તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌર ઊર્જામાં દેશમાં સુરત અવ્વલ:18 હજારથી વધુ પ્લાન્ટમાં કુલ 85.50 મેગાવોટ વીજ ઉત્પાદન, વાર્ષિક 83 લાખ યુનિટ વીજળી ઉત્પન્ન થાય છે

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક
પાર્કિંગ શેડ ઉપર જ સોલાર પ્લાન્ટ - Divya Bhaskar
પાર્કિંગ શેડ ઉપર જ સોલાર પ્લાન્ટ
 • રોજ 25 હજાર ઘરોને ચાલે એટલી ઊર્જા તો સુરત સૂર્યથી જ મેળવે છે

શહેરને 2010માં નવીનીકરણ ઉર્જા મંત્રાલયે ડેવલોપમેન્ટ ઓફ સોલાર સિટીઝ પ્રોગ્રામ હેઠળ ‘સોલાર સિટી’ તરીકે જાહેર કર્યું ત્યારથી સુરત મહાપાલિકા 55 સ્થળો ખાતે 6 મેગા વોટ ક્ષમતાના રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટસ સ્થાપિત કરી વર્ષે 83 લાખ યુનિટનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. જેથી પાલિકાને વાર્ષિક 5.20 કરોડની વીજબીલમાં બચત થઈ રહી છે. સોલાર પાવર પ્લાન્ટ્સ થકી વાર્ષિક 7 હજાર ટન કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન થતું અટકી રહ્યું છે.

ચાલુ વર્ષે પાણી પૂરવઠા વ્યવસ્થામાં વધુ પાંચ જળ વિતરણ મથકો ખાતે 1 મેગાવોટ ક્ષમતાનો સોલાર પ્લાન્ટ્સનું આયોજન છે. જ્યાં વાર્ષિક 13 લાખ જેટલું વીજ ઉત્પાદન થશે અને પાણી પૂરવઠા વ્યવસ્થામાં વીજ જરૂરીયાતમાં રૂપિયા 84 લાખની બચત થશે.

ગુજરાત રાજ્યમાં રૂફ ટોપ ઈન્સ્ટોલેશનમાં સુરત શહેરનો 11.63 ટકા ભાગ છે. જ્યારે ભારતમાં 2.77 ટકા ભાગ છે. દેશના 36 રાજ્યોમાં પણ સોલાર પાવર પ્લાન્ટસમાં ગુજરાત સૌથી વધુ 735.18 મેગા વોટ ક્ષમતા ધરાવે છે તેમાં મોખરાનું સ્થાન સુરત શહેરનું રહ્યું છે. કેમ કે, પાલિકા સાથે ટોરંટ, ડીજીવીસીએલ મળીને કુલ 85.52 મેગા વોટ ક્ષમતા ધરાવે છે.લોકોને પાણી પુરવઠો પુરો પાડતાં જળ વિતરણ મથકોના વીજ ખર્ચને પહોંચી વળવા માટે ગ્રીન ઉર્જાનો ઉપયોગ કરવા પાલિકાએ એક મેગા વોટ સોલાર પાવર પ્લાન્ટ ચાલુ વર્ષે સાકાર કરવાની શરૂઆત કરી દીધી છે. તેમાં, મુખ્યત્વે પાંચ જળ વિતરણ મથકોમાં ડીંડોલી જળ વિતરણ મથક, વડોદ, ડભોલી, ઉધના જળ વિતરણ મથક અને પાલ જળ વિતરણ મથકો પર સોલાર પાવર પ્લાન્ટ નાંખવામાં આવી રહ્યાં છે.

4 કેવીની પેનલથી 1 ઘરની વીજ કોસ્ટ 100 ટકા સુધી ઘટી શકે
ગ્રાઉન્ડ પલ્સ 1 ફ્લોરવાળા 5 બેડરૂમના એક મકાનમાં 2 એસી, 7 પંખા, માઈક્રોવેવ, ઘરઘંટી, 2 ટીવી, 2 ફ્રીજ સહિતની સગવડ હોઈ, તેવા ઘરમાં 4 કેવીની સોલાર પેનલ લગાડવામાં આવે તો 80 થી 100 ટકા સુધી વીજ બિલમાં રાહત મળી શકે છે.

વિન્ડ અને સોલાર મળી કુલ 35 હજાર ઘરોને રોશન કરી શકાશે
બે બીએચકેના એક ઘરમાં વિજ ભાર ત્રણ થી સાડા ત્રણ કિલો રહે છેે. આવા 25 હજાર ઘરોને 85.52 મેગા વોટ ક્ષમતા હોય તો વિજળી સપ્લાઇ પૂરી પાડી શકાય છે. 32.4 મેગા વોટ વિન્ડ પાવર પ્લાન્ટને લીધે 10 હજાર ઘરોમાં વીજ સપ્લાઇ પૂરી પાડી શકાય છે.

સુરત પાલિકા 33 ટકા હિસ્સો રિન્યુએલબ ઉર્જાથી મેળવે છે
32.4 મેગા વોટ ક્ષમતાના 5 સ્થળોએ વિન્ડ પાવર પ્લાન્ટસ સ્થાપિત છે જેથી પાલિકાને વાર્ષિક 7.84 કરોડ વીજ બચત થાય છે. જેને પરિણામે 35 કરોડની વાર્ષિક વીજ બિલની બચત થઈ રહી છે. પાલિકા 33 ટકા થી વધુ હિસ્સો રીન્યુએબલ ઉર્જામાંથી પ્રાપ્ત કરે છે.

ગુજરાતમાં રૂફ ટોપ ઈન્સ્ટોલેશનમાં સુરતનો ફાળો 11.63 ટકા
રૂફ ટોપ ઇન્સ્ટોલેશનમાં ગુજરાતમાં સુરત પાલિકાનો ફાળો 11.63 ટકા અને દેશના 2.77 ટકા છે. જ્યારે દેશના 36 રાજ્યોમાં રૂફ ટોપ ઇન્સ્ટોલેશનમાં ગુજરાત આગળ છે

રાજ્યમેગા વોટ
ગુજરાત735.18
રાજસ્થાન356.28
મહારાષ્ટ્ર262
તામિલનાડુ247.49
કર્ણાટક232
ઉત્તર પ્રદેશ225
દિલ્હી167.5
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો