તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્સપોર્ટેશન વધ્યું:સુરતથી અમેરિકા-કેનેડા સહિત છ દેશોમાં 100 ટન કેરીના પલ્પનું એક્સપોર્ટ, હવે પાતરાં-ઊંધિયાની પણ નિકાસ કરાશે

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગત વર્ષે એક્સપોર્ટ બંધ કરાયું હતું, આ વર્ષે યુએસમાં 60 ટન પલ્પની નિકાસ
  • આ વખતે ગલ્ફ દેશો કરતા યુએસએ, યુકે, કેનેડામાં કેરીના પલ્પની વધુ માંગ રહી

કોરોનાને કારણે ગત વર્ષથી બંધ કરવામાં આવેલું એક્સપોર્ટ એપીએમસી દ્વારા ફરી શરૂ કરાયું છે. ઉચ્ચ ગુણવત્તાવાળા 100 ટન કેરીના પલ્પનું સુરતથી અમેરિકા, કેનેડા સહિતના છ દેશોમાં એક્સપોર્ટ કરાયું છે. સૌથી વધુ 60 ટન પલ્પની નિકાસ તો માત્ર યુએસમાં જ નોંધાઇ છે. તાઉતે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાં કેરીના પાકને નુકસાન થયુ હતું. જો કે દક્ષિણ ગુજરાતમાં ઓછું નુકસાન થતાં સુરતથી કેરી બહાર મોકલવામાં આવી રહી છે. સુરતના હજીરા અને મુંબઇ બંદરથી કેરીના પલ્પનું એક્સપોર્ટ થઇ રહ્યું છે. વર્ષ 2020માં કેરીનું એક્સપોર્ટ બંધ હતું. આ વખતે ગલ્ફના દેશો કરતા અન્ય દેશોમાં કેરીના પલ્પની માંગ રહી છે. આ સાથે APMC હવે પાતરા-ઊંધિયાની પણ નિકાસ કરશે.

કેરીના પલ્પની સૌ પ્રથમ વખત નિકાસ 2017માં કરવામાં આવી
એપીએમસી દ્વારા સૌ પ્રથમ 2017માં કેરીના પલ્પની અમેરિકા નિકાસ કરવામાં આવી હતી.ત્યારબાદ જ્યાં વધારે ગુજરાતીઓ રહેતા હોય તેવા દેશોમાં એક્સપોર્ટ કરવાનું શરૂ કર્યું હતું. ભુતકાળમાં 800 ટન કેરીના પલ્પની એક્સપોર્ટ કરવામાં આવી હતી.

જ્યાં ગુજરાતીઓ વધુ છે તેવા દેશમાં વાનગીઓ પણ મોકલાશે
APMC દ્વારા વિદેશમાં ગુજરાતી વાનગીઓ પણ એક્સપોર્ટ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં પ્રથમ તબક્કામાં બાફેલા પાતરાં અને ઊંધિયું એક્સપોર્ટ કરાશે.ગુજરાતીની સંખ્યા જે દેશમાં વધુ હશે ત્યાં નિકાસ કરાશે.

કેરીની ગુણવત્તા ચેક કરવા ખાસ ટીમ બનાવી
એપીએમસી માર્કેટ દ્વારા કેરીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેમાં એક્સપોર્ટવાળા પલ્પ માટે ખાસ ટીમ બનાવી છે. જે માર્કેટમાં જઇને કેરીની ગુણવત્તા ચકાસીને ખરીદી કરે છે. ત્યારબાદ પલ્પ બનાવી એક્સપોર્ટ કરવામાં આવે છે. -નિલેશ કોરાટ, એપીએમસી મેનેજર

કયા-કેટલો પલ્પ મોકલાયો

દેશજથ્થો
USA60 ટન
કેનેડા20 ટન
રશિયા05 ટન
દેશજથ્થો
જાપાન05 ટન
દુબઇ05 ટન
યુકે10 ટન

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...