તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત થાઈ સ્પા ગર્લ મર્ડર:હત્યા કરી મિત્ર તેની જ પ્રાર્થના સભામાં જોડાઈ હતી, હુક્કામાં ગાંજો ભેળવી દીધો હતો

સુરત9 મહિનો પહેલા
વનિડાની હત્યા કર્યા બાદ તેની પ્રાર્થના સભામાં હાજર રહી એડા અગરબત્તી પકડી મગરમચ્છના આંસુ સારતી નજરે પડી, ઈનસેટમાં આરોપી એડાની ફાઈલ તસવીર - Divya Bhaskar
વનિડાની હત્યા કર્યા બાદ તેની પ્રાર્થના સભામાં હાજર રહી એડા અગરબત્તી પકડી મગરમચ્છના આંસુ સારતી નજરે પડી, ઈનસેટમાં આરોપી એડાની ફાઈલ તસવીર
  • લાખો કમાતી વનિડા એડાને આંખમાં કણાની જેમ ખુંચવા લાગી હતી
  • એડા પ્રાર્થના સભામાં હાથમાં અગરબત્તી પકડી મગરમચ્છના આંસુ સારતી હતી

શહેરના મગદલ્લા વિસ્તારમાં ગત 6 સપ્ટેમ્બરના રોજ થાઈ સ્પા ગર્લ વનિડા બુસોર્નની સળગાવી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં મિત્ર એડાએ જ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. ત્યારે એક બાબત સ્પષ્ટ થઈ છે કે, મિત્ર એડાએ વનિડાની હત્યા કર્યા બાદ તેની પ્રાર્થના સભામાં હાજર રહી હતી અને અગરબત્તી પકડી મગરમચ્છના આંસુ સારતી નજરે પડી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, વનિડા અને એડાએ સાથે દારૂ પીધા બાદ હુક્કો પણ પીધો હતો. જેમાં એડાએ ગાંજો ભેળવી દીધો હતો. જેથી વનિડા નશામાં ચૂર થઈ ગઈ હતી. ત્યારબાદ તેની હત્યા કરી સળગાવી દીધી હતી.

મૃતક યુવતી(ફાઈલ તસવીર)એ મિત્ર એડા સાથે દારૂ અને હુક્કો પીધો હતો
મૃતક યુવતી(ફાઈલ તસવીર)એ મિત્ર એડા સાથે દારૂ અને હુક્કો પીધો હતો

ઘટના શું હતી?
મગદલ્લા ગામની ભૈયા સ્ટ્રીટમાં નગીન પટેલના મકાનમાં ભાડાની રૂમમાં રહેતી અને સ્પામાં નોકરી કરતી થાઇલેન્ડની યુવતી વનિડા બુસોર્ન (ઉ.વ.27 મૂળ રહે. થાઇલેન્ડ)ની ગત રવિવારે સવારે રૂમમાંથી સળગીને ભડથું થયેલી હાલતમાં લાશ મળી આવી હતી. રૂમના ઉપરના ભાગે ધુમાડો દેખાતા રૂમ માલિક નગીનભાઇનો જમાઇ દોડી ગયો હતો. પરંતુ રૂમના મેઇન દરવાજા પર તાળું હોવાથી દરવાજો તોડતા યુવતીની સળગેલી હાલતમાં લાશ જોઇ ચોંકી ગયો હતો. જમાઇએ તુરંત જ પોલીસને જાણ કરતા પોલીસનો સ્ટાફ ઘસી ગયો હતો. વનિડાના મોત પ્રકરણમાં સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરાઇ હતી. ત્યારબાદ તપાસ હાથ ધરી હત્યા કેસનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

એડાએ પોલીસને ખોટી સ્ટોરી ઉભી કરી ચકરાવે ચડાવી હતી
એડાએ પોલીસને ખોટી સ્ટોરી ઉભી કરી ચકરાવે ચડાવી હતી

એડાએ પહેલા પૂછપરછમાં ખોટી સ્ટોરી ઉભી કરી હતી
પોલીસ દ્વારા તમામ એકસપાર્ટની મદદ લેવામાં આવી હતી. દરમિયાન ટેક્નિકલ અને સીસીટીવીની મદદથી કડી મળી હતી. જેમાં નજીકમાં રહેતી એડાની ગતિવિધિ શકમંદ જણાઈ આવી હતી. એડાએ પહેલા પૂછપરછમાં ખોટી સ્ટોરી ઉભી કરી હતી અને આ ઘટનામાં તેની સંડોવણી છે તેવો સાફ તેની ઇન્કાર કરતી હતી. જોકે, 11મી તારીખે એડાએ રિક્ષા ચાલકને આપેલા પ્લાસ્ટિક બેગમાંથી બે મોબાઈલ અને હત્યામાં વપરાયેલા ધાબળો અને તકિયા મળી આવ્યા હતા. ખૂબ મોટા પુરાવા સાથે ગુનો ડિટેકટ થયો છે. રૂમના દરવાજા બહારથી બંધ કરવામાં આવ્યા છે સૌથી મોટી કડી હતી. દરવાજાને લોક મારવામાં આવ્યું હતું તેની ચાવી આરોપી મહિલાના ઘરે સંતાડવામાં આવી હતી. હાલ મહિલાની કોવિડ ટેસ્ટ કરવામાં આવશે અને અટકાયત કરવામાં આવશે. ત્યારબાદ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરાશે.

ધાબળા અને તકિયાથી મોઢું દબાવી વનિડા(ફાઈલ તસવીર) હત્યા કર્યા બાદ સળગાવી દીધી હતી
ધાબળા અને તકિયાથી મોઢું દબાવી વનિડા(ફાઈલ તસવીર) હત્યા કર્યા બાદ સળગાવી દીધી હતી

ઓશિકા, ચાદર, ગાદલા અને નાયલોન કપડાં સળગાવી હતી
સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવે તે રીતે હત્યારી એડાએ રવિવારે મળસ્કે 3.50 પહેલા વનીડાને ઓશિકા, ચાદર, ગાદલા અને નાયલોન કપડાં તેના શરીર પર વ્યવસ્થિત રીતે ગોઠવી લાઇટરથી ગાદલાને આગ ચાંપી હતી. એડા મળસ્કે 3.50 પોતાના ઘરે ગઈ, કલાક પછી પાછી 4.40 કલાકે વનીડાના ઘરે આવી, બાદ વહેલી સવારે 4.50 વાગ્યે બહારથી લોક મારી ચાલી ગઈ હતી. તે ચાવી એડાના ઘરેથી કબજે કરી છે. એડાએ પોલીસને જણાવ્યું હતું કે, મારે આગ થોડી લાગે તેવું કરવું હતું. જેથી પેટ્રોલ નાખ્યું ન હતું.

આર્થિક તંગીને લઈને હત્યા બાદ લૂંટ કરી
એડાની ટુંક સમયમાં જ ભારતના વિઝા પુરા થતા હતા. જેથી તેને રૂપિયાની જરૂર હતી. તેણે અનેક લોકો પાસેથી રૂપિયા લીધા હતા અને પોતાના ઘરે મોકલ્યા હતા. જોકે, તેની આર્થિક સમસ્યાનો અંત આવ્યો ન હતો. તેને જાણકારી મળી કે, વનિડા એકત્ર કરેલા રૂપિયા પોતાના ઘરે મોકલાની છે. લાખો કમાતી વનિડા એડાને આંખમાં કણાની જેમ ખુંચવા લાગી હતી. જેથી વનિડાની ઘરે ગઈ અને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ સોનાની ચેઈન, રોકડ લઈ નીકળી ગઈ હતી અને હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.