ગુજરાત ટુરીઝમને પ્રમોટ કરશે:‘સુરતની ટેકનોલોજીને થાઇલેન્ડમાં અપનાવાશે’

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થાઇલેન્ડથી બિઝનેસ ડેલિગેશન ચેમ્બરની મુલાકાતે

થાઇલેન્ડ સરકાર દ્વારા જૂન 2021માં ઇન્ડિયા – થાઇલેન્ડ જ્વેલરી કલસ્ટર પ્રોગ્રામ બનાવાયો છે. જેમાં ચેમ્બર ઓફ કોમર્સ પણ થાઇલેન્ડની સાથે પાર્ટનર બન્યું છે. આ પ્રોગ્રામને ડેવલપ કરવા થાઇલેન્ડથી બિઝનેસ ડેલીગેશન સુરત આવ્યું હતું. જેમાં મુંબઇ સ્થિત રોયલ થાઇ કોન્સ્યુલેટ જનરલના કોન્સુલ જનરલ થાનાવત સિરીકુલ, ડેપ્યુટી કોન્સુલ જનરલ નાત્તાસુલા મેટ્ટાપ્રસર્ત અને ઇન્વેસ્ટમેન્ટ ડાયરેકટર એન્ડ કોન્સુલ નાન્થાપોલ સુદબન્થાડ સહિત થાઇલેન્ડથી 5ના બિઝનેસ ડેલીગેશને ચેમ્બર ઓફ કોમર્સની મુલાકાત લીધી હતી.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ થાઇલેન્ડના બિઝનેસ ડેલીગેશનને આવકાર આપી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ડાયમંડ અને ટેકસટાઇલ સહિતની વિવિધ ઇન્ડસ્ટ્રીમાં થયેલા ડેવલપમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રકચર વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે સુરત ડાયમંડ બુર્સ તથા દક્ષિણ ગુજરાતમાં વિકાસ પામેલી ઇનોવેટીવ ટેકનોલોજીથી તેઓને માહિતગાર કર્યા હતા. થાઇલેન્ડના મુંબઇ સ્થિત કોન્સુલ જનરલ થાનાવત સિરીકુલે જણાવ્યું કે, સુરત ડાયનામિક સિટી છે. આથી સુરત સહિત દક્ષિણ ગુજરાતની ઇનોવેટીવ ટેકનોલોજીને થાઇલેન્ડ અપનાવશે. ઇનોવેટીવ ટેકનોલોજીને થાઇલેન્ડમાં પ્રમોટ કરવા ચેમ્બરને આમંત્રણ આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...