તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Surat Thai Spa Murder Case, The Accused Woman Did Not Cooperate In The Investigation, The Mobile Was Found But The SIM Card Disappeared

સુરત થાઈ સ્પા ગર્લ મર્ડર:આરોપી મહિલા તપાસમાં કોઈ સહકાર આપતી નથી, મૃતકના મોબાઈલ મળ્યા પણ સીમકાર્ડ ગાયબ કરી દીધા

સુરત10 મહિનો પહેલા
 • કૉપી લિંક
આરોપી એડાની ફાઈલ તસવીર - Divya Bhaskar
આરોપી એડાની ફાઈલ તસવીર
 • પોલીસે સાત દિવસના માગ્યા પણ કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
 • આજે આરોપી એડાને સાથે રાખી ઘટનાનું રિકન્ટ્રક્શન કરવાની શક્યતા

શહેરના મદગલ્લા વિસ્તારમાં ગત 6 સપ્ટેમ્બરના રોજ થાઇ સ્પા ગર્લ વનિડાની સળગાવી હત્યા કાઈ હતી. આ હત્યામાં સંડોવાયેલી આરોપી વિદેશ હત્યારી એડાને ગત રોજ રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરાઇ હતી. જ્યાં પોલીસે આરોપી તપાસમાં સહકાર આપતી ન હોય ગોળ-ગોળ ફેરવતી હોવા સહિતના કારણો રજૂ કર્યા હતા. આ સાથે લૂંટેલા બે મોબાઈલ મળ્યા પણ તેમાંથી સીમકાર્ડ ગાયબ કરી દીધા હોવાથી તેને મેળવવા તપાસની જરૂર હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ઘટના શું હતી?
મગદલ્લા ગામની ભૈયા સ્ટ્રીટમાં નગીન પટેલના મકાનમાં ભાડાની રૂમમાં રહેતી અને સ્પામાં નોકરી કરતી થાઇલેન્ડની યુવતી વનિડા બુસોર્ન (ઉ.વ.27 મૂળ રહે. થાઇલેન્ડ)ની 6 સપ્ટેમ્બરના રોજ સવારે રૂમમાંથી સળગીને ભડથું થયેલી હાલતમાં લાશ મળી આવી હતી. રૂમના ઉપરના ભાગે ધુમાડો દેખાતા રૂમ માલિક નગીનભાઇનો જમાઇ દોડી ગયો હતો. પરંતુ રૂમના મેઇન દરવાજા પર તાળું હોવાથી દરવાજો તોડતા યુવતીની સળગેલી હાલતમાં લાશ જોઇ ચોંકી ગયો હતો. જમાઇએ તુરંત જ પોલીસને જાણ કરતા પોલીસનો સ્ટાફ ઘસી ગયો હતો. વનિડાના મોત પ્રકરણમાં સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરાઇ હતી. ત્યારબાદ તપાસ હાથ ધરી હત્યા કેસનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. આ હત્યામાં મૃતકની મિત્ર થાઈલેન્ડની જ યુવતી એડાની ધરપકડ કરવામાં આવી છે. એડાએ દારૂ પીધા બાદ નશાની હાલતમાં વનિડાની ધાબળા અને તકિયાથી મોઢું દબાવી હત્યા કરી લાઈટરથી સળગાવી દીધી હતી.

હત્યા સમયે અન્ય કોણ-કોણ હાજર હતા? તપાસ કરાશે
થાઇલેન્ડની યુવતી વનિડાની હત્યામાં સંડોવાયેલી આરોપી વિદેશ હત્યારી એડાને ગત રોજ રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરાઇ હતી. જ્યાં પોલીસે આરોપી તપાસમાં સહકાર આપતી ન હોય ગોળ-ગોળ ફેરવતી હોવા સહિતના કારણો રજૂ કરી 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. દલીલો બાદ કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સરકારી વકીલ સૌરભ ચૌહાણની દલીલ હતી કે, આરોપીએ બે મોબાઇલના સીમકાર્ડ ગાયબ કરી દીધા છે જે મેળવવાના છે ઉપરાંત હત્યા બાદ રોકડાં પણ લુંટયા હોવાની શક્યતા છે. જે રકમ કબજે કરવાની છે. હત્યા સમયે અન્ય કોણ-કોણ હાજર હતાં એની પણ તપાસ કરવાની છે.

આ મુદ્દાઓ પર રિમાન્ડ મળ્યા

 • જે રીતે હત્યા કરવામાં આવી છે તે જોતા હાલની આરોપી સિવાય અન્ય સહ આરોપીની સંડોવણી હોવાની પુરેપુરે શક્યતા છે.
 • મહિલાના સળગાવવા માટે ક્યા સાધનોનો ઉપયોગ થયો છે તેની તપાસ કરી તેવા સાધનો કબજે કરવાના છે.
 • મહિલાની હત્યા દરમિયાન આરોપીએ જે મોબાઇલ લૂંટ્યા છે તે કબજે કરાયા છે, પરંતુ સીમકાર્ડ મળ્યા નથી.
 • આરોપીને સાથે રાખી તેની કોલ ડિટેઇલના આધારે પૂછપરછ કરવાની છે.
 • લુંટના મોબાઇ અને ચેઇન કબજે કરાઈ છે પરંતુ રોકડ પણ લુંટ્યા હોવાની શક્યતા છે જે કબજે કરવાના છે.
 • થાઇલેન્ડમાં જે ગુનાઓ નોંધાયા છે તેની પણ વિગતો મેળવવાની છે.
 • આરોપી મહિલાએ તપાસમાં કોઈ સહકાર આપ્યો નથી. ગુનાના મૂળ સુધી પહોંચવા રિમાન્ડ જરૂરી છે.