સટાઇલ ઉદ્યોગકારોને આર્થિક નુકસાન.

આસામ સરકાર દ્વારા સુરતથી મોકલવામાં આવતી મેખલા સાડી પર પ્રતિબંધ મુકવામાં આવતા આસામ પ્રતિનિધિ મંડળ સહિત ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન (FOSTTA) પ્રતિબંધ હટાવી સમય મર્યાદાની માંગ સાથે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોહિલને રજૂઆત કરનાર છે. અગાઉ કેન્દ્રીય રાજ્ય કાપડ મંત્રી દર્શના જરદોષ, સાંસદ સી આર પાટીલને રજૂઆત કરાઈ હતી. પરંતુ કોઈ નિવારણ નહીં આવતા આખરે રોષે ભરાયેલા વેપારી પ્રતિનિધિ મંડળ કેન્દ્રીય કાપડ મંત્રી ગોહિલ પાસે આશા રાખી રજૂઆત કરવા જનાર છે.

મેખલા સાડીને લઈને વેપારીઓ મુશ્કેલીમાં
હાલમાં જ આસામ સરકાર દ્વારા સ્થાનિક હસ્તકલા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સુરતથી મોકલવામાં આવતી મેખલા સાડીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સુરતમાં તૈયાર થતી મેખલા સાડીઓની પડતર કિંમત આસામના સ્થાનિક સ્તરે તૈયાર કરવામાં આવતી સાડીઓ કરતા ઓછી હોવાથી સુરતની સાડીઓની માંગ વધી છે. સુરતથી તૈયાર થતી મેખલા સાડીની કિંમત 300થી 400 રૂપિયા હોય છે. જેથી આ સાડી સામાન્ય માણસ ખરીદી કરી શકે છે પરંતુ આસામના સ્થાનિક સ્તરે તૈયાર કરવામાં આવતી સુરતની સાડી કરતા 10 ગણા મોંઘી હોવાથી સ્થાનિક સ્તરે અસર જોવા મળી રહી છે. જેને લઈને આસામ સરકારે સ્થાનિક હસ્તકલા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સુરતથી મોકલવામાં આવતી મેખલા સાડીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

ગરીબ અને મધ્યમ વર્ગ સારો વિકલ્પ
FOSTTA પ્રમુખ મનોજ અગ્રવાલે જણાવ્યું કે આસામ સરકાર દ્વારા સુરતથી મોકલવામાં આવતી મેખલા સાડી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવતા મૂળ આસામના વતની અને સુરત ટેક્સટાઇલ કાપડ માર્કેટમાં છેલ્લા 40 વર્ષથી મેખલા સાડીના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓની પરિસ્થિતિ કફોડી બની છે. વેપારીઓ માનવું છે કે વર્ષોથી તેઓ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં મેખલાનો વેપાર કરતાં આવી રહ્યા છે. સુરતથી આસામમાં મેખલા સાડીનો કરોડો રૂપિયાનો વેપાર થતો આવ્યો છે. જ્યારે સુરતથી તૈયાર થતી સાડીની કિંમત આસામમાં હેન્ડ વર્કથી તૈયાર થતી સાડીની કિંમત કરતા 10 ગુણા ઓછી છે. ગરીબમાં ગરીબ સામાન્ય માણસ સુરતથી મોકલવામાં આવતી સાડીની ખરીદી કરી શકે છે. જ્યારે આસામમાં જ હેન્ડ વર્કથી તૈયાર થતી સાડીની બજાર કિંમત 3 હજારથી 30 હજાર રૂપિયા છે.આ સાડી માત્ર અપર ક્લાસના લોકો જ ખરીદી શકે છે.જ્યારે સુરતથી મોકલવામાં આવતી સામાન્ય ગરીબ મધ્યમ વર્ગ માણસ ખરીદી કરી શકે છે.

ઓર્ડર કરેલા માલને મોકલ્યા બાદ પૈસા મળ્યા નથી
વેપારીઓની માંગ છે કે આસામ સરકારે અચાનક સુરતથી મોકલવામાં આવતી મેખલા સાડી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવતા અમને કોઈ ઓર્ડર મળી રહ્યા નથી તેમજ જે ઓર્ડરની ડિલિવરી થઈ ગઈ છે. તેના માલના પૈસા પણ નથી આવી રહ્યા છે. હાલ વેપારી, વિવર્સ મેખલા સાડીનો પૂરતો સ્ટોક છે સરકારે નિર્ણય લેવા પહેલા સમયગાળો આપવો જોઈએ. સરકારના નિર્ણયથી મેખલા સાડીનો વેપાર કરતા વેપારીઓની હાલત ખૂબ જ કફોડી બની છે. મેખલા સાડીનો વેપાર ઠપ્પ થઈ ગયો છે. રજૂઆત કર્યા બાદ પણ કોઈ ઉકેલ નહીં આવતા વેપારીઓની ચિંતા વધી છે. આજરોજ સુરત ટેક્સટાઇલ માર્કેટ ખાતે ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન (FOSTTA) આસામ પ્રતિનિધિ મંડળ દ્વારા આસામ સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને રદ કરી અને સુરતી તૈયાર મોકલવામાં આવતી મેખલા સાડી પર પ્રતિબંધ હટાવી સમય મુદતની માંગને લઈ કેન્દ્રીય કાપડ મંત્રી પિયુષ ગોહિલને રજૂઆત કરવા અંગે બેઠક યોજાઈ હતી.FOSTTA આસામ પ્રતિનિધિ મંડળ કેન્દ્રીય કાપડ મંત્રી પિયુષ ગોહિલને આ માંગને લઈ દિલ્હીમાં રજૂઆત કરવા જનાર છે.

અન્ય સમાચારો પણ છે...