તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત થાઈ સ્પા ગર્લ મર્ડર:પોલીસે વધુ રિમાન્ડ ન માંગ્યા, આરોપી થાઈ મિત્ર લાજપોર જેલમાં ખસેડાઈ

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી એડાની ફાઈલ તસવીર - Divya Bhaskar
આરોપી એડાની ફાઈલ તસવીર
  • બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આરોપીને વીડિયો કોન્ફરન્સથી કોર્ટમાં રજૂ કરાઈ હતી
  • મૃતક યુવતીના બે મોબાઈલના સીમકાર્ડ સળગાવી પુરાવાનો નાશ કરી દીધો હતો

શહેરના મગદલ્લા વિસ્તારમાં ગત 6 સપ્ટેમ્બરના રોજ થાઈ સ્પા ગર્લ વનિડા બુસોર્નની બંધ રૂમમાં હત્યા કરી સળગાવી દેવાયેલી લાશ મળી આવી હતી. જેમાં તેની જ મિત્ર એડાએ હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. પોલીસ આરોપી મિત્રને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે પૂર્ણ થતા ફરી વીડિયો કોન્ફરન્સથી કોર્ટમાં રજૂ કરી હતી. જોકે, પોલીસે વધુ રિમાન્ડની માંગ ન કરતા આરોપી એડાને લાજપોર જેલમાં ખસેડવામાં આવી છે.

ઘટના શું હતી?
મગદલ્લા ગામની ભૈયા સ્ટ્રીટમાં નગીન પટેલના મકાનમાં ભાડાની રૂમમાં રહેતી અને સ્પામાં નોકરી કરતી થાઇલેન્ડની યુવતી વનિડા બુસોર્ન (ઉ.વ.27 મૂળ રહે. થાઇલેન્ડ)ની 6 સપ્ટેમ્બરના રોજ સવારે રૂમમાંથી સળગીને ભડથું થયેલી હાલતમાં લાશ મળી આવી હતી. રૂમના ઉપરના ભાગે ધુમાડો દેખાતા રૂમ માલિક નગીનભાઇનો જમાઇ દોડી ગયો હતો. પરંતુ રૂમના મેઇન દરવાજા પર તાળું હોવાથી દરવાજો તોડતા યુવતીની સળગેલી હાલતમાં લાશ જોઇ ચોંકી ગયો હતો. જમાઇએ તુરંત જ પોલીસને જાણ કરતા પોલીસનો સ્ટાફ ઘસી ગયો હતો. વનિડાના મોત પ્રકરણમાં સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરાઇ હતી. ત્યારબાદ તપાસ હાથ ધરી હત્યા કેસનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. આ હત્યામાં મૃતકની મિત્ર થાઈલેન્ડની જ યુવતી એડાની ધરપકડ કરવામાં આવી છે. એડાએ દારૂ પીધા બાદ નશાની હાલતમાં વનિડાની ધાબળા અને તકિયાથી મોઢું દબાવી હત્યા કરી લાઈટરથી સળગાવી દીધી હતી.

બે દિવસના રિમાન્ડ પૂર્ણ
થાઇલેન્ડની યુવતી વનિડાની હત્યામાં સંડોવાયેલી આરોપી વિદેશ હત્યારી એડાને બે દિવસ પહેલા રિમાન્ડ અર્થે સેશન્સ કોર્ટમાં રજૂ કરાઇ હતી. જ્યાં પોલીસે આરોપી તપાસમાં સહકાર આપતી ન હોય ગોળ-ગોળ ફેરવતી હોવા સહિતના કારણો રજૂ કરી 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. દલીલો બાદ કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે પૂર્ણ થતા ફરી આરોપીને વીડિયો કોન્ફરન્સથી કોર્ટમાં રજૂ કરાઈ હતી. જોકે, પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગ કરાઈ ન હતી. જેથી કોર્ટે લાજપોર જેલમાં આરોપી એડાને ખસેડી છે.

ગાયબ સીમકાર્ડ સળગાવી દીધાનો ખુલાસો
બે દિવસના રિમાન્ડમાં આરોપી એડાની પોલીસે પૂછપરછ કરી હતી. જેમાં મૃતકના મોબાઇલમાંથી સીમ કાઢી બાળી નાખ્યા હોવાનો ખુલાસો થયો છે. આરોપી એડા એટલી ચાલાક હતી કે તેણે મૃતકનો ફોન એક બોક્ષમાં મુકી તેને ઓશિકાના કવરમાં મુકી દીધો હતો. પછી એડાએ ચાદરની વચ્ચે ઓશિકા મુકી બ્લેક કલરની કચરા માટેની પ્લાસ્ટીકની થેલીમાં પેક કરી રિક્ષાચાલકને આપ્યો હતો. રિક્ષાચાલકે ઘરે આવી થેલી ખોલી ચેક કરતા ઓશિકામાં ચેક કરતા તેમાંથી ફોન મળ્યો હતો. ચાલકને પૂછપરછ માટે પોલીસે બોલાવ્યો હતો. જયા મોબાઇલ બાબતેની પોલીસને વાત કરી હતી. જેના થકી સચોટ પુરાવા હાથ લાગ્યા હતા.