હવે શિક્ષકો મેદાનમાં:સુરત શિક્ષક સંઘ દ્વારા આજે પડતર માગણીઓને લઈને રેલી, મહિનાના અંત સુધીમાં વિવિધ કાર્યક્રમો આપશે

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
મનપાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મોટી સંખ્યામાં  શિક્ષકોએ પડતર પ્રશ્નોને લઈને રેલી યોજી. - Divya Bhaskar
મનપાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મોટી સંખ્યામાં શિક્ષકોએ પડતર પ્રશ્નોને લઈને રેલી યોજી.

ચૂંટણી નજીક આવતા હવે દરેક કર્મચારી મંડળો હોય કે અન્ય સંસ્થાઓ પોતાની માગ સરકાર સામે મૂકી રહી છે. ગુજરાત રાજ્ય શિક્ષણ સંઘ દ્વારા 4200 ગ્રેડ પેની માગણી તેમજ જૂની પેન્શન યોજના સહિતની અલગ અલગ માગણી સરકાર સામે મુકશે. સુરત શિક્ષક સંઘ દ્વારા જિલ્લા કલેકટરને રેલી રૂપે આવેદનપત્ર આપીને રજૂઆત કરાશે.

પડતર માંગણીઓનો ઉકેલ લાવવા રજૂઆત
સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના 4000 કરતા વધુ શિક્ષકો રેલીમાં જોડાશે. શિક્ષક સંઘ દ્વારા 4200ના ગ્રેડ-પેની માંગણી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જે પેન્શન યોજના બંધ કરવામાં આવી છે. તે જૂની પેન્શન યોજનાને ફરીથી કર્મચારીઓના હિતમાં મંજુર કરવા માટે માગણી કરવામાં આવી રહી છે.

માંગણી પૂર્ણ ન થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન
માંગણી પૂર્ણ ન થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન

વારંવાર રજૂઆત
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંઘના સભ્ય જીગ્નેશભાઈ જણાવ્યું કે અમે અત્યાર સુધીમાં 25થી 30 વખત ગાંધીનગર ખાતે રજૂઆત કરીને આવ્યા છે પરંતુ અમારી માંગણી સ્વીકારવામાં આવી નથી જેને કારણે હવે અમે આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો આપવાના છે. જેમાં. 17 સપ્ટેમ્બર ના દિવસે માસ સીએલ 22 સપ્ટેમ્બરે પેનડાઉન અને 30 સપ્ટેમ્બર થી ચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતારવાના છે.

અન્ય સમાચારો પણ છે...