સુરતના સમાચાર:ખેલ મહાકુંભની રાજ્ય કક્ષાની બેડમિન્ટ સ્પર્ધામાં અંડર 14 ગ્રુપમાં સુરતની ટીમ ઝળકી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 64 ટીમોમાંથી સુરતની ટીમે બીજો ક્રમ હાંસલ કર્યો

રાજ્ય સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભની રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં સુરત સિટીની ટીમે શાનદાર દેખાવ કરવા સાથે દ્વિતીય ક્રમે રહી હતી.રાજ્યમાં યુવાઓમાં રહેલી પ્રતિભાઓને બહાર લાવવા અને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.

64 ટીમોએ ભાગ લીધો હતો
દરમિયાન તાજેતરમાં જ રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં અંડર 14 ગ્રુપમાં 64 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં સુરત સિટીની ટીમ બીજા ક્રમે વિજેતા રહી હતી. જ્યારે વડોદરાની ટીમ પ્રથમ ક્રમે અને અમદાવાદની ટીમ ત્રીજા ક્રમે વિજેતા રહી હતી.

ખેલાડીઓને માર્ગદર્શન મળ્યું હતુ
સુરત સિટીની ટીમમાં વિવાન રાજ પારસવાની, હાર્દિક દીપક બંસલ અને તનીશ જય ચોકસી સામેલ હતા. ત્રણેય ખેલાડીઓએ કોચ મનીત પહુજના માર્ગદર્શનમાં તાલીમ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...