સુરત:અયોધ્યામાં રામ જન્મભૂમિ શિલા પૂજન વિધી માટે તાપી નદીનું જળ અને માટી કાર સેવકોએ પૂજા કરીને મોકલ્યા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીએચપી અને બજરંગ દળના કાર્યકરો અને આગેવાનો દ્વારા જળ અને માટીનું પૂજન કરાયું હતું. - Divya Bhaskar
વીએચપી અને બજરંગ દળના કાર્યકરો અને આગેવાનો દ્વારા જળ અને માટીનું પૂજન કરાયું હતું.
  • શહેરમાં જ્યાંથી આંદોલન થયેલું ત્યાં જ પૂજન કરાયું
  • વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પૂજન

દેશભરના હિન્દુઓની આસ્થાના પ્રતિક સમા અયોધ્યા રામ જન્મ ભૂમિ ખાતે ભવ્ય મંદિરના નિર્માણનું ભૂમિ પૂજન 5 ઓગસ્ટના રોજન થનાર છે. આ અગાઉ દેશભરમાંથી માટી અને પવિત્ર નદીઓના જળ મોકલવામાં આવી રહ્યાં છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શહેરમાં જ્યાંથી રામ મંદિર માટે આંદોલનની શરૂઆત થઈ હતી તે માનગઢ ચોક મિની હીરા બજાર સરદાર ચોક ખાતે તાપી નદીના જળનું પૂજન અને માટીની પૂજા કરવામાં આવી હતી. વિધી પૂર્વક આ માટી અને જળ અયોધ્યા મોકલવામાં આવ્યાં છે.

કાર સેવકોનું સ્વપ્ન સાકાર થશે
રામ મંદિર બનવાના તમામ માર્ગ ખુલી ગયા છે. રામ જન્મભૂમિ શિલા પૂજન થઈ રહ્યું છે ત્યારે દેશભરમાંથી પવિત્ર નદીઓના જળ અને માટીના કળશ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ મોકલી રહ્યું છે. મીડિયા સેલના પ્રવિણ ભાલાળાએ જણાવ્યું હતું કે, 1989 અને 1992 માં વિશ્વ હિંદુ પરિષદ બજરંગ દળના કાર્યકરોએ કારસેવામા ભાગ લીધો હતો. ભગવાન રામનું ભવ્ય મંદિર બને તે માટે અસંખ્ય કાર્યકર્તાઓએ પોતાના ઘર પણ છોડી દીધા હતાં.આ તમામ કાર્યકર્તાના મનમાં આજે ખુબ આનંદ છે. તેમના સ્વપ્ન સાકાર થયા હોય તેવી લાગણી અનુભવી રહ્યા છે.