તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપની માગ:'આપ'ના નેતાઓ ઉપર અને તેમના પરિવાર ઉપર વારંવાર થતા હુમલાઓ રોકવા અને સલામતી પૂરી પાડવા સુરતમાં માગ

સુરત22 દિવસ પહેલા
સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી.
  • હુમલાઓની ઘટનાઓની તટસ્થ તપાસ કરવામાં આવેની માગ

છેલ્લા કેટલાક દિવસથી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, પ્રદેશ નેતા ઈશુદાન ગઢવી તેમજ મહેશ સવાણી સહિતના નેતાઓ ઉપર હુમલાઓ કરવાની ધટનાઓ બનતી આવી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ કે કાર્યકર્તાઓ ઉપર છાસવારે હિંસક હુમલાઓ કરવા તે સદંતર અયોગ્ય અને અસ્વીકાર્ય છે. જેથી સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી હુમલાઓ રોકવા અને સલામતી પૂરી પાડવા આપ દ્વારા માગ કરવામાં આવી હતી.

પરિવારના સભ્યોને પણ સુરક્ષા આપવા માગ
આપના નેતાઓએ કહ્યું કે, વિચારધારાની લડાઈમાં હિંસાને કોઈ સ્થાન હોવું જોઈએ નહીં. ત્યારે અમારી આમ આદમી પાર્ટીની ટીમની રજૂઆત છે કે, અત્યાર સુધી બનેલ હુમલાઓની ઘટનાઓની તટસ્થ તપાસ કરવામાં આવે. તેમજ પાર્ટીના પ્રદેશના નેતાઓને સલામતી પૂરી પાડવામાં આવે અને તેમના પરિવારના સભ્યોને પણ સુરક્ષા પૂરી પાડવામાં માટે માગણી કરવામાં આવી હતી.

આપના નેતાઓએ હિંસક હુમલાઓ કરવા તે સદંતર અયોગ્ય અને અસ્વીકાર્ય ગણાવ્યા.
આપના નેતાઓએ હિંસક હુમલાઓ કરવા તે સદંતર અયોગ્ય અને અસ્વીકાર્ય ગણાવ્યા.

સરકાર સામે પ્રદર્શન કરવા ચીમકી ઉચ્ચારવામાં આવી
દક્ષિણ ઝોનના સંગઠન મંત્રી રામ ધડૂકે જણાવ્યું હતું કે, વિજય રૂપાણીના નેતૃત્વ ઉપર અમો ભરોસો કરીએ છીએ કે ભવિષ્યમાં આમ આદમી પાર્ટીના નેતાઓ કે તેમના પરિવાર ઉપર અસામાજિક તત્વો હુમલાઓ ન કરે તે અંગે પૂરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. જો અમારી ઉપરોક્ત માગણીને ગંભીરતાથી ધ્યાને લઇ યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી અહિંસાના માર્ગે શાંતિથી સરકાર સામે પ્રદર્શન કરવા મજબૂર થઈશું.