તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊર્જાના તહેવાર પર વિશેષ:વિશ્વના 3 સુપર પાવર ચીન, બ્રિટન અને ફ્રાંસને પરમાણુ રિએક્ટર આપી રહ્યું છે ‘સુરત’

સુરત5 મહિનો પહેલાલેખક: લવકુશ મિશ્રા
 • કૉપી લિંક
ભાસ્કરમાં પહેલીવાર જુઓ આ રીતે તૈયાર થાય છે રિએક્ટર. - Divya Bhaskar
ભાસ્કરમાં પહેલીવાર જુઓ આ રીતે તૈયાર થાય છે રિએક્ટર.
 • 35થી વધુ રિએક્ટર તૈયાર કરી સુરત વિશ્વના અનેક દેશને મોકલી રહ્યું છે

ઊર્જા પર્વ (દિવાળી) પર આ સમાચાર તમને ગર્વની ઊર્જાથી ભરી દેેશે. દુનિયાના સુપર પાવર ચીન, બ્રિટન અને ફ્રાંસ સહિત અનેક દેશોમાં ન્યૂક્લિયર પાવર પાછળ સુરતનું મહત્ત્વનું યોગદાન છે, કારણ કે ન્યૂક્લિયર પાવર પ્લાન્ટના રિએક્ટર સુરતમાં બની રહ્યાં છે. અત્યારસુધીમાં 35થી વધારે જટિલ અને મોટાં રિએક્ટર તૈયાર કરીને સુરતે વિશ્વના અનેક દેશને મોકલ્યા છે. હજીરામાં લાર્સન એન્ડ ટુર્બો (એલએન્ડટી)ના હેવી એન્જિનિયરિંગ શાખામાં એનું નિર્માણ થઈ રહ્યું છે. આ વર્ષે ચીન, બ્રિટન, ફ્રાંસ, એએઈ, ઓમાન જેવા અલગ અલગ દેશોની રિફાઈનરી, પેટ્રોલિયમ, ન્યૂક્લિયર ફ્યુઝન થર્મલ, પેટ્રોકેમિકલનાં ક્ષેત્રમાં તેમની ક્ષમતાને બરકરાર રાખવા માટે રિએક્ટર તૈયાર કરીને મોકલ્યાં છે.

ક્રાયોસ્ટેટ દુનિયાનું સૌથી મોટું સ્ટેન્ટલેસ્ટિલ હાઇ-વેક્યુમ પ્રેશર ચેમ્બર
આ વર્ષે ક્રાયોસ્ટેટના સૌથી જટિલ અને ફાઈનલ એસેમ્બલને આઈટીઈઆર ફ્રાંસ માટે મોકલી આવ્યાં છે. ક્રાયોસ્ટેટ દુનિયાનું સૌથી મોટું સ્ટેન્ટલેસ્ટિલ હાઈ-વેક્યુમ પ્રેશર ચેમ્બર છે. આ વૈશ્વિક ન્યૂક્લિયર ફ્યુઝનની તેમના ક્ષેત્રની મહત્ત્વપૂર્ણ સિદ્ધિની સાથે સાથે મેક ઈન ઈન્ડિયા માટે પણ ગર્વનની પળ છે. ફ્રાંસના કેદરાંશમાં દોઢ લાખ કરોડના ખર્ચે પરમાણુ ફ્યુઝન રિએક્ટરનું કામ ચાલી રહ્યું છે. આ પરમાણુ ફ્યુઝન રિએક્ટરમાં સૂર્ય કરતાં પણ વધારે ગરમી અને ઊર્જા ઉત્પન્ન થશે, જેને ઠંડું રાખવા માટે હજીરામાં બનેલું આ ક્રાયોસ્ટેટ એક રેફ્રિજરેટરનું કામ કરશે. આ પ્રોજેક્ટમાં ભારતનું 9 ટકા યોગદાન છે. ક્રાયોસ્ટેટને બહારી કવચ તરીકે ઉપયોગી છે, જેનું વજન 650 મેટ્રિક ટન, 29.4 મીટર પહોળાઈ અને 29 મીટર ઊંચાઈ છે. યુએઈને સર્વાધિક 16 અને ઓમાનને 6 રિએક્ટર મોકલ્યાં છે.

ચીનને 4 અને બ્રિટનને 1 મોકલ્યાં
ચીનની લિઅયુંગાંગ પેટ્રોકેમિકલ્સ કંપની લિમિટેડને 4 રિએક્ટર મોકલવામાં આ‌વ્યાં છે. આ લાર્જ ટ્યુબલર રિએક્ટર ઈથિલિન ગ્લાઈકોલ પ્રોડક્શન માટે છે. આ યુકે(બ્રિટન)ની સૌથી મોટી રિફાઈનરી એક્સાન યુએક ફાસ્ટ પ્રોજેક્ટમાં અલ્ટ્રાસલ્ફર ડીઝલ પ્રોડક્શનમાં ઊર્જાની ક્ષમતા જાળવી રાખવા માટે એક રિએક્ટર મોકલ્યું છે.

બે ક્રિકેટ પીચની લંબાઈ જેટલું એક રિએક્ટર
હજીરામાં બનેલાં આ રિએક્ટરો જટિલ સામગ્રીથી બન્યાં છે. અમુક રિએક્ટરનું કુલ વજન 9500 મેટ્રિક ટન છે, જે 232.5 મિલીમીટરની પહોળાઈ જટિલ ક્રોમ મોલી વૈનેડિયમ સામગ્રીથી બનાવ્યું છે. યુરિયા રિએક્ટર જેવાં અમુક રિએક્ટર ભેગાં કરવામાં આવે તો ક્રિકેટની પીચ(45 મીટર)થી વધારે લંબાઈ થાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો