ટેકનિકલ ટેક્ષટાઈલ ક્ષેત્ર ઉજળું:સુરતને જલદીથી ટેક્સટાઈલ પાર્ક મળશે, GIDCએ જગ્યા શોધવાનું શરૂ કરી દીધું છે : સી.આર. પાટીલ

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘વીવિંગ ગ્રોથ ફોર ટેક્સટાઈલ’ વિષય પર શહેરમાં પ્રિ-વાઈબ્રન્ટ સમિટ
  • કાપડ-હીરામાં​​​​​​​ સુરતે તેજગતિએ સિમાચિહ્નો સર કર્યાં, હવે ટેકનિકલ ટેક્સટાઈલનું ભવિષ્ય: ઉદ્યોગ રાજ્ય મંત્રી

કેન્દ્રીય બજેટમાં જાહેરાત થઈ હતી કે, દેશમાં 7 મેગા ટેક્સટાઈલ પાર્ક બનાવાશે. જેમાંથી એક સુરતને મળે તેવા સંકેતો છે. કારણ કે, વાઈબ્રન્ટ સમિટના ભાગરૂપે યોજાયેલી ટેક્સટાઈલ સમિટમાં સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે કહ્યું કે, સુરતને જલ્દી ટેક્સટાઈલ પાર્ક મળે તે માટે જીઆઈડીસીએ જગ્યા શોધવાનું શરૂ કર્યું છે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશ,ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ પંચાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ઉદ્દઘાટન બાદ એક્સપર્ટે ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી માટેના અલગ અલગ પ્રેઝન્ટેશન રજૂ કર્યાં હતાં. ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ પંચાલે જણાવ્યું કે, ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરીને ‘આત્મનિર્ભર ગુજરાત’ બને તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે. ‘મેક ઈન ઈન્ડિયા, સ્ટાર્ટ અપ ઈન્ડિયા’ની સાથે ભારત વિશ્વમાં આગળ વધી રહ્યું છે. ટેક્ષટાઈલ, ગારમેન્ટ, સિલ્ક, જેમ્સ-જ્વેલરી જેવા ક્ષેત્રોમાં સુરતે તેજગતિએ સિમાચિહ્નો સર કર્યા છે. હવે ટેકનિકલ ટેક્ષટાઈલ ક્ષેત્રનું ભાવિ પણ ઉજળું છે.

ફાર્મ ટુ ફેશનની વેલ્યુચેઇનથી સુરત વિશ્વફલક પર ચમકશે: CM
ટેકનોલોજી, નવી પેટર્ન અને સ્કીલ અપગ્રેડેશનથી રાજ્યનો કાપડ ઉદ્યોગ ગતિ પકડી રહ્યો છે, જેમાં સુરતનો સિંહફાળો છે. દેશનું 37 ટકા સૂતરનું ઉત્પાદન કરનારૂં ગુજરાત દેશના કાપડ ઊદ્યોગનું કેપિટલ છે. વણાયેલા ફેબ્રિકસમાં ગુજરાતનો હિસ્સો 37 ટકા છે, મેનમેઈડ ફાઈબર ઉત્પાદનમાં ગુજરાત અગ્રેસર છે. ફાર્મ ટુ ફેશનની સંપૂર્ણ વેલ્યુ ચેઈન સુરતના કાપડ ઉદ્યોગમાં ઉપલબ્ધ છે, જેના થકી સુરત વૈશ્વિક ફલક પર ચમકશે.- ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી

ટેક્સટાઇલ પાર્ક સુરતની નજીક જ બનાવાશે
ટેક્સટાઈલ પાર્ક બનાવવા રાજ્ય સરકાર-જીઆઈડીસી પ્રયત્ન કરી રહ્યા છે. કેટલીક જગ્યા જોઈ પણ ઉદ્યોગોને અનુકૂળ નથી. એકાદ વિકમાં જીઆઈડીસી જગ્યા શોધે તો પાર્ક જલ્દી બને. પાર્ક સુરતની નજીક બને તેવા પ્રયત્નો છે જેથી સુરતની અંદર જે યુનિટો છે, પોલ્યુશનનો પ્રશ્ન છે અને લોકોને મુશ્કેલીઓ નડે છે તેનો ઉકેલ મળવાશે. - સી.આર પાટીલ, સાસંદ

PLI સ્કીમનો સૌથી વધુ લાભ કાપડઉદ્યોગને
પ્રધાનમંત્રીએ દેશમાં રૂ.4445 કરોડના ખર્ચે 7 ટેક્ષટાઈલ પાર્ક બનાવવાની જાહેરાત કરી છે, એમ જણાવતાં PLI સ્કીમનો સૌથી વધુ ફાયદો રેડીમેડ ગારમેન્ટ, મેનમેડ ફાઈબર, ટેકનિકલ ફાઈબર ક્ષેત્રને થશે. ‘વોકલ ફોર લોકલ’ના મંત્ર થકી કેન્દ્ર સરકાર અંત્યોદયની વિચારધારાને વેગવાન બનાવી છે. - દર્શના જરદોશ, કેન્દ્રીય ટેક્ષટાઈલ રાજયમંત્રી

અન્ય સમાચારો પણ છે...